________________ જીવાવાભિગમ- ૩/મ. 145 તેઓ ઘણીજ અનુપમ સુંદર હોય છે. તેઓ તેઓની ઉંચાઈ પોત પોતાના પતિયોના શરીરથી કંઈક ન્યૂન હોય છે. એકોરૂક દ્વીપના મનુષ્યોના શરીરની ઉંચાઈ આઠસો ધનુષની હોય છે. તો આ સ્ત્રિયોના શરીરની ઉંચાઈ કંઈક ઓછા આઠસો ધનુષ પ્રમાણની હોય છે. શરીર સ્વાભાવિક શ્રૃંગારવાળા જ હોય છે પરંતુ બહારના વસ્ત્રા ભૂષણ જન્ય સુંદરપણું હોતું નથી. તો પણ વસ્ત્રાભૂષણ રૂપ સુંદર વેષથી સુસજજીત હોય છે. તેઓ સ્વભાવથીજ હંસિણીના ગમન તુલ્ય સુંદર ગમન કિયાવાળી હોય છે. તેઓના સ્તનો, જઘન, વદન, મુખ હાથ, પગ, નેત્ર, વિગેરે બધાજ અંગો અત્યંત સુંદર હોય છે. તેઓ ગૌર વિગેરે વર્ણથી, લાવણ્યથી, યૌવનથી, અને વિલસથી, હંમેશાં યુક્તજ બનીને રહે છે. કેમકે ક્ષેત્રસ્વભાવથી વૃદ્ધ અવસ્થા આવતી જ નથી. હે ગૌતમ ! તેઓ સરસ આહાર કરે છે, આશ્ચર્યથી પ્રેક્ષણીય જોવાલાયક હોય છે, તેઓ પ્રાસાદીય હોય છે. દર્શનીય હોય છે. અભિરૂપ હોય છે. પ્રતિરૂપ હોય છે. એક વખત આહાર કર્યા પછીના બીજે દિવસે આહાર કરવાની ઈચ્છા થતી નથી. ત્રીજે દિવસે આહાર કરે છે. - એકોરૂક દ્વીપના મનુષ્યો પૃથ્વી, પુષ્પ, અને ફલોનો આહાર કરે છે. હે ગૌતમ ! ગોળનો જેવો સ્વાદ હોય સાકરનો સ્વાદ જેવો હોય છે, કમલકંદનો સ્વાદ જેવો હોય છે, પુષ્પ વિશેષથી બનાવેલ સાકરનો સ્વાદ જેવો હોય છે, આ બધાનો જેવો સ્વાદ હોય છે, તો શું આવા પ્રકારનો સ્વાદ ત્યાંની પૃથ્વીનો હોય છે? એ પૃથ્વીનો સ્વાદ તો તેઓને તેના રસ કરતાં પણ વધારે ઈષ્ટતર જ હોય છે. યાવતું કાન્તતરજ હોય છે. પ્રિયતરજ હોય છે. મનોજ્ઞતરજ હોય છે. જેમ ચાતુરત ચક્રવર્તી રાજાનું ભોજન કે જે કલ્યાણ પ્રવર ભોજન કહેવાય છે તે વર્ણની અપેક્ષાએ શુકલ વર્ણથી, ગન્ધની અપેક્ષાથી સુરભિ ગંધથી, રસની અપેક્ષાએ મધુર વિગેરે રસથી અને સ્પર્શની અપેક્ષાએ મૃદુ સ્નિગ્ધ વિગેરે પણાથી યુક્ત હોય છે. આસ્વાદનીય હોય વિશેષરૂપથી સ્વાદવાળો હોય છે. દીપનીય હોય છે. કે શક્તિ વર્ધક હોય છે દર્પણીય હોય છે. મદનીય હોય છે. અને સઘળી ઈદ્રિયોને અને શરીરને પ્રહૂલાદનીય આનંદ વર્ધક હોય છે. તો શું ત્યાંના પુષ્પ અને ફળોનો સ્વાદ આ પ્રકારનો હોય છે? હે ગૌતમ! આ કથનથી એ અર્થ સમર્થિત થતો નથી. કેમકે ત્યાંના ફલોનો સ્વાદ આ રીતના ચક્રવત્તિના ભોજનથી પણ ઈષ્ટતરજ હોય છે. એકોરૂક દ્વીપમાં રહેવાવાળા તે મનુષ્યો ગૃહાકારથી પરિણત વૃક્ષોના જ ઘરો વાળા હોય છે અર્થાત્ સુવા બેસવા વિગેરે માટે વૃક્ષ રૂપ ગૃહોમાં જાય છે. હે ગૌતમ! આ વૃક્ષો જેવો ગોળ આકાર પર્વતના શિખરનો હોય છે. એવા આકારવાળા ગોળ હોય છે. તથા કોઈ કોઈ વૃક્ષ પ્રેક્ષાગૃહ રંગશાળાના જેવા હોય છે. કોઈ કોઈ વૃક્ષો છત્રના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષો ધજાના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષો તૃપના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષો તોરણના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષો ગોપુરનગરના મુખ્ય દ્વારના જેવા આકારવાળા હોય છે. કોઈ કોઈ વૃક્ષોમત્ત હાથીના જેવા આકારવાળા હોય છે. બીજા પણ ત્યાં જે વૃક્ષો હોય છે. તે બધા પણ કેટલાક ઉત્તમ ભવનોના જેવા વિશેષ પ્રકારના આકારવાળા કેટલાક શયનના જેવા વિશેષ પ્રકારના આકારવાળા, કેટલાક આસનના જેવા વિશેષ પ્રકારના આકારવાળા હોય છે. આ વૃક્ષોની છાયા શુભ અને શીતલ હોય છે. હે ભગવનું એકોરૂક નામના - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org