SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ s પ્રતિપત્તિ-૩, મનુષ્ય નાભી હોય ઉગ્રતા વિનાની પ્રશસ્ત અને પીન તેઓની કુક્ષી હોય છે. તેઓના બન્ને પાર્થભાગો કંઈક ઝુકેલા હોય છે. મળેલા પાર્થવાળી હોય છે. સુજાતપાર્શ્વ વાળી હોય છે. તેઓના બેઉપાર્જ પડખા મિત પરિમિત પોત પોતાના પ્રમાણથી યુક્ત પુખ અને આનંદ આપવાવાળા હોય છે. તેઓ સુજાત હોય છે. આ સ્તનોના અગ્રભાગમાં જે ચુચુક હોય છે તે તેનાથી જુદી જ જણાઈ આવે છે. તે એવી જણાય છે કે માનો આ સ્તનપર શીખર રાખવામાં આવેલ હોય છે. સ્તનો આગળ પાછળ ઉત્પન્ન થતા નથી પણ એક સાથેજ ઉત્પન્ન થાય છે. અને એકીસાથે જ વધતા રહે છે. વક્ષસ્થળ પર તેઓ વિષમશ્રેણીથી રહેતા નથી. પરંતુ સમ શ્રેણીમાં રહેલા હોય છે. સામસામા તે એક બીજાના સરખી ઉન્નતાવસ્થાવાળા અને ઉચે ઉઠેલા હોય છે. તેઓનું સંસ્થાન આકાર અત્યંત સુંદર અને પ્રાતીજનક હોય છે. તેઓના બન્ને બાહુઓ ભુજંગની જેમ ક્રમશ: નીચેની તરફ પાતળા હોય છે. તેઓનું શરીર એટલું બધું માંસલ પુષ્ટ હોય છે કે જેથી તેમની પાંસળીયો અને વાંસાના હાડકા દેખાતા નથી. તેમના બન્ને સ્તનો સોનાનાં કલશ જેવા ગોળ મટોળ હોય છે. તેજસ્વી અને અત્યંત આકર્ષક હોય છે. તે બન્ને પ્રમાણમાં બરોબર વિશાળ અને મોટા હોય છે. તેની હથેલીની અંદર સુર્ય ચંદ્ર, શંખ, ચક્ર, અને સ્વસ્તિકની રેખાઓ હોય છે. તેમજ ઘૂંટીની નીચેનો ભાગ સુંદર હોય છે. તેમનો કપોલ પ્રદેશ અર્થાત્ ગાલનો ભાગ પરિપૂર્ણ અને પુષ્ટ ચાર આંગળ લાંબો તથા પ્રધાન શંખના આકાર જેવો ત્રણ રેખા યુક્ત હોય છે તેમની દાઢી માંસલ અને પુષ્ટ તેમજ સુંદર તેઓના અધરોષ્ઠ દાડમના પુષ્પની જેવા હોય છે પ્રકાશવાળા અને સોહામણા તેઓના નખો તામ્ર લાલ હોય છે, તેઓની આંગળીઓ પીવર વિશેષ મજબૂત હોય છે. કોમલ હોય છે. અને ઉત્તમ હોય છે. તેમની હથેલિ યોમાં જે રેખાઓ હોય છે, તે સ્નિગ્ધ સુંવાળી હોય છે. સુંદર આકારવાળી હોય છે. તેમની હથેલી માંસલ પુષ્ટ હોય છે. સુંદર આકારની હોય છે. સીધી હોય છે. તેમના બન્ને નેત્રો સૂર્યવિકાશી શરદ ઋતુનું કમળ અને ચંદ્ર વિકાશી કુમુદ, કુવલય નીલકમળ એ બન્નેમાંથી અલગ પડેલા એવા જે પત્રોનો સમૂહ હોય છે. તેના જેવી કંઈક શ્વેતતા અને કંઈક લાલાશ અને કંઈક કાળાશવાળા અને વચમાં કાળી પુતળી યોથી અંકિત હોવાથી તે અત્યન્ત સુંદર લાગે છે. તેઓના નેત્રો પાંપણોવાળા હોય છે. સ્વભાવથીજ ચપલ હોય છે. કાન સુધી લાંબા હોય છે અને ખૂણા કંઈક લાલ હોય છે. તેઓના દાંતો દહિના જેવા સફેદ હોય છે. તેમના તાલ અને જીભ એ બેઉ લાલ કમળના પાનની માફક લાલ હોય છે. નરમ હોય છે. અને વિશેષ સુકુમાર હોય છે. તેમની નાસિકા કરણની કળીના જેવી હોય છે. વાંકી ચૂકી નહીં પણ સીધી હોય છે. અગ્ર ભાગમાં પ્રમાણાનુસાર કંઈક ઉંચી હોય છે. ચપટી હોતી નથી. ઋજવી સરલ અને પોપટની ચાંચ જેવી તીખી હોય છે. તેમના બેઉ કાનો મસ્તક સુધી કંઈક કંઈક લાગેલા રહે છે. તેમની કપોલ પંકિત ગાલ અને કાનની વચ્ચેનો ભાગ માંસલ પુષ્ટ હોય છે. મૃષ્ટ * ચિકાશવાળો હોય છે. તેથી જ તે રમણીય હોય છે. તેમનું લલાટ ચતુરસ્ત્ર પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર એમ ચારે ખૂણાઓમાં પ્રમાણ સરના અને સમતલ વાળો હોવાથી રમણીય હોય છે. તેનું સૌમ્યમુખ કાર્તિકી પૂર્ણમાસીના ચંદ્ર જેવું નિર્મલ અને પરિપૂર્ણ હોય છે છત્રના જેવા આકારવાળું ઉપરથી ગોળ તેનું મસ્તક હોય તેના માથાના કેશો વાંકા હોય છે. સુસ્નિગ્ધ હોય છે. અને લાંબા હોય છે હંસના જેવી તેઓની ગતિ- હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy