SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, મનુષ્ય છે. હે ભગવનું તે એકોરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યોનો આકાર ભાવનો પ્રત્યવતાર વિગેરે રૂપ કેવું કહેલ છે ? એકોરૂક દ્વીપના તે મનુષ્યો ચંદ્રની જેમ ઘણાજ વધારે સુંદરરૂપવાળા હોય છે. તે મનુષ્યો ઉત્તમ ભોગોના સુચક લક્ષણો વાળા હોય છે. ભોગજન્ય શ્રી નામ શોભાથી યુક્ત હોય છે. શરીરના પ્રમાણ અનુસાર પ્રમાણ યુક્ત મસ્તક વિગેરે તેઓનું અંગ જન્મથીજ અત્યંત સુંદર હોવાથી તેમનું શરીર સુંદર હોય છે. સુંદર આકારવાળા, તથા કાચબા ના વાંસા જેવા ઉન્નત ચરણવાળા હોય છે. તેના ચરણનું તળીયું લાલ હોય છે. અને કમળના પાનના જેવા મૃદુતા ગુણવાળા હોય છે. તથા શિરીષના પુષ્પના જેવા તે કોમળ હોય છે. તેમના ચરણોમાં પહાડ, નગર, સાગર, સમુદ્ર, મકર-મધર, ચક્ર, અને અંકધર-આદિ ચિહ્નો હોય છે. તેમના પગની આંગળીયો પ્રમાણસરની તેઓના ગુલ્ફ પ્રમાણોપેત હોય છે. તેમની બન્ને બંઘો હરિણીયોની જંઘો જેવી ક્રમશઃસ્થલ અને સ્થૂલતર ચઢઉત્તરની હોય છે. તેઓના બને ઉરૂઓ હાથીની શુંડાદડના જેવા સુંદર અને ગોળ તથા પુષ્ટ હોય છે. મદોન્મત હાથીના જેવી વિલાયસ યુક્ત તેઓની ગતિ હોય છે. તેઓનો ગુહ્ય પ્રદેશ શ્રેષ્ઠ ઘોડાના ગુહ્ય પ્રદેશ સમાન અત્યંત ગુપ્ત હોય છે. શ્રેષ્ઠ આકર્ણ જાતના ઘોડાના જેવા તેમના શરીર મલમૂત્રાદિથી નિરૂપલિપ્ત હોય છે. રોગાદિના અભાવથી અત્યંત પુષ્ઠ થયેલ ઘોડા અને સિંહની કમ્મર કરતાં પણ અત્યંત અધિક પાતળી કમ્મરવાળા હોય છે. તેમના શરીરની રોમ પંક્તિ સઘન હોય છે. સૌદર્ય યુક્ત રમણીય તેમની રોમરાજી હોય છે. તેમની નાભી ગંગાની દક્ષિણાવર્ત વાળી ભૂમિ કુક્ષી ઝષ નામની માછલીના અને પક્ષીના પટ જેવો સુજાત સુંદર અને પુષ્ટ હોય છે. ઈદ્રિયો અત્યંત પવિત્ર અને નિર્લિપ્ત હોય. તેમની નાભી કમળના જેવી વિશાળ હોય છે. ક્રમશ તેમના બન્ને પાર્થ ભાગ નીચે નીચે નમેલાં હોય છે તે દેહ પ્રમાણ ઉપચિત નામ પુષ્ટ હોય છે. તે બેઉપાશ્વભાગ-ઘણાજ સુંદર હોય છે. તેઓના એ વક્ષસ્થળો શ્રીવત્સના ચિન્હવાળા છે, વાંસાના હાડકાં દેખાતા નથી તેઓ ઉત્તમ એવા બત્રીશ લક્ષણોને ધારણ કરવાવાળા હોય છે, તેઓના વક્ષસ્થળો સોનાની શિલાના તળીયા જેવા ઉજજ્વલ હોય છે. તેઓની બને ભુજાઓ મહાનગરની અર્ગલા ના જેવી લાંબી હોય છે. તેમના બન્ને હાથોના કાંડાઓ ગોળ અને લાંબા હોવાથી યુગ બળદના ખાંધપર રાખવામાં આવતા ભૂંસરાના જેવા મજબૂત સોહામણા હોય છે. તેમનાબેઉ હાથો રાતાતળીયા વાળા હોય છે. તેમની આંગળીયો પીવર મજબૂત હોય છે. વૃત્ત-ગોળ આકારવાળી હોય છે. સુજાત અને સુંદર હોય છે. તેમના હાથની આંગળી થોનાં નખો કંઈક કંઈક લાલ હોય છે. મનોહર હોય છે. ચિકણા અને રૂક્ષતા વિનાના હોય છે. આ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, શંખ ચક્ર અને શ્રેષ્ઠ સ્વસ્તિકના જેવી રેખાઓ તેમના હાથોમાં હોય છે. તથા અનેક બીજા પણ સુંદર સુંદર ઉત્તમ લક્ષણો વાળી ઘણીજ રેખાઓ હોય છે. તેમના બન્ને ખભાઓ જંગલી સૂવર, સિંહ, શાર્દૂલ, અને ઉત્તમ હાથીના ખભાઓના ' જેવા ભરેલા અને વિશાલ રહે છે. ચાર આંગળ જેટલા માપની હોવાથી યોગ્ય પ્રમાણ વાળી અને ત્રણ રેખાઓ વાળી હોવાથી સુંદર શંખ જેવી તેમની ગ્રીવાનુ હોય છેવાઘની ડાઢી જેવો વિસ્તૃત ચિબુક હોય છે. અધરોષ્ઠ ઘર્ષણ વિગેરેથી પરિકર્ષિત કરવામાં આવેલ શિલાપ્રવાલ અસલ મુંગાના જેવો અને બિંબફલ, કુંડફલના જેવો લાલ રંગવાળો હોય છે. તેઓની દંત પંક્તિ પાંડુર ધોળી અર્થાત્ ચંદ્રમાના ટુકડા જેલી વિમલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy