SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૪ 159 અપર્યાપ્તક જીવ વિશેષાધિક છે. તેના કરતાં તેઈદ્રિય અપર્યાપ્તક વિશેષાધિક છે. તેના કરતાં બે ઈન્દ્રિય અપર્યાપ્તક વિશેષા- ધિક છે. તેના કરતાં એકેન્દ્રિય અપર્યાપ્તક અનંતગણા વધારે છે, તેના કરતાં સેન્દ્રિય અપર્યાપ્તક જીવ વિશેષાધિક છે. તેના કરતાં એકેન્દ્રિય પર્યાપ્તક જીવ સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં સેન્દ્રિય પતિક જીવ વિશેષાધિક છે. અને તેનાથી વિશેષાધિક સેન્દ્રિય છે. આ પ્રમાણે પાંચ પ્રકારના સંસારી જીવોના સંબંધમાં આ નિરૂપણ કરેલ છે. પ્રતિપત્તિ-૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ પ-છબ્રિહ) [૩૪-૩૫૦]સંસારી જીવો છ પ્રકારના છે. પૃથિવીકાયિક, યાવતું ત્રસકાયિક, આ રીતે આ છ સંસારી જીવો છે. હે ભગવનું પૃથ્વીકાયિક જીવોનું શું સ્વરૂપ છે? પૃથ્વીકાયિક બે પ્રકારના કહેવામાંઆવેલછે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથિવિ કાયિક. સૂક્ષ્મ પૃથ્વીકાયિક બે પ્રકારના છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક એજ પ્રમાણે બાદર પૃથ્વીકાયિક પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના એજ પ્રમાણે આ પ્રકારના ચાર ભેદોવાળા અકાયિક યાવતું વનસ્પતિકાયિક હોય છે. ત્રસકાયિક જીવ કેટલા પ્રકારના છે? ત્રસકાયિક જીવ બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક. ત્રસ પૃથ્વી કાયિક જીવની ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી 22 બાવીસ હજાર વર્ષની છે. અપ્લાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી સાત હજાર વર્ષની છે, તેજસ્કાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ રાત દિવસની છે. વાયુકાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષની વનસ્પતિકાયની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી દસ હજાર વર્ષની, ત્રસ કાયિક જીવની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૩૩સાગરો પમની છે અપર્યાપ્તક પૃથ્વીકાયિક, અષ્કાયિક તેજસકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આ બધાની અને અપર્યાપ્તક ત્રસકાયિક જીવની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળની છે. યાવતુ અસંખ્યાત લોક પ્રમાણ છે. એજ પ્રમાણે અપ્લાયિક યાવતું વાયુકાયિક જીવની કાયસ્થિતિનો કાળ કહ્યો છે. અને વનસ્પતિકાયિક જીવની કયસ્થિ તિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી તે અનંતરૂપ છે. ત્રસકાયિક જીવની કાય સ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનો છે. છ એ અપર્યાપ્તક જીવોની ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટથી પણ એકજ અંતમુહૂર્તની છે. પરંતુ જઘન્ય સ્થિતિના અંતર્મુહૂર્તથી આ ઉત્કૃષ્ટ સ્થિતિનું અંતર્મુહૂર્ત મોટું લેવામાં આવેલ છે. પર્યાપ્ત પૃથ્વી કાયિક, અષ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક આ બધાની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની છે. એસ્કાયિકની સંખ્યાત રાત દિવસની છે. અને ત્રસકાયિકની કાય સ્થિતિ કંઈક વધારે શત સાગરોપમ પૃથકત્વની છે. પર્યાપ્તક દ્વીન્દ્રિય વિગેરેના સંબંધ માં આજ પ્રમાણે કાયસ્થિતિનું કથન કરી લેવું જોઈએ. પૃથ્વીકાયિકનો અંતરકાળ જઘન્ય થી એક અંતર્મુહૂર્તનો છે, અને ઉત્કૃષ્ટથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy