SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -3, દ્વીપસમુદ્ર 123 જંબૂદ્વીપને કોઈ પણ રીતે પીડા પહોંચાડતો નથી. તેને બાધા કરતો નથી. તેને જલમય બનાવતો નથી. ભરત વૈતાઢ્ય વિગેરેના અધિપતિ દેવોના પ્રભાવથી તેમ કરતો નથી. તથા ક્ષુલ્લ હિમવતું અને શિખરિ વર્ષધર પર્વત એ બન્નેની ઉપર મહર્દિક દેવો રહે છે. તેઓના પ્રભાવથી લવણસમુદ્ર જેબૂદ્વીપને દુઃખી કરતો નથી. તથા હૈમવત અને હૈરણ્ય વતના મનુષ્યો પ્રકૃતિ ભદ્રક યાવતું વિનીત હોય છે. તેથી તેમના પ્રભાવથી જંબુદ્વીપને લવણ સમુદ્ર દુઃખી કરતો નથી. ગંગા સિંધુ રક્તા, રક્તાવતી, આ નદીઓમાં તેના અધિષ્ઠાયક-જે દેવ રહે છે. તેના પ્રભાવથી લવણ સમુદ્ર જેબૂદ્વીપને પીડિત વિગેરે કરતો નથી. રોહિ તંસા, સુવર્ણકૂલા તથા રૂપ્ય કૂલા આ નદીયોમાં જે મહર્બિક વિગેરે દેવ રહે છે. તેના પ્રભાવથી શબ્દાપાતિ, વિકટાપાતિ, વૃત્તવૈતાઢ્ય પર્વતો પર મહર્બિક વિગેરે વિશેપણો વાળા જ દેવો રહે છે, તેના પ્રભાવતી મહાહિમવાનું અને રૂખી પર્વતોની ઉપર જે દેવ રહે છે, તેઓના પ્રભાવીત હરિવર્ષ અને રમ્યફવર્ષ યુગલિક ક્ષેત્રમાં મનુષ્યો પ્રકૃતિ ભદ્રક હોય છે. યાવતું વિનીત હોય છે. તેઓના પ્રભાવથી તથા ગંધાપાતિ, અને માલ્ય વિત જે વૃત્તવૈતાઢ્ય પર્વત તેની ઉપર વાનવ્યત્તરદેવો રહે છે. તેઓના પ્રભાવથી લવણ સમુદ્ર જંબૂદ્વીપને પીડા વિગેરે કરતા નથી. એ જ પ્રમાણે સીતા સીતાદા વિગેરે મહા નદીયોમાં દેવીયો રહે છે, દેવકર અને ઉત્તરકુરૂમાં જે પ્રકૃતિભદ્ર મનુષ્યો રહે છે, મન્દર પર્વત પર જે દેવો રહે છે. સુદર્શના પર નામવાળા જંબૂ વૃક્ષ પર મહર્બિક જે દેવો રહે છે. તથા જંબૂદ્વીપના અધિપતિ અનાદ્રત નામના દેવ તેમના પ્રભાવથી લવણસમુદ્ર જંબૂ દ્વિીપને પીડા કરતો નથી. ઉત્પીડિત કરતો નથી. જલગ્ન કરતો નથી અર્થાતુ પાણીમાં ડુબાડી દેતો નથી. પરંતુ, તે પોતાની મર્યાદામાં જ હે ગૌતમ! આ લોકની જ એવી સ્થિતિ -મદિા છે. તેનું જ એવું ભાગ્ય છે જે લવણસમુદ્ર મૃદુ મનોહારી રાષ્ટ્ર જેવા આ જંબુદ્વીપ નામના દ્વીપને પીડા કરતો નથી. તથા જલમય કરતો નથી અથતુિ ડુબાડતો પણ નથી. 224] લવણ સમુદ્રને ધાતકીખંડ નામનો દ્વીપ કે જે ગોળ અને વલયાકાર વાળો છે તે ચારે બાજુથી ઘેરીને રહેલ છે. હે ભગવાન આ ધાતકીખંડ નામનો દ્વીપ શું સમચક્રવાલ વાળો છે? અથવા વિષમ ચક્રવાળ વાળો છે? હે ગૌતમ ! આ ધાતકીખંડ નામનો. દ્વીપ સમચક્રવાલવાળો છે. વિષમ ચક્રવાલવાળો નથી. ધાતકીખંડદીપ ચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ ચાર લાખ યોજનાનો છે. પરિક્ષેપની અપેક્ષાથી એ 41 1091 યોજનથી કંઈક ઓછો છે. આ ધાતકીખંડ ચારે બાજુએ એક વનખંડ અને એક પદ્મવર વેદિકાથી ઘેરાયેલ છે. એ બન્નેનો પરિક્ષેપ દ્વીપ પ્રમાણની જેમજ છે. ધાતકીખંડ દ્વીપના ચાર દ્વારા કહેવામાં આવેલ છે. વિજય જયન્ત જયન્ત અને અપરાજીત ધાતકીખંડની પૂર્વદિશાના અંતમાં કાલોદ સમુદ્રનો જે પૂર્ઘ છે, તેની પશ્ચિમ દિશામાં સીતા મહાનદીની ઉપર ધાતકી ખંડનું વિજય નામનું દ્વાર છે. જંબૂતીપમાંઆવેલ વિજય દ્વારના વર્ણન પ્રમાણે આ વિજય દ્વારનું વર્ણન સમજી લેવું. વૈજયન્ત વિગરે ત્રણ દ્વારોનું વર્ણન જબૂદ્વીપમાં આવેલ વૈજયન્ત વિગેરે દ્વારા મુજબ જાણવું. ધાતકીખંડ દ્વીપનું સમગ્ર વર્ણન જબૂદ્વીપના વર્ણન પ્રમાણે છે. ધાતકીખંડ દીપના દરેક દ્વારનું પરસ્પરમાં અંતર ૧૦૨૭૭૩૫યોજન ત્રણ કોસનું છે. કાલોદ સમુદ્રના પ્રદેશો ધાતકીખંડ દ્વીપના પ્રદેશોને સ્પર્શેલા છે. અને ધાતકી ખંડના પ્રદેશ કાલાદ સમુદ્રના પ્રદેશોને સ્પર્શેલા છે. તે પ્રદેશો ધાતકીખંડ દ્વિપના જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy