SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ તિષત્તિ -3, દ્વીપસમુદ્ર 119 | [21] લવણસમુદ્રમાં રહીને જંબુદ્વીપની દિશામાં ફરવાવાળા-બે ચંદ્રમાઓના બે ચંદ્રઢીપો ક્યાં આવેલ છે? જંબુદ્વિપ નામના દ્વીપમાં રહેલ મંદિર પર્વતની પૂર્વ દિશામાં 12000 યોજન પર્યન્ત લવણ સમુદ્રને અવગાહિત કરીને ત્યાં આવેલ બરોબર એજ સ્થાન પર આભ્યન્તર લવણ સમુદ્રમાં બે ચંદ્રમાઓના બાકી વર્ણન જંબુદ્વીપ મુજબ જાણવું. અહીયાં વિશેષતા કેવળ એજ છે કે તેની રાજધાની અન્ય લવણ સમુદ્રમાં છે, આવ્યેતર લવણસમુદ્રના ચંદ્ર દ્વીપોની જેમ લવણ સમુદ્રમાં 12000 યોજન પર આભ્યન્તર લવણ સમુદ્રના બે સૂર્યોના બે સૂર્ય દ્વીપો કહેલા છે. હે ભગવનું બહારના લવણ સમુદ્રના બે ચંદ્રમાના ચંદ્ર દ્વીપ નામના દ્વીપ ક્યાં આવેલ છે ? હે ગૌતમ! લવણ. સમુદ્રની પૂર્વ દિશામાં આવેલ ચરમાન્ડ વેદિકાન્તથી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં 12000 યોજન આગળ જવાથી ત્યાં આવેલ સ્થાનમાં બાહ્ય લવણ સમુદ્ર સંબંધી બે ચંદ્રોના ચંદ્ર દ્વીપ નામના બે દ્વીપો આવેલ છે. આ ચંદ્ર દ્વીપ ધાતકીખંડની દિશામાં 881 યોજન અને એક યોજના પંચાણભાગમાં ચાળીસ ભાગ પ્રમાણ પાણીની ઉપર નીકળેલ છે, અને લવણસમુદ્રની દિશામાં બે કોસ ઉપર નીકળેલ છે, બાર હજાર યોજનની તેની લંબાઈ પહોળાઇ છે, હે ભગવનુ બહારના લવણસમુદ્રના બે સૂયોના સૂર્ય દ્વિપ નામના બે દ્વીપો ક્યાં આવેલા છે? હે ગૌતમ લવણસમુદ્રની પશ્ચિમની વેદિકાના અંતથી લવણ સમુદ્રમાં પશ્ચિમ તરફ 12000 યોજન આગળ જવાથી બે સૂર્યદ્વીપો કહેલા છે, એ ધાતકી ખંડની તરફ 88aaaa યોજના અને એક યોજના પંચાણુંભાગ માંથી 40 ભાગ પ્રમાણ ઉંચો છે તથા તે લવણ સમુદ્રમાં પાણીથી બે ગાઉ ઊંચા છે. 211] હે ભગવનું ધાતકીખંડ દ્વીપના બાર ચંદ્રમાના ચંદ્રદીપ નામના દ્વીપો ક્યાં આવેલ છે? હે ગૌતમ ! ધાતકીખંડ દ્વીપની પૂર્વની દિગ્યેદિકાના ચરમાન્તથી કાલોદ સમુદ્રમાં બારહજાર યોજન આગળ જવાથી ત્યાં આવતા એ સ્થાન પર ધાતકીખંડમાં ચંદ્રમાઓના ચંદ્રઢીપ નામના દ્વીપ આવેલ છે. એ ચારે બાજા, દિશાઓ અને વિદિશા ઓમાં ફેલાયેલ છે. પાણીથી બે ગાઉ ઉંચા છે, તેની લંબાઈ પહોળાઈ બારહજાર યોજનની છે. તે દરેકનો પરિક્ષેપ 37948 યોજનથી કંઈક વધારે છે, આ બધાનું બાકીનું વર્ણન વિજય દ્વારના વર્ણન પ્રમાણે છે. હે ભગવનું આ ચંદ્રા નામની રાજધાની ક્યાં આવેલ છે ? ગૌતમ ! ધાતકીખંડ દ્વીપની પૂર્વ દિશામાં અનેક દ્વીપો અને સમુદ્રને પાર કરીને આજ ધાતકીખંડમાં બારહજાર યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં ચંદ્રા નામની રાજધાની છે. ધાતકી ખંડ દ્વીપમાં આવેલ ચંદ્રમાના ચંદ્રદ્વીપોના કથન મુજબ આ. સૂર્યદ્વીપનું વર્ણન જાણવું. પરંતુ વિશેષતા એ કે ધાતકીખંડ દ્વીપની પશ્ચિમ દિશાના વેદિ કાતથી કાલોદધિ સમુદ્રમાં બારહાર યોજન આગળ જવાથી સૂર્યદ્વીપ આવે છે. સૂર્યદેવની રાજધાની સૂર્ય દ્વીપથી પશ્ચિમ દિશામાં અન્ય ધાતકી ખંડ દ્વિીપમાં છે. [212] હે ભગવનું કાલોદ સમુદ્રમાં આવેલ ચંદ્રમાઓનો ચંદ્ર દ્વીપ ક્યાં આવેલ છે ? હે ગૌતમ! કાલોદ સમદ્રની પૂર્વ દિશાના વેદિકાન્તથી પશ્ચિમ દિશામાં બાર હજાર યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં કાલોદ સમુદ્રમાં આવેલ ચંદ્રમાઓના ચંદ્રઢીપો ચારે બાજુએ પાણીથી બન્ને કોસ ઉંચા છે. તે સિવાય બાકીનું તમામ કથન ધાતકીખંડમાં આવેલ ચંદ્રદ્વીપના કથન પ્રમાણે જ છે. પોતાના દ્વીપથી પૂર્વમાં બીજા કાલોદ સમુદ્રમાં બારહજાર યોજન જવાથી ત્યાં ચંદ્રદ્વીપ નામની રાજ ધાનીયો છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy