SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 118 જીવાજીવાભિગમ - ૩લ.સ. 208 [208 હે ભગવનુ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ ક્યાં આવેલ છે? હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પશ્ચિમ દિશામાં 12 યોજન પર્યન્તની લવણસમુદ્રમાં જવાથી જે સ્થાન આવે છે. ત્યાં આગળ લવણાધિ પતિ સુસ્થિત દેવનો ગૌતમ નામનો દ્વીપ છે, આ દ્વીપ બાર યોજન લાંબો પહોળો છે. અને કંઈક કમ 37942 યોજનનો તેનો પરિક્ષેપ છે. આ જંબુદ્વીપની દિશામાં જંબુદ્વીપના અંતમાં ૮૮મા યોજના અને એક યોજનના 95 માં ભાગમાં ચાળીસ ભાગ પ્રમાણ પાણીથી ઉપર નીકળેલ છે. તથા લવણ સમુદ્રની દિશામાં લવણસમુદ્રના અંતમાં પાણીથી બે કોસ ઉંચું નીકળેલ છે. બહુસમરમણીય ભૂમિભાગની બરોબર મધ્યભાગમાં લવણસમુદ્રાધિપતિ સુસ્થિત નામના દેવનું એક વિશાળ ક્રીડાવાસ નામનો ભૌમેય વિહાર છે. આ વિહાર ફરા યોજનાનો ઉંચો છે. 31 યોજનનો તેનો વિખંભ છે. એ સેંકડો સ્તંભોની ઉપર ઉભો રહેલ છે. હે ભગવન્! આપ એવું શા કારણથી કહો છો કે આ ગૌતમ દ્વીપ છે. હે ગૌતમ! એ ગૌતમદ્વીપમાં જે નાની મોટી વાવો વિગેરે છે. તે બધાની પ્રભા ગોમેદ રત્નના જેવી છે. તે તથા ત્યાં ગૌતમ દેવ રહે છે. તે કારણથી. હે ભગવન લવણ સમુદ્રના આધિપતિ સુસ્થિત દેવની સંસ્થિતા નામની રાજધાની કયાં આવેલ છે ? હે ગૌતમ ! ગૌતમદ્વીપની પશ્ચિમ દિશામાં તિફ અસંખ્યાત દ્વીપો અને સમુદ્રને પાર કરીને બીજા લવણ સમુદ્રમાં બાર હજાર યોજન આગળ જવાથી સુસ્થિત દેવની સુસ્થિતા નામની રાજધાની છે. આ રાજધાનીનું વર્ણન ગોસ્તૂપા રાજધાનીના વર્ણન પ્રમાણે છે. [૨૦]હે ભગવન્! બૂઢીપમાં આવેલ બે ચંદ્રમાના બે ચંદ્રદીપો કયાં આવેલા છે ? હે ગૌતમ! જંબૂદ્વીપના મેરૂ પર્વતથી પૂર્વદિશામાં લવણ સમદ્રમાં 12000 યોજન આગળ જવાથી જેબૂદીપને પ્રકાશિત કરવાવાળા બને ચંદ્રમાના બે ચંદ્રઢીપો છે. આ દ્વીપ જબૂદ્વીપની દિશામાં 88 યોજન અને એક યોજના પંચાણુ ભાગો માંથી 40 ચાળીસ ભાગ જેટલો પાણીથી ઉપર નીકળેલ છે. તથા લવણ સમુદ્રની બાજુ બે ગાઉ જેટલો પાણીથી ઉપર નીકળેલ છે. તેની લંબાઈ પહોળાઈ 12000 યોજનની છે. બાકીનું તમામ વર્ણન ગૌતમ દ્વીપના વર્ણન પ્રમાણે છે. તથા તેનો પરિક્ષેપ કંઈક ઓછો 37948 યોજનનો છે. જે વાવો છે તેમાં અનેક ઉત્પલો વિગેરે ચંદ્રના વર્ણના જેવા છે. ચંદ્રની આભા જેવી આભાવાળા છે, તથા અહીયાં ચંદ્ર દેવ છે તે કારણથી હે ગૌતમ! આ દ્વીપોનું નામ ચંદ્રદ્વીપ એ પ્રમાણે થયેલ છે. તથા આ દ્વીપો અનાદિ કાલિન છે. હે ભગવનું જંબુદ્વીપના ચંદ્રમાઓની ચંદ્રા નામની રાજધાનીયો કયાં આવેલ છે ? જંબદ્વીપથી પૂર્વમાં તિરછા અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને ઓળંગીને આગળ જવાથી ત્યા આવતા બીજા બૂદ્વીપ નામના દ્વીપમાં 12000 યોજન પર બે ચંદ્ર દેવોની અલગ અલગ બે ચન્દ્રા નામની રાજધાનીયો છે. તેની લંબાઈ પહોળાઈ ૧૨૦૦૦યોજનની છે. તથા તેનો પરિક્ષેપ 3794 યોજનથી કંઈક વધારે છે. એ દરેક રાજધાનીયો ચારે બાજુથી એક વિશાળ કોટથી ઘેરાયેલ છે. કોટની ઉંચાઈ ૩૭યોજનની છે. મૂળમાં ૧૨મા યોજનની તેની પહોળાઈ છે, મધ્યમાં તેની પહોળાઇ ઘ યોજનની છે. હે ભગવનું જંબૂદ્વીપના બે સૂયના બે સૂર્યદ્વીપો ક્યાં આવેલ છે ? હે ગૌતમ બુદ્વીપના મેરૂ પર્વતથી પશ્ચિમમાં લવણ સમુદ્રમાં 12000 યોજન આગળ જવાથી સૂર્યદ્વીપ આવે છે. તેની લંબાઈ પહોળાઈ વિગેરે તમામ વર્ણન ચંદ્રદ્વીપના વર્ણન પ્રમાણે જ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy