SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 108 જીવાજીવાભિગમ- હી.સ.૧૮૫ અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરા ત્રણ પલ્યોપમનું છે. 49 દિનરાત સુધી તેઓ પોતાના પુત્ર પુત્રી રૂપ યુગલનું પાલન કરે છે. બાકીનું તમામ કથન એકોરૂક અંતરદ્વીપ મુજબ [18] હે ભગવન્! કુરૂઓમાં કયા સ્થાન પર યમક નામના બે પર્વતો છે? હે ગૌતમ ! નીલવંત પર્વતની દક્ષિણ દિશાથી 834-47 યોજન આગળ જવાથી સીતા મહા નદીના પૂર્વ પશ્ચિમમાં બને તટોના કિનારે ઉત્તર કુરૂ ક્ષેત્રમાં બે યમક નામના પર્વતો છે. તેના એક યમકની ઉચાઈ એક એક હજાર યોજનની છે. એક સીતા મહાનદીના પૂર્વ કિનારા પર છે. અને બીજું પશ્ચિમ કિનારા પર છે. તેની જમીનની અંદરની ઉંડાઈ અઢારસો યોજનની છે. ઉંચાઇની અપેક્ષાએ શાશ્વત પર્વતની જમીનની અંદરની ઉંડાઈ ચોથા ભાગ પ્રમાણ વાળી હોય છે. એક હજાર યોજનની લંબાઇ પહોળાઈ વાળા છે. મધ્યમાં એ સાડા સાતસો યોજન લાંબા પહોળા છે. અને ઉપરના ભાગમાં પાંચસો યોજનની લંબાઈ પહોળાઇ વાળા છે. મૂલમાં 3162 યોજનથી કંઇક વધારેની પરિધિ છે. મધ્યમ 2372 યોજનથી કંઈક વધારેની પરિધિ અંતે-૮૧-યોજનથી કંઇક વધારે તેની પરિધિ છે. હે ગૌતમ ! યમક પર્વતોની ઉપર જે નાની નાની વાવડીયો છે તળાવો છે, તલાવ પંક્તિયો છે. બિલો છે. બિલપંક્તિયો છે, તે બધામાં અનેક ઉત્પલો છે, પડ્યો છે, કુમુદો છે; કમળો છે, પુંડરીકો છે, શતપત્રો છે, અને સહસ્ત્રપત્રો છે. તેની પ્રભા પક્ષિઓની પ્રભા જેવી છે. અહીંયા યમક નામના બે દેવો નિવાસ કરે છે. તેઓની આયુ એક પલ્યોપમની છે. તે દરેક યમક દેવો ચાર હજાર સામાનિક દેવોના પરિવાર સહિત ચાર હજાર અગ્નમહિષિયો આભ્યત્તર અને બાહ્ય સભાના ક્રમથી 18000 અને 12000 દેવોના પોતપોતાના પર્વતોના અને પોતપોતાની ચમક નામની રાજધાનીયોના તથા બીજા પણ અનેક વાનધ્યન્તર દેવોનું અને દેવિયોનું અધિપતિ પણાને સ્વામીપણાને ભત્વ વિગેરેને કરતા તથા તેઓનું પાલણ પોષણ કરતા આનંદ પૂર્વક રહે છે. ચમકના જેવા આકારવાળા અને યમકના જેવા વર્ણવાળા હોવાથી તથા યમક ઉત્પલ વિગેરેના સંબંધથી તથા યમક નામ દેવોના સંબંધથી એ પર્વતોને “યમક’ એ નામથી કહેલા છે. એજ યમક નામના દેવોની જે યમકા નામની રાજધાનીયો છે, તે ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! બને યમક પર્વતોની ઉત્તર દિશામાં તિર્થ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને આગળ આવતા 12 ૦૦૦યોજન આગળ જવાથી બરોબર એજ સ્થાનમાં ચમક દેવોની યમકા નામની રાજધાનીયો છે. [187] ઉત્તર કુરૂક્ષેત્રમાં નીલવંત નામનું દૂહ ક્યાં આગળ આવેલ છે?હે ગૌતમ! બને યમક પર્વતોની દક્ષિણ દિશાથી૮૩૪-૪૭ યોજન દૂર સીતા નામની મહા નદી બહુમધ્ય દેશભાગમાં ઉત્તરકુરૂનું નીલવંત નામનું દૂહ કહેલ છે. એ દૂહ ઉત્તર દક્ષિણ સુધી લાંબુ છે. અને પૂર્વ પશ્ચિમ સુધી પહોળું છે. એ એક હજાર યોજનનું લાંબુ અને પાંચસો યોજન પહોળું છે. અને 10 દસ યોજન ઉંડું છે. આકાશ અને સ્ફટિક મણિવા જેવું નિર્મળ છે. આ નીલવંત દૂહયમાં સુંદર સુગંધથી ભરેલ અનેક ઉત્પલો છે, નલિનો છે, યાવતુ કમળો છે, તે બધા નીલી પ્રભાવાળા છે. નીલા વર્ણના જ છે. અહીયાં નીલવંત દહકુમાર નામના નાગકુમારેન્દ્ર દેવ રહે છે. એ મહાઋદ્ધિ વાળા છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. નીલવંત દૂહનું, નીલવતી રાજધાનીનું અને બીજા પણ અનેક વાન વ્યન્તર દેવોનું અને દેવિયોનું અધિપતિ પણે કરતા યાવત તેઓનું પાલન કરતા યમક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy