________________ 308 વિવાર્ય-૧૩ર૪ : વારંવાર મહાનું પ્રયોજન વાળી, મહામૂલી, મહાન પુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય ભેટ મોકલે છે, મોકલીને તે અભગ્નસેન ચોર સેનાપતિને વિશ્વાસુ બનાવે છે. 23] ત્યાર બાદ મહાબલ રાજાએ પુરિમતાલ નગરમાં પ્રશસ્ત તેમજ વિશાળ અને પ્રાસાદીય દર્શનીય અને પ્રતિરૂપ તેવી, સેંકડો સ્તમ્ભવાળી એક કુટાકારશાલા ? બનાવડાવી. પછી મહાબલ રાજાએ તેના નિમિત્તે ઉશૂલ્ક યાવતુ દશ દિવસના ઉત્સવ ની ઉદઘોષણા કરાવી અને કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિયો ! તમે શાલાટવી ચોરપલ્લીમાં જાઓ, ત્યાં અગ્નિસેન ચોર સેનાપતિને બે હાથ જોડી મસ્તક પર અંજલિ કરી આ પ્રમાણે નિવેદન કરો - હે દેવાનુપ્રિયા પુરિમતાલ નગરમાં મહાબલ રાજાએ ઉત્થાલ્ક પાવતુ દશ દિવસના ઉત્સવ વિશેષની ઉદ્ઘોષણા કરાવી છે. તો આપને માટે પુષ્કળ અનાદિક અને પુષ્પ વસ્ત્ર, માળા તથા અલંકાર અહીં જ ઉપસ્થિત કરીએ કે આપ સ્વયં ત્યાં પધારશો? ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષો અભગ્નસેન ચોર સેનાપતિને બે હાથ જોડી, મસ્તક પર અંજલિ કરી તે સર્વે નિવેદન કર્યું - ત્યારે અગ્નિસેન ચોર સેનાપતિએ તે કૌટુંબિક પરષોને ઉત્તરમાં આ પ્રમાણે કહ્યું - હે ભદ્ર પુરુષો ! હું પોતે જ પુરિમતાલ નગરમાં આવીશ. ત્યાર બાદ અભગ્નસેને તે કોટુંબિક પુરુષોનો ઉચિત સત્કાર કરીને તેમને વિદાય કર્યો. ત્યાર બાદ મિત્રો આદિથી ઘેરાયેલો તે અગ્નિસેન ચોર સેનાપતિ નાનાદિથી નિવૃત્ત થઇ, ધાવતું જ્યાં મહાબલ રાજા હતો ત્યાં આવ્યો, આવીને બે હાથ જોડી, મસ્તક પર અંજલિ કરી મહાબલ રાજાને જ્ય, વિજય શબ્દોથી વધામણી આપે છે. વધામણી દઈને મહાથે મહાઈ યાવતુ રાજાને યોગ્ય ભેટ અર્પણ કરે છે. ત્યાર બાદ મહાબલ રાજા અગ્નિસેને આપેલી તે ભેટને સ્વીકારીને તેને સત્કારસમ્માનપૂર્વક પોતાની પાસેથી વિદાય કરીને તેને રહેવા માટે કૂટકારશાળામાં સ્થાન આપે છે. ત્યાર બાદ અભગ્નસેન ચોર સેનાપતિ મહાબલ રાજા દ્વારા સત્કારપૂર્વક જુદા પડીને કુટાકાર શાળામાં જાય છે અને ત્યાં નિવાસ કરે છે. અહીં મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે - તમે લોકો પુષ્કળ અશનાદિક સામગ્રી તૈયાર કરાવો અને તે અશનાદિક સામગ્રી પાંચ પ્રકારની મદિરા ઓ, તેમજ અનેક પ્રકારના પુષ્પો, માળાઓ અને અલંકારો કૂટાકારશાળામાં અભગ્ન સેન ચોર સેનાપતિની સેવામાં પહોંચાડવાની છે. અગ્નિસેન ચોર સેનાપતિ જ્ઞાના દિથી નિવૃત્ત થઈ, સમસ્ત આભૂષણો પહેરીને પોતાને ઘણાં મિત્રો અને જ્ઞાતિજનો સાથે તે વિપુલ અશનાદિક તથા પાંચ પ્રકારની મદિરા આદિનું સારી રીતે આસ્વાદન વિસ્વાદન આદિ કરતો પ્રમત્ત થઈને વિચરવા લાગ્યો. ત્યારબાદ અભગ્નસેનને સત્કાર પૂર્વક કૂટાકારશાળામાં રોક્યા બાદ મહાબલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે ભદ્ર પુરુષો ! તમે લોકો જાઓ, જઈને, પરિમતાલ નગરના દરવાજાઓ બંધ કરી દો અને ચોરપલ્લીના ચોર સેનાપતિને જીવતો જ પકડી લ્યો અને પકડીને મારી સામે તેને ઉપસ્થિત કરો. ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષોએ ચોર સેનાપતિને જીવતો જ પકડીને મહાબલ રાજાની સામે ઉપસ્થિત કર્યો. મહાબલ રાજાએ અગ્નિસૈન ચોર સેના પતિને પૂર્વવત્ મારવામાં આવે એવી આજ્ઞા આપી. હે ગૌતમ ! આ રીતે તે ચોરસેનાપતિ અભગ્નસેન પૂવોપાર્જિત પુરાતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org