________________ 246 અનુત્તરોવવાહય દસાઓ - 31/10 તપ જનિત રૂપ લાવણ્યથી એવી જણાતી હતી કે તુવેરની શીંગ, મગની શીંગ કોમળ હોય ત્યારે જ તોડીને તડકામાં રાખવામાં આવી હોય અને કરમાઈ ગઈ હોય તેવા પ્રકારે તેમના પગની આંગળીઓ સુકાઈ ગઈ હતી યાવતું લોહી માંસ રહિત બની ગઈ હતી. તે ધન્ના અણગારની જંઘાઓ એવી થઈ ગઈ હતી જાણે કે કાગની જંઘા હોય. કંક પક્ષીની જેવા હોય, ઢેક પક્ષીની જંઘા હોય યાવતું લોહી અને માંસરહિત થઈ ગઈ હતી. પન્ના અણગારના પગના જાનું એવા થઈ ગયા હતા કે જાણે કાગની ઘૂંટણ, મોરની ઢીંચણ, ઢંક પક્ષીના ઢીંચણ ન હોય ! યાવતું લોહી અને માંસ રહ્યો ન હતો. તે ધન્ના અણગારના ઉચ્ચભાગ એવા થઈ ગયા હતા જાણે કે પ્રિયંગુ વૃક્ષની શાખાને, બોરડીના વૃક્ષની શાખાને, સાંગરી વૃક્ષની શાખાને તે કોમળ હોય ત્યારે જ કાપી નાખવામાં આવેલ હોય અને તડકામાં સૂકવવામાં આવેલ હોય અને સૂકાઈ જવાથી કશ થઈ ગયા હોય ધન્ના અણગારની કમરનો ભાગ ઊંટના પગ જેવો, વૃદ્ધ બળદના પગ જેવો, ભેંસને પગ જેવો યાવતુ લોહી અને માંસથી રહિત થઈ ગયો હતો. ધન્ના અણગારનો ઉદરનો ભાગ એવો થઈ ગયો હતો જેમ સૂકાઈ ગયેલા ચામડીની મશક હોય, ચણાદિ મૂંજવાનું ભાન હોય અથવા કાષ્ટની કથરોટ હોય. ધન્ના અણગારની પાંસળીયો તારૂપ લાવણ્યથી એવી બની ગઈ હતી કે વાંસનો કરંડીયો હોય, વાંસની ટોપલી અને વાંસના પાસા હોય, વાંસનો સુંડલો હોય ધન્ના અણગારની પીઠનો ભાગ તરરૂપ લાવણ્યથી એવો બની ગયો હતો જાણે કે વાંસની પટી હોય, સૂકાયેલ ભ્રષ્નાહારવાળા પાનની પંક્તિ હોય. ધન્ના અણગારનું વક્ષસ્થળ એવું બની ગયું હતું જાણે કે વાંસની ચટાઈ હોય, વાંસનો પંખો હોય, તાડનો પંખો ધન્ના અણગારની બાહુ એવી બની ગઈ હતી જાણે કે શમીવૃક્ષની શીંગ, ડાંભાની શીંગ, અગથીયાની શીંગ હોય. ધન્ના અણગારના હાથ એવા બની ગયા હતા જાણે કે સૂકાયેલું છાણું હોય, સૂકાયેલ વટવૃક્ષના પાન હોય, પલાશના સૂકાયેલા પાન હોય યાવત્ તે લોહી અને માંસથી રહિત બની ગયા. ધન્ના અણગારના હાથની આંગળીઓ એવી બની ગઈ હતી જાણે કે તુવેરની શીંગને મગની શીંગને, અડદની શીંગને, તે જ્યારે કોમલ હોય ત્યારે જ કાપીને તડકે સૂકવવામાં આવે અને જેમ કરમાઈ જાય. ધન્ના અણગારની ગરદન એવી થઈ ગઈ હતી જાણે કે માટીના નાના ઘડાની ડોક હોય કુંડિકાની ડોક હોય, ઊંચી ગરદનવાળા ભજન હોય પાવતુ લોહી અને માંસથી રહિત બની ગઈ હતી. ધન્ના અણગારની દાઢી એવી થઈ ગઈ હતી જાણે કે સૂકાયેલું તુંબફળ હોય, બહુક નામક વનસ્પતિનું ફળ હોય અથવા આમ્બાની ગોઠલી ધશા અણગારના હોઠ એવા બની ગયા હતા જાણે કે સૂકાયેલ જલોક હોય, શ્લેષની ગુટિકા હોય અથવા અલક્તક ની ગુટિકા હોય ધન્ના અણગારની જીભ વટવૃક્ષના પાન જેવી પલાશ ના પાન જેવી અને સાગના પાન જેવી બની ગઈ હતી. ધન્ના અણગારની નાસિકા એવી બની ગઈ હતી જાણે, કે કેરીની ફાંક હોય. અંબાડગની ફાંક હોય, બીજોરાની ચીર હોય. ધન્ના અણગારની આંખો એવી બની ગઈ હતી જાણે કે વીણાનું છિદ્ર હોય, વદ્દીકનામક વાદ્યનું છિદ્ર હોય અથવા જાણે કે પ્રાતઃકાળના તારા હોય ધન્ના આણગારના કાન એવા થઈ ગયા હતા જાણે કે મૂળાની છાલ હોય, ચીભડાની છાલ હોય, અથવા કારેલાની છાલ હોય, ધન્ના અણગારનું શીર્ષ એવું બની ગયું હતું જાણે કે કોમળ તુમ્બડાનું ફળ કોમળ બટાટા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org