________________ વર્ગ-૧, અધ્યયન-૧ 25 મતિ પ્રાપ્ત થાય તો હું જીવનપર્યત નિરંતર છ-છઠ્ઠ કરી, છઠ્ઠના પારણે આયમ્બિલ કરવા અને તપકર્મથી આત્માને ભાવિત કરતા વિચરવા ઈચ્છું છું. છઠ્ઠ-છ પારણામાં આયમ્બિલમાં લુખો સૂકો આહાર ગ્રહણ કરવા કહ્યું. તે પણ ભોજનથી લિપ્ત હાથથી દીધેલ જ આહાર કહ્યું તે પણ ઘરના પ્રત્યેક સભ્યોના જમ્યા બાદ વધેલો, નાંખી દેવો જેવો આહાર લેવો મને કહ્યું અને તેમાં પણ તેવો આહાર કહ્યું જેને અનેક શ્રમણો, બ્રાહ્મણો, કૃપણો, અતિથિઓ અને ભિક્ષાચરો પણ ગ્રહણ કરવાની ઈચ્છા ન કરે એવો તુચ્છ આહાર ગ્રહણ કરવો મને કહ્યું. આ પ્રમાણે ધન્ના અણગારે પોતાની ઈચ્છા ભગવાન પાસે વ્યક્ત કરી ત્યારે ભગવાન કહે છે- અહો દેવાનુપ્રિય! તમોને સુખ ઊપજે તેમ કરો પણ પ્રમાદ ન કરો. ત્યાર બાદ ધન્ના અણગાર શ્રમણ ભગવાન મહાવીરની અનુમતિ પ્રાપ્ત કરી હર્ષિત થયા, સંતુષ્ટ થયા યાવતું નિરંતર આજીવન છઠ્ઠ-છઠ્ઠ કરતાં થકા અને તપ કર્મ વડે આત્માને ભાવિત કરતા થકા વિચારવા લાગ્યા. ધન્ના અણગાર પ્રથમ છઠ્ઠના પારણાના દિવસે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે છે. બીજે પ્રહોરે ધ્યાન ધરે છે અને ત્રીજી પોરસીએ ગૌતમસ્વામીની જેમ ગોચરી માટે ભગવાનને પૂછે છે. પૂછીને કાકંદી નગરમાં આવે છે. ત્યાં આવીને ઊંચ, નીચ અને મધ્યમ કુલોમાં ભિક્ષાર્થે પરિભ્રમણ કરે છે. લુખો સૂકો યાવતું અન્ય કોઈ જેને ન ઈચ્છે તેવા આહાર માટે પરિભ્રમણ કરે છે. ભિક્ષા માટે અટન કરતાં ધન્ન અણગારે પોતાની ઉદ્યમવાળી ઉત્કૃષ્ટ યત્નાવાળી, એષણાના કારણે ક્યારેક આહાર મળે તો પાણી ન મળતું અને પાણી મળતું તો આહાર ન મળતો. એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધન્ના અણગાર દીન થતા નહિ, ઉદાસ થતા નહિ, ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન થવા દેવા નહિ. દિનપણથી રહિત, વિમનસ્કતા રહિત, આ કુળતા વ્યાકુળતા રહિત, નિરંતર સમાધિમાં લીન રહેતા તે અણગાર પ્રાપ્ત યોગમાં યતના કરનાર, અપ્રાપ્ત યોગ માટે ઉદ્યમ કરનાર, મન અને ઈન્દ્રિયોનો સંયમ કરનાર હતા. જેટલું પર્યાપ્ત હોય તેટલું જ ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરીને કાકંદી નગરી માંથી નીકળે છે. નીકળીને જ્યાં ભગવાન છે ત્યાં આવે છે. વાવતુ ગૌતમ સ્વામીની જેમ ગોચરી દેખાડે છે. ત્યાર બાદ તે ધન્ના અણગાર ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા પ્રાપ્ત થવા પર મૂચ્છથી રહિત, રાગદ્વેષથી રહિત, જેવી રીતે સર્પ બીલમાં પ્રવેશ કરે તે પ્રમાણે મમત્વ રહિત આહાર કરે છે. આહાર કરીને સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા થકા વિચરે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અન્યદા કોઈ સમયે કાકંદી નગરીના સહસ્ત્રાભવન ઉદ્યાનમાંથી નીકળે છે. નીકળીને જનપદોમાં વિચરવા લાગે છે. ત્યાર પછી તે ધન્ના અણગારને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તથારૂપ સ્થવિર ભગ વિંતો પાસેથી સામાયિકથી લઈ અગિયાર અંગોનું અધ્યયન કરે છે. ત્યાર પછી તે ધન્ના અણગાર એવી ઉદાર-પ્રધાન તપશ્ચયના કારણે સ્કન્ધક અણગારની જેમ સૂકાઈ ગયાકૃશ થઈ ગયા પણ ઉદાર તપની તેજથી હવનની અગ્નિની સમાન દેદીપ્યમાન થઈ ગયા ધન્ના અણગારના પગ તપના પ્રભાવથી એવા થઈ ગયા હતા જાણે કે વૃક્ષની છાલ હોય. લાકડાની પાવડી હોય અથવા જીર્ણ થયેલ ઉપાનહ હોય, એ પ્રમાણે ધન્ના અણ ગારના પગ સૂકાઈ ગયા હાડકાથી, ચામડીથી અને નસોથી ઓળખાઈ શકતા હતા, પરતુ લોહી કે માંસથી ઓળખાઈ શકતા ન હતા.ધન્ના અણગારના પગની આંગળીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org