________________ 238 અંતગડદસાઓ- ૮૪પ૩ ચાર પરિપાટીઓનો સમય છ વર્ષ બે મહિના અને 12 દિવસ છે બાકીનું વર્ણન જેમ કાલીદેવીનું છે તે પ્રમાણે સમજી લેવું. અંતે કૃષ્ણદેવીએ સંલેખનાની આરાધના કરીને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું. વર્ગ ૮-અધ્યયનઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-૮-અધ્યયનઃપ-સુષ્મા) પિ૪]એજ પ્રમાણે સુકણાદેવીનું જીવન પણ સમજી લેવું જોઈએ. તેમાં વિશેહતા એટલી છે કે સુકૃષ્ણા દેવીએ “સપ્ત સમિકા” નામક ભિક્ષુ પ્રતિમાની આરાધના કરી હતી. તે આ પ્રમાણે પહેલા અઠવાડિયામાં એક દત્તિ ભોજનની અને એક દત્તિ. પાણી ગ્રહણ કરાય. બીજા સપ્તાહમાં બે દત્તિ ત્રીજા માં ત્રણ-ત્રણ અને ચોથામાં ચાર ચાર દત્તિ. પાંચમાં માં પાંચ-પાંચ દત્ત, છઠ્ઠામાં છ-છ દત્તિઓ અને સાતમાં સાત-સાત દત્તિઓ ભોજન અને પાણીની લેવાય છે. આ પ્રમાણે આ “સખસમમિકા” નામની ભિક્ષપ્રતિમાની આરાધનામાં 49 દિવસ અને રાત લાગે છે. આમાં 196 ભિક્ષાઓ ગ્રહણ કરાય છે. મહાસતી સુકૃષ્ણાએ સૂત્રોક્ત વિધિ પ્રમાણે “સપ્તસમમિકા” ભિક્ષુ પ્રતિમાની આરાધના કરી. પછી તે આય ચંદનાજી પાસે આવે છે. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે હે આર્યો ! જો આપ અનુમતિ આપો તો હું “અષ્ટઅષ્ટમિકા" નામની ભિક્ષુ પ્રતિમાની આરાધના કરવા ઈચ્છું છું. આ ચંદનાજીએ કહ્યું-ભદ્રે ! જેમ તમને સુખ ઊપડે તેમ કરો. વિલંબ ન કરો.આય સુકણા દેવી અષ્ટઅષ્ટમિકા નામની ભિક્ષ, પ્રતિમાને ધારણ કરીને સમય વીતાવવા લાગી. પહેલા આઠ દિવસોમાં એક દત્તિ ભોજનની અને એક પાણીની ગ્રહણ કરી. બીજા આઠ દિવસોમાં બે-બે દિત ભોજન પાણીની ગ્રહણ કરી. આ પ્રમાણે ક્રમથી આઠમામાં આઠ-આઠ, ભોજન-પાણીની દતિઓ ગ્રહણ કરી, આ અષ્ટમસ્ટમિકા ભિક્ષપ્રતિમાની આરાધનામાં 64 દિવસ લાગ્યા અને 288 ભિક્ષા ગ્રહણ કરી. આ ભિક્ષપ્રતિમાની સૂત્રોક્ત આરાધના કરીને સુકણાએ “નવનવામિકા” નામની ભિક્ષુ પ્રતિમા શરૂ કરી. તેમાં પ્રથમ નવ દિવસોમાં દરરોજ એક દત્તિ ભોજનની અને પાણીની ગ્રહણ કરી. આ પ્રમાણે ક્રમથી બીજા નવ દિવસોમાં બે-બે દક્તિ ભોનજ-પાણીની લીધી, ત્રીજામાં ત્રણ-ત્રણ, ચોથા નવ દિવસોમાં ચાર-ચાર, આ પ્રમાણે અનુક્રમે નવમા નવા દિવસોમાં નવ-નવ દત્તિઓ ભોજન-પાણીની ગ્રહણ કરી. આ નવનવામિકા ભિક્ષપ્રતિમા 81 દિવસમાં પૂર્ણ થાય. તેમાં 405 ભિક્ષા ગ્રહણ કરે. સૂત્રોક્તવિધિ અનુ સાર નવ નવમિકા ભિક્ષુ-પ્રતિમાની આરાધના કરીને સુકૃષ્ણા દેવીએ “દશ દશમિકા” નામની ભિક્ષ-પ્રતિમાની આરાધના શરૂ કરી. તેમાં પહેલા દશ દિવસોમાં એક દત્તિ ભોજનની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરે, આ પ્રમાણે દક્તિ વધારતાં દશમા દશકમાં દશ-દશ દત્તિઓ ભોજન અને પાણીની ગ્રહણ કરાય છે. દશ દશમિકા ભિક્ષપ્રતિમામાં 100 રાત્રિ-દિવસ લાગે છે. આમાં પપ૦ ભિક્ષાઓ અને 1100 દત્તિઓ ગ્રહણ કરાય છે. સુકૃષ્ણાએ ચતુર્થ ભક્ત, ષષ્ટભક્ત, અષ્ટમ ભક્તિથી લઈ યાવત્ 15 દિવસના અને એક મહિનાના ઉપવાસ કર્યો. તે સિવાય બીજી અનેક પ્રકારની તપસ્યાથી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org