________________ અધ્યયન-૭ 201 ભગવાન મહાવીરને આ પ્રમાણે કહ્યુંઃ ભગવન્! આ પૂર્વે માટી હતી, ત્યાર પછી તે પાણી વડે આર્ટ કરાય છે રાખ અને છાણ વડે એકત્ર મેળવાય છે, મેળવીને ચક્ર ઉપર ચઢાવાય છે, ત્યાર પછી ઘણા કરકો યાવતુ ઉર્િકાબનાવાય છે. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે. આજીવિકોપાસક સદાલપુત્રને આ પ્રમાણે કહ્યુંઃ ત પાત્ર ઉત્થાનાદિ વડે કરાય છે કે તે સિવાય ? ભગવનુ ઉત્થાન સિવાય, યાવતુ પરાક્રમ સિવાય કરાય છે. સર્વભાવો નિયત છે. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આ પ્રમાણે કહ્યુંઃ સકડાલપુત્ર! જો કોઈ પુરુષ તારા વાયુથી સુકાયેલાં અને પાકેલાં કુંભારનાં પાત્રોને હરી જાય, જ્યાં-ત્યાં ફેંકી દે, ફોડી નાખે, બળાત્કારે લે, બહાર મૂકી દે, અથવા તારી સ્ત્રી અગ્નિમિત્રો સાથે વિપુલ ભોગો ભોગવતો વિહરે તો તું તે પુરુષને શું શિક્ષા કરે? ભગવન્! હું તે પુરુષનો આક્રોશ કરું, હણું, બાંધું, મારું, તર્જના કરું, તાડના કરું, તેનું બધું ખૂંચવી લઉં, અને તેનો તિરસ્કાર કરું, તથા એને અકાળેજ જીવનથી રહિત કરું સદાલપુત્રા જો ઉત્થાન નથી, યાવત્ પરાક્રમ નથી અને સર્વ ભાવો નિયત છે તો કોઈ પુરુષ તારા વાયુથી સુકાયેલા અને પાકાં કુંભારનાં પાત્રોને હરણ કરતું નથી, યાવતું બહાર લઈને મૂકતું નથી અને તારી અગ્નિમિત્રા ભાઈ સાથે વિપુલ ભોગો ભોગવતું નથી, તથા તું તે પુરુષને આક્રોશ કરતો નથી, હણતો નથી યાવતું અકાળે જીવનથી મુક્ત કરતો નથી, અને જો તારાં વાયુથી સુકાયેલાં પાત્રોને કોઈ પુરુષ હરી જાય યાવતુ બહાર મૂકી દે તથા અગ્નિમિત્રાની સાથે વિપુલ ભોગો ભોગવતો વિહરે અને તું તે પુરુષને આક્રોશ કરે યાવતુ જીવનથી મુક્ત કરે તો તું જે કહે છે કે, ઉત્થાન નથી યાવતુ સર્વ ભાવો. નિયત છે, તે મિથ્યા છે. ભગવાનના આ કથનથી આજીવિકોપાસક સદ્દાલપુત્રને બોધ પ્રાપ્ત થઈ ગયો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. કહે છેઃ હે ભગવન્! હું તમારી પાસે ધર્મ શ્રવણ કરવાને ઈચ્છું છું. ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે તેને તથા મોટી પરિષદને યાવતુ ધર્મદેશના કરી. પિીત્યાર બાદ આજીવિકોપાસક સંકડાલપુત્રે શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત, પ્રસન્ન અને સંતુષ્ટ ચિત્તવાળો થઈ આનંદની પેઠે ગૃહસ્થ ધર્મનો અંગીકાર કર્યો. પરંતુ આનંદની વક્તવ્યતાથી અંતર આ છે કે સકડા લપુત્રે એક હિરણ્યકોટિ નિધાનમાં એક હિરણ્યકોટિ વ્યાજે અને એક હિરણ્યકોટિ ધનધાન્યાદિના વિસ્તારમાં રાખેલી હતી. તેને ત્યાં દસ હજાર ગાયોનું એક વ્રજ હતું. તે પછી સકલાલપુત્ર યાવતું શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને જ્યાં પોલાશપુર નામક નગર છે ત્યાં આવે છે, આવીને તેણે અગ્નિ મિત્રા ભાયને આ પ્રમાણે કહ્યુંઃ દેવાનુપ્રિયે! શ્રમણ ભગવાન મહાવીર પધારેલા છે તે માટે તું જા અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર યાવતુ તેમની પર્યાપાસના કર. તથા શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો ગૃહસ્થધર્મ અંગીકાર કર. ત્યાર પછી તે અગ્નિમિત્રા ભાયા શ્રમણોપાસક સકડાલ પુત્રના એ અને તહત્તિ આ પ્રમાણે કહી વિનયપૂર્વક સ્વીકારે છે. તત્પાશ્ચાતુ શ્રમણોપાસક મકડાલપુત્ર કૌટુમ્બિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તે આ પ્રમાણે કહે છેઃ હે દેવાનુપ્રિયો! ધર્મક્રિયા યોગ્ય રથને ઉપસ્થિત કરો. એ રથમાં શીઘગામી બળદ જોડાયેલાં હોવા જોઈએ. બળદોની ખરી અને પૂંછડું સરખું હોવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org