________________ નાયાધમ્મ કહાઓ- 1-898 ત્યાર પછી મલ્લિ અરિહંતે પ્રતિદિન પ્રાતઃકાળથી આરંભીને મગધ દેશના પ્રાત રાશના સમય સુધી ઘણાં સનાથો,અનાથો, પથિકોં-નિરંતરમાર્ગપર ચાલનારા પથિકો, રાહગીરો અથવા કોઈના દ્વારા કોઈ પ્રયોજનથી મોકલેલ પુરુષો, કરોટિકો વિશેષો” ને પૂરા એક કરોડ અને આઠ લાખ સુવર્ણ મહોર દાનમાં દેવાનો આરંભ કર્યો. ત્યાર પછી કુંભ રાજાએ મિથિલા રાજધાનીમાં વિભિન્ન મહોલ્લાઓ યા ઉપનગરોમાં, મહામાર્ગોમાં તથા અન્ય એક સ્થાનોમાં, દેશ દેશનાં સ્થાનોમાં ઘણીજ ભોજનશાળાઓ બનાવી. તે ભોજનશાળાઓમાં ઘણા મનુષ્યો, જેને ભૂતિ, ભક્ત વેતન દેવામાં આવે છે, વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન બનાવે છે. બનાવીને જે લોકો જેમ જેમ આવતા જતા હતા જેમકે પથિક પથિક કરોટિક કાર્પેટિક પાખંડી અથવા ગૃહસ્થ, તેઓને આશ્વાસન આપીને, વિશ્રામ આપીને અને સુખદ આસન પર બેસાડીને વિપુલ અશ નાદિ, પીરસવામાં આવતા. તે મનુષ્યો ત્યાં ભોજન આદિ આપતા હતા. ત્યાર પછી મિથિલા રાજધાનીમાં શૃંગાટક, ત્રિક આદિ માગમાં ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, હે દેવાનુપ્રિયો! કુંભ રાજાના ભવનમાં સર્વકામ ગુણિત મનોવાંછિત રસ પર્યાયવાળા તથા ઈચ્છાનુસાર આપવામાં આવતા વિપુલ, આહાર ઘણા શ્રમણો આદિને યાવતું પીરસવામાં આવે છે. [9] વૈમાનિક, ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવો તથા નરેન્દ્રો અથતિ ચક્રવર્તી રાજાઓ દ્વારા પૂજિત તીર્થકરોની દીક્ષાના અવસર પર વરવારિકાની ઘોષણા કરવામાં આવે છે. અને યાચકાને ઇચ્છાનુસાર દાન આપવામાં આવે છે. [૧૦ત્યાર પછી અરિહંત મલ્લીએ ત્રણસો કરોડ અયાસી કરોડ અને એસી લાખ જેટલી અર્થ-સંપત્તિ દાન દઈને હું દીક્ષા ગ્રહણ કરે એવો મનમાં નિશ્ચય કર્યો.” [11] તે કાળ અને તે સમયમાં લૌકાંતિક દેવ બ્રહ્મલોક નામક પાંચમા સ્વર્ગમાં, અરિષ્ટવિમાનના પાથડામાં પોત-પોતાના વિમાનથી, પોત-પોતાના ઉત્તમ પ્રસાદોથી, પ્રત્યેક-પ્રત્યેક ચારચાર હજાર સામાનિક દેવોથી, ત્રણ-ત્રણ પરિ પદથી, સાત-સાત અનીકોથી, સાત સાત અનિકાધિપતિઓથી, સોળસોળ હજાર આત્મરક્ષક દેવોથી તથા અન્ય અનેક લોકાંતિક દેવોથી યુક્ત થઈને ખુબ જોરથી બનાવેલ નૃત્ય-ગીતના વાદ્યોના યાવતું શબ્દોને માણતા વિચારી રહ્યા હતાં. તે લોકાંતિક દેવોના નામ આ પ્રમાણે છે [102] સારસ્વત. આદિત્ય, વહિ, વરુણ, ગઈતોય, દુષિત, અવ્યાબાધ, આગ્નેય અનેરિષ્ટ. 103] ત્યાર પછી તે લોકાંતિક દેવોમાંથી પ્રત્યેકનું આસન ચલાયમાન થયું. ઈત્યાદિ તે પ્રમાણે જાણવું. યાવતું દીક્ષા લેવાની ઈચ્છા કરનાર તીર્થકરોને સંબોધન કરવું તેથી અમે જઈએ તેઓ દિશામાં જઈને વૈક્રિય સમુદ્રઘાતથી વિમુર્વણા કરી. સમુદ્રઘાત કરીને સંખ્યાત યોજના ઉલ્લંઘન કરીને જ્યાં મલ્લી નામક અરિહંત હતા ત્યાં આવ્યા આવીને આકાશમાં અદ્ધર સ્થિત રહેલા ઘુંઘરુઓના શબ્દો સહિત યાવતું શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરીને બંને હાથ જોડીને ઈષ્ટ યાવતું વાણીથી આ પ્રમાણે બોલ્યાઃ- હે લોકનાથ! હે ભગવંત ! બોધ પામો ધર્મતીર્થની પ્રવૃત્તિ કરો. તે ધર્મતીર્થ જીવોનો માટે હિતકારી સુખકારી અને નિશ્ચય સકારી થશે “આ પ્રમાણે કહીને અરિહંત મલ્લીને વંદના કરી. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org