________________ નાયાઘમ્માઓ-૨-૮૯૭ પોતાના ઉત્તરીય વસ્ત્રથી મુખ ઢાંકીને યાવતું મોઢું ફેરવીને ઉભા છો ?' ત્યાર પછી વિદેહરાવરકન્યા મલ્લીઓ તે જિતશત્રુ આદિ રાજાઓને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આ સુવર્ણમયી યાવતુ પ્રતિમામાં પ્રતિદિન મનોશ અશન પાન ખાદિમઅને સ્વાદિમ આહારમાંથી એક એક એક પિંડ નાંખતા નાંખતા આ અશુભ પદુગલોનું પરિણમન થયું છે. તો આ ઔધરિક શરીર તો કફને. પિત્તને શુક્ર, શોણીત અને મેદને ઝરાવનાર છે. ખરાબ ઉચ્છવાસ અને વિશ્વાસને કાઢનાર છે. અમનોજ્ઞ મૂત્ર અને દુર્ગધિત મળથી પરિપૂર્ણ છે. સડવું પડતું નષ્ટ થવું તેનો સ્વભાવ છે. તો તેનું પરિણમન કેવું હશે? તેથી હે દેવાનુપ્રિયો ! આપ મનુષ્ય સંબંધી કામભોગોમાં રાગ ન કરે, ગૃદ્ધિ ન કરો, મોહ ન કરો અને અત્યંત આસક્ત ન થાઓ.” મલ્લી કુમારીએ પૂર્વભવનું સ્મરણ કરાવતાં આગળ કહ્યું- આ પ્રમાણે ! હે દેવાનુપ્રિયો ! તમે અને હું આની. પહેલાના ત્રીજા ભવમાં પશ્ચિમ મહાવિદેહ વર્ષમાં સલિલાવતી વિજયમાં વીતશોકા નામક રાજધાનીમાં મહાબલ આદિ સાતે મિત્ર રાજા હતા. આપણે બધા સાથે જમ્યા હતા યાવતુ દીક્ષિત થયા હતા.” હે દેવાનું પ્રિયો ! તે સમયે આ કારણથી મેં સ્ત્રીનામગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું હતું. ત્યાર પછી હે દેવાનુપ્રિયો ! તમે કાળ માસમાં કાળ કરીને જયન્ત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તમારી કંઈક ન્યૂન બત્રીસ સાગરોપમની સ્થિતિ હતી. ત્યાર પછી તમે તે દેવલોકથી અનંતર શરીર ત્યાગ કરીને આ જંબૂદ્વીપ નામક દ્વિીપમાં ઉત્પન્ન થયા વાવતુ પોત-પોતાના રાજ્ય પ્રાપ્ત કરીને વિચારી રહ્યો છો. ત્યાર પછી હું તે દેવલો- કથી આયુનો ક્ષય થવાથી કન્યાના રૂપમાં જન્મી છું.” [4] તમે તે ભૂલી ગયા? જે સમયે હે દેવાનુપ્રિયો ! તમે જયન્ત નામના અનું ત્તર વિમાનમાં વાસ કરતા હતા ત્યાં કહેતા થકી આપણે એક બીજાને પ્રતિબોધ દેવો જોઈએ’ એવો પરસ્પરમાં સંકેત કર્યો હતો. તો તમે તે દેવભવનું સ્મરણ કરો.” [95 ત્યાર પછી વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લી પાસેથી આ પૂર્વભવનો વૃત્તાન્ત સાંભળી અને દ્ધયમાં ધારણ કરવાથી શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસા, વિશુદ્ધ થતી લેગ્યાઓ અને જાતિસ્મરણને આચ્છાદિત કરનાર કર્મના ક્ષયોપશમના કારણે ઈહા અપોહ કરવાથી જિતશત્રુ પ્રભૂતિ છએ રાજાઓને એવું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે જેથી તે સંજ્ઞી અવસ્થાના પોતાના ભવ જોઈ શકે. આ જ્ઞાનના ઉત્પન્ન થવા પર મલ્લી કુમારી દ્વારા કથિત અર્થને તેઓએ સમ્યક પ્રકારે જાણી લીધો. ત્યાર પછી મલ્લી અરિહંતે ગર્ભગૃહના દ્વાર ખોલાવી નાંખ્યા. ત્યારે જિતશત્રુ આદિ છએ રાજાઓ મલ્લી અરિહંતની પાસે આવ્યા. આ સમયે પૂિર્વ ભવના] મહાબલ આદિ સાતેય બાલ મિત્રોનું મિલન થયું. ત્યાર પછી અરિહંત મલ્લીએ તિશત્રુ આદિ છએ રાજાઓને કહ્યુંદેવાનુપ્રિયો ! આ પ્રમાણે નિશ્ચિત રૂપથી હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલ છું. યાવતુ પ્રવ્રજ્યા અંગી કાર કરવા ઇચ્છું છું. તો તમે શું કરશો? કેમ રહેશો? આપના દ્ધયનું સામર્થ્ય કેવું છે ? ત્યાર પછી જિતશત્ર આદિ છએ રાજાઓએ મલ્લી અરિહંતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! અગર આપ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને યાવતુ દીક્ષા લેતા હો તો તે દેવાનુપ્રિયે ! અમારા માટે બીજુ શું આલંબન, આધાર કે પ્રતિબંધ છે? જેમ આપ આ ભવથી પૂર્વના ત્રીજા ભવમાં ઘણાંજ કાર્યોમાં મેઢીભૂત, પ્રમાણભૂત અને ધર્મની ઘુરાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org