________________ 88 નાયાધમ્મકહાઓ-૧-૮૮૮ કરી. અંગીકાર કરીને વિદેહની ઉત્તમ રાજકુમારી મલીને બોલાવી. બોલાવીને તે દિવ્ય કંડલયુગલ વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલીને પહેરાવીને તેને વિદાય કરી. ત્યાર પછી તે કુંભ રાજાએ તે અહંન્નક આદિ યાવતુ વણિકોના વિપુલ અશન, પાન આદિથી તથા વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારથી સત્કાર કર્યો. તેનું શુલ્ક માફ કરી દીધું. રાજમાર્ગની , મધ્યમાં તેમને ઉતારો આપ્યો અને પછી વિદાય કર્યો. ત્યાર પછી તે અહંન્નક આદિ સાંયાત્રિક વણિક, જ્યાં રાજમાર્ગના મધ્યમાં આવાસ હતો, ત્યાં આવ્યા. આવીને ભાંડનો વ્યાપાર કરવા લાગ્યા. વ્યાપાર કરીને તેઓએ પ્રતિ ભાંડ લીધું. તેઓએ ગાડા-ગાડી ભર્યો. ભરીને જ્યાં ગંભીર પોતપટ્ટન હતું ત્યાં આવ્યા. આવીને પોતવહન તૈયાર કરીને તેમાં બધો માલ ભર્યો. ભરીને દક્ષિણ દિશાના અનુકૂળ વાયુના કારણે જ્યાં ચંપા નગરીનું પોતસ્થાન હતું ત્યાં આવ્યા. આવીને પોતને રોકીને ગાડી-ગાડી ઠીક કર્યો. ચાર પ્રકારનો સોદો તેમાં ભર્યો. ભરીને લાવતુ મોટી ભેટ અને દિવ્ય કુંડલયુગલ ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં અંગરાજ ચંદ્રચ્છાયા હતા, ત્યાં આવ્યા. આવીને તે મોટી ભેટ યાવતુ રાજાની સામે રાખી. ત્યાર પછી ચંદ્રછાય અંગરાજાએ તે દિવ્ય તેમજ મહાઈ કુંડલયુગલ આદિનો સ્વીકાર કર્યો. તે અહંન્નક આદિને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! આપ ઘણાં ગ્રામો, આકરો આદિમાં ભ્રમણ કરો છો તથા વારંવાર લવણ સમુદ્રમાં જહાજ દ્વારા પ્રવેશ કરો છો તો આપે કોઈ જગ્યાએ કોઇ પણ આશ્ચર્ય જોયું છે ? ત્યારે અહંન્નકે કહ્યું - હે સ્વામિનું! અમે અહંન્નક આદિ ઘણા સાંયાત્રિક નૌકાવણિકો આ ચંપા નગરીમાં નિવાસ કરીએ છીએ. એકવાર કોઈ સમયે અમે યાવતુ કુંભ રાજાની પાસે પહોંચ્યા અને ભેટ તેમની સામે રાખી. તે સમયે કુંભ રાજાએ મલ્લી નામક વિદેહરાની શ્રેષ્ઠ કન્યાને તે દિવ્ય કુંડલયુગલ પહેરાવ્યા. પહેરાવીને તેને વિદાય કરી દીધી.તો હે સ્વામિનું ! અમે કુંભ રાજાના ભવનમાં વિદેહ રાજાના શ્રેષ્ઠ કન્યા મલ્લી આશ્ચર્ય રૂપમાં જોયેલ છે. ત્યાર પછી ચંદ્રચ્છાય રાજાએ અહંન્નક આદિનો સત્કાર-સન્માન કર્યો. સત્કાર સન્માન કરીને વિદાય કર્યો. ત્યાર પછી ચંદ્રચ્છાયે દૂતને બોલાવીને કહ્યું - ઈત્યાદિ બધુ પહેલાની સમાનજ કહેવું. [8] તે કાલ અને તે સમયમાં કુણાલ નામક જનપદ હતું. તે જનપદમાં શ્રાવસ્તી નામની નગરી હતી. તેમાં કુણાલ દેશના અધિપતિ રૂમિ નામક રાજા હતા. તે રૂક્તિ રાજની પુત્રી અને ધારિણીદેવીની કૂખથી જન્મેલ સુબાહુ નામક કન્યા હતી. તેના હાથપગ આદિ બધા અવયવ સુંદર હતા. તે રૂપમાં, યૌવનમાં અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ શરીર વાળી હતી. તે સુબાહુ બાલિકાનો કોઈ સમયે ચાતુમાસિક સ્નાનને ઉત્સવ આવ્યો. તે કુણાલાધિપતિ રમિ રાજાએ સુબાહુ બાલિકા ! ચાતુમાંસિક સ્નાન નો ઉત્સવ આવેલો. જાણ્યો. કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને એ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! કાલે સુબાહુ બાલિકાને ચાતુમસિક સ્નાનનો ઉત્સવ થશે. તેથી તમે રાજમાર્ગની મધ્યમાં ચોકમાંજલ અને સ્થલમાં ઉત્પન્ન થનાર પાંચ વર્ષોના ફૂલો લાઓ. અને એક શ્રીદામા કાંડ લટકાવો ત્યાર પછી કુણાલાધિપતિ રુકિમ રાજાએ સુવર્ણકારોની શ્રેણીને બોલાવિી. બોલાવીને કહ્યું : “હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી રાજમાર્ગની મધ્યમાં, પુષ્પમંડપમાં વિવિધ પ્રકારના પંચરંગી ચાવલોથી નગરનું આલેખન કરો. તેની ઠીક મધ્ય ભાગમાં એક પાટ રાખો. ત્યાર પછી કુણાલાધિપતિ રુકિમ હાથીના શ્રેષ્ઠ સ્કંધ ઉપર આરૂઢ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org