________________ 78 નાયાધમ્મકહાઓ-૧-૧૮૭૬ પધાર્યા. પરિષદ વંદના કરવા નીકળી. મહાબલ રાજા પણ નીકળ્યો સ્થવિરમહારાજે ધર્મ કહ્યો. મહાબલ રાજાને ધર્મ શ્રવણ કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો. વિશેષ એ કે રાજાએ કહ્યું - હે દેવાનુપ્રિય! હું મારા છ બાલ મિત્રોને પૂછી લઉં અને બલભદ્ર કુમારને રાજ્યપર સ્થાપિત કરી દઉં.” આ પ્રમાણે કહીને તેણે છએ બાલ મિત્રોને પૂછ્યું. ત્યારે તે છએ બાલમિત્રો મહાબલ રાજાને કહેવા લાગ્યા “દેવાનુપ્રિય ! જો તમે પ્રવ્રજિત થાઓ છો તો અમારા માટે બીજું કોણ આધાર છે? યાવતુ અમે પણ દીક્ષિત થઈએ છીએ. ત્યાર પછી મહાબલ રાજાએ તે છએ મિત્રોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે મારી સાથે યાવતું. પ્રવ્રુજિત હો તો તમે જાઓ અને પોત પોતાના જ્યેષ્ઠ પુત્રને પોત પોતાના રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો અને પછી હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ પર આરુઢ થઇને અહીં પ્રગટ થાઓ.”મહાબલ રાજાએ છએ બાલમિત્રોને આવેલા જોયા. જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થયા. તેને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને કહ્યું - દેવાનુપ્રિયો ! જાઓ અને બલભદ્ર કુમારનો મહાનું રાજ્યાભિષેક કરો. ત્યાર પછી મહાબલ રાજાએ બલભદ્રકુમારની આજ્ઞા લીધી. પછી મહાબલરાજા છએ મિત્રોની સાથે હજાર પુરુષોદ્વારા વહન કરવા યોગ્ય શિબિકા પર આરૂઢ થઈને વીતશોકા નગરી માં જ્યાં ઈન્દ્રકુંભ ઉદ્યાન હતું અને જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યાં. આવીને તેઓએ સ્વયં પંચમુષ્ટિક લોચ કર્યો. લોચ કરીને યાવતું દિક્ષિત થયા. અગ્યાર અંગોનું અધ્યયન કરીને, ઘણાં ઉપવાસ બેલા, તેલા આદિ તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર કોઈ સમયે એકઠા થયા તે સમયે તેઓમાં પરસ્પર આ પ્રમાણે વાતચીત થઈ “હે દેવાનુપ્રિયો ! આપણે બધાને એક સાથેજ તપાકિયા ગ્રહણ કરીને વિચરવું ઉચિત છે. આ પ્રમાણે કહીને બધાએ તે વાત અંગીકાર કરીને અનેક ચતુર્થભક્ત આદિ યાવતું એક સરખી તપસ્યા કરતા વિચારવા લાગ્યા. ત્યાર પછી તે મહાબલ અણગારે આ કારણથી સ્ત્રીનામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું તેઓ મહાબલને છોડીને શેષ છ અણગાર જો ચતુર્થભક્ત ગ્રહણ કરીને વિચરે, તો તે મહાબલ અણગાર ષષ્ઠભક્ત ગ્રહણ કરીને વિચરે. અગર મહાબલના સિવાય છ અણગારો ષષ્ઠભક્ત અંગીકાર કરીને વિચરે તો મહાબલ અણગાર અષ્ટમભક્ત ગ્રહણ કરીને વિચરે. એ પ્રમાણે આ કારણોનું એકવાર અથવા વારંવાર સેવન કરવાથી તીર્થંકરનામગોત્ર કમનું પણ ઉપાર્જન તેમણે કરેલું. 7i7-79] અરિહંત સિદ્ધ પ્રવચન શ્રુતજ્ઞાન, ગુરુ-ધમોપદેશક સ્થવિર સાધુ બહુ શ્રત તપસ્વી, આ સાતે પ્રતિ વત્સલતા ધારણ કરવી ગુણોત્કીર્તન કરવું વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવો. દર્શન-સમ્યકત્વ અને જ્ઞાનાદિકનો વિનય કરવો. આવશ્યક કરવા, ઉત્તરગુણો અને મૂળગુણોનું નિરતિચાર પાલન કરવું. ક્ષણલવ પ્રમાણ કાળમાં પણ સંવેગ, ભાવના તેમજ ધ્યાનનું સેવન કરવું તપ કરવો. ત્યાગ વૈયાવચ્ચ કરવી. સમાધિ ઉપજાવવી. નવું નવું જ્ઞાન ગ્રહણ કરવું. શ્રુતની ભક્તિ કરવી અને પ્રવચનની પ્રભાવના કરવી, આ 20 કારણોથી જીવ તીર્થકરત્વની પ્રાપ્તિ કરે છે. [80) ત્યાર પછી મહાબલ આદિ સાતે અણગાર એક માસની પહેલી ભિક્ષ, પ્રતિમા અંગીકાર કરીને વિચરે છે. યાવતુ બારમી એક રાત્રિની ભિક્ષુ પ્રતિમા અંગીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org