________________ સુતસ્કંધ-૧, અધ્યયન-૧૯ 169 પ્રદાન કરનાર હતી. તે પુંડરીકિણી નગરીમાં ઉત્તર-પૂર્વના ભાગમાં નલિનીવન નામક ઉદ્યાન હતું. મહાપદ્મ નામનો રાજા હતો. પદ્માવતી દેવી તેની પટ્ટરાણી હતી. તેમના આત્મજ બે કુમારો હતા. તે આ પ્રમાણે પુંડરીક અને કંડરીક. તેઓ સુકુમાર હતા. તેમાં પુંડરીક યુવરાજ હતો. તે કાળ અને તે સમયમાં સ્થવિર મુનિનું આગમન થયું. મહાપા રાજા સ્થવિરોને વંદન કરવા નીકળ્યો. ધમપદેશ સાંભળ્યો. પુંડરીકને રાજ્ય પર સ્થાપિત કરીને તેણે દીક્ષા લીધી. હવે પુંડરીક રાજા બન્યો અને કંડરીક યુવરાજ થયો. મહાપદ્મ અણગારે ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું. ત્યાર પછી સ્થવિર મુનિ બહાર જનપદમાં વિચરવા લાગ્યા. મહાપ મુનિ ઘણાં વર્ષો સુધી સંયમ પાળીને યાવત્ સિદ્ધ થયા. [214] ત્યાર પછી એક વાર કોઈ સમયે પુનઃ સ્થવિરો પુંડરીકિણી રાજધાનીમાં નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પુંડરીક રાજા તેમને વંદન કરવા નીકળ્યો. કંડરીક પણ મહાજનના મુખથી સ્થવિરોના આગમનના સમાચાર સાંભળીને મહાબલ કુમારની જેમ નીકળ્યો. યાવત્ સ્થવિરોની ઉપાસના કરવા લાગ્યો. સ્થવિરોએ ધર્મનો ઉપદેશ આપ્યો. ધમોપદેશ સાંભળીને પુંડરીક શ્રમણોપાસક થયો વાવતુ પોતાના સ્થાને પાછો ફર્યો. ત્યાર પછી કંડરીક યુવરાજ ઉભો થયો. ઉભા થઈને તેણે આ પ્રમાણે કહ્યું ભગવન્! આપે જેમ કહ્યું છે તે તેમ જ છે- સત્ય છે. હું પુંડરીક રાજાની અનુમતિ લઈને પછી સંયમ ગ્રહણ કરીશ.' વિરે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી કંડરીકે સ્થવિરોને વંદન કર્યા. વંદન કરીને નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને સ્થવિરો પાસેથી નીકળ્યો. નીકળીને તે ચાર ઘંટાવાળા ઘોડાના રથ પર આરૂઢ થયો, યાવત્ રાજભવનમાં આવીને ઉતયોં. ઉતરીને જ્યાં પુંડરીક રાજા હતો, ત્યાં આવ્યો. આવીને હાથ જોડીને વાવતુ પુંડરીકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! મેં સ્થવિરોની પાસે ધર્મ સાંભળ્યો છે અને તે ધર્મ મને રુચ્યો છે. તેથી હે દેવાનુપ્રિય! હું વ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.' ત્યાર પછી પુંડરીક રાજાએ કુંડરીક યુવરાજને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય તમે અત્યારે દીક્ષિત ન બનો. હું તમારો મહાન મહાન રાજ્યભિષેક કરવા ઇચ્છું છું. ત્યારે કુંડરીકે પુંડરીકના આ વચનનો આદર ન કર્યો. યાવત્ તે મૌન રહ્યો. ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ તેણે નિષ્ક્રમણ અભિષેકથી અભિષિક્ત કર્યો, યાવતુ સ્થવિરોને શિષ્યભિક્ષા પ્રદાન કરી. ત્યારે કંડરીક પ્રવ્રુજિત થયો, અણગાર બની ગયો. વાવતુ અગ્યાર અંગોનો વેત્તા થયો. ત્યાર પછી સ્થવિર ભગવંતો અન્યદા કોઈ સમયે પુંડરીકિણી નગરીના નલિનીવન ઉદ્યાનથી બહાર નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યા. [૨૧પી ત્યાર પછી તે પુંડરીક અણગારને અન્ત, પ્રાન્ત આહારથી શલકની જેમ શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થયો. તે રૂણ બની વિચરતા હતા. ત્યાર પછી અન્ય એક સમયે સ્થવિશે જ્યાં પુંડરીકિણી રાજધાની હતી, ત્યાં આવ્યા. આવીને નલિનીવન ઉદ્યાનમાં સમોસર્યા. પુંડરીક રાજા વંદન માટે નીકળ્યો. ધર્મ સાંભળ્યો. કંડરીકને વંદન કય નમસ્કાર કર્યો. વંદન-નમસ્કાર કરીને કંડરીક મુનિના શરીરને સર્વ પ્રકારે બાધાયુક્ત તથા રોગયુક્ત જોયું. જોઇને જ્યાં સ્થવિર ભગવંતો હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતોને વંદન-નમસ્કાર કર્યો. કહ્યું “ભગવન્! હું કંડરીક અણગાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org