________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૭ 163 મસ્ય તરફડીયા મારે છે. અને મૃત્યુ પામે છે. [15-196] સૂના સેવનમાં સુખ સમજનાર અને સ્પર્શેન્દ્રિયને વશીભૂત પ્રાણી વિભિન્ન ઋતુઓમાં સેવન કરવાથી સુખ માનનાર તથા વૈભવ સહિત, હિતકારક તથા મનને સુખ દેનાર માળા, શ્રી આદિ પદાર્થોમાં રમણ કરે છે. પરંતુ સ્પર્શેન્દ્રિયના વશ થયેલને એટલો દોષ હોય છે કે લોઢાનો તીક્ષ્ણ અંકુશ હાથીના મસ્તકને પીડા પહોંચાડે છે [197-201] કલ, રિભિત તેમજ મધુર તંત્રી, તલતાલ તથા બાંસુરીનાં શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દોમાં જે આસક્ત નથી તથાં તે વશર્તમરણ મરતાં નથી. ઇન્દ્રિયોથી પરાધીન થઈ વિષયો માટે લાલાયિત બની મરવું વશીર્વમરણ કહેવાય છે. સ્ત્રીઓના સ્તન, જઘન, મુખ, હાથ, પગ નયન તથા ગર્વયુક્ત વિલાસવાળી ગતિ આદિ સમસ્ત રૂપોમાં જે આસક્ત નથી થતાં. ઉત્તમઅગર, શ્રેષ્ઠ ધૂપ, વિવિધ ઋતુઓમાં વૃદ્ધિને પ્રાપ્ત થનાર પુષ્પોની માળાઓ તથા શ્રીખંડ આદિના લેપનની ગંધમાં જે આસક્ત નથી થતાં, તીખું, કડવું, કસાયેલ ખાટો અને મીઠો. ખાદ્ય, પેય અને લેહ્ય-ચાટવા યોગ્ય, પદાર્થના આસ્વાદમાં જે વૃદ્ધ નથી થતા, હેમન્ત આદિ વિભિન્ન ઋતુઓમાં સેવન કરવાથી સુખ દેના, વૈભવ સહિત, હિતકર અને મનને આનંદ દેનાર સ્પશમાં જે વૃદ્ધ નથી થતા, એ સર્વે વર્તમરણે મરતા નથી. [202-206] શ્રોત્રના વિષય બનેલા ભદ્ર શબ્દોથી સાધુએ ક્યારેય તુષ્ટ ન થવું જોઈએ અને પાપક શબ્દ સાંભળવા પર રૂદ ન થવું જોઇએ. શુભ અથવા અશુભ રૂપ ચક્ષનો વિષય પ્રાપ્ત થવા પર ધ્રાણેન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ ગંધમાં જિહુવા ઈન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ રસમાં સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત થયેલ શુભ અથવા અશુભ સ્પર્શમાં સાધુએ તુષ્ટ અથવા ૨ષ્ટ ન થવું જોઈએ. [207 આ પ્રમાણે હે જબૂ! શ્રમણ ભગવાન મહાવીર યાવતુ મુક્તિને પ્રાપ્ત થયેલાએ સત્તરમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ ફરમાવેલ છે. અધ્યયન-૧૭-ની મુનિદીપરત્નસાગૅર કરેલગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન-૧૮-સુંસમા ) ૨૦૮]જો શ્રમણ ભગવાન મહાવીરે સત્તરમા જ્ઞાત અધ્યયનનો પૂર્વોક્ત અર્થ ફરમાવેલ છે તો અઢારમાં અધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” “હે જબૂ! તે કાળ અને સમયમાં રાજગૃહ નામનું નગર હતું. તેનું વર્ણન સમજી લેવું. ત્યાં ધન્ય નામક સાર્થવાહ નિવાસ કરતો હતો. ભદ્રા નામની તેની પત્ની હતી. તે ધન્ય સાર્થવાહના પુત્ર અને ભદ્રાના આત્મા પાંચ સાર્થવા હદારક-પુત્રો હતા. ધન, ધનપાલ, ધનદેવ, ધનગોપ, અને ધન રક્ષિત, પાંચ પુત્રની પછી જન્મેલી સુસુમા નામની બાલિકા હતી. તેના હાથ, પગ આદિ અંગોપાંગ સુકુમારહતા. તે ધન્ય સાર્થવાહને ચિલાત નામનો દાસ ચેટક હતો. તેને પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હતી અને શરીર પણ પરિપૂર્ણ તેમજ માંસથી ઉપચિત હતું. તે બાળકોને રમાડવામાં કુશળ પણ હતો. તેથી તે દાસચેટક સુંસુમાં બાલિકાનો બાલ ગ્રાહક રૂપે નિયત કરવામાં આવ્યો. તેથી તે સુંસુમા બાલિકાને કમરમાં લઈ લેતો અને રમતો રહેતો હતો. તે સમયે તે ચિલાત દાસચેટક તે ઘણા છોકરાઓ, છોકરીઓ બાલકો, બાલિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org