________________ નાયાધામ કહાઓ - 1 -16178 કરતા ઉભા રહ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવને મળ્યા. મળીને જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા. તેમણે ચારે તરફ નૌકાની શોધ કરી. પરંતુ નૌકા ક્યાંય ન મળી.ત્યારે તેણે પોતાની એકભુજાથી ઘોડા અને સારથી સહિત રથ ગ્રહણ કર્યો અને બીજી ભુજાથી સાડાબાસયોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને ઉતરવાને માટે ઉધત થયા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જ્યારે ગંગા મહા નદીની વચ્ચોવચ પહોંચ્યા ત્યારે ? થાકી ગયાનૌકાનીઇચ્છાવાળાથયાઅને બહુજખેદયુક્ત થયા.તેમને પસીનોઆવી ગયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે વિચાર આવ્યો કે “અહા ! પાંચ પાંડવો ઘણા બલવાન છે જેમણે સાડા બાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદી પોતાની બાહુઓથી પાર કરી લીધી. પાંચ પાંડવોએ ઈચ્છા કરીને પદ્મનાભ રાજાને પરાજિત નથી કર્યો. ત્યારે ગંગા દેવીએ કૃષ્ણ વાસુદેવનો એવો અધ્યવસાય યાવતુ જાણીને પાણી માં સ્થલ જમીન કરી દીધી. ત્યારે કૃષ્ણ વાસુદેવે થોડો સમય ત્યાં વિશ્રાપ્તિ કરી. પછી સાડા બાસઠ યોજન ગંગા મહાનદીને પાર કરી. પાર કરીને પાંચ પાંડવોની પાસે પહોં ચ્યા. ત્યાં પહોંચીને પાંચ પાંડવોને કહ્યું અહો-દેવાનુપ્રિયો! તમે લોકો મહાબલવાન છો, ઈત્યાદિ, કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યું‘દેવાનુપ્રિય! આપના દ્વારા વિસર્જિત-થઇને અમે લોકો જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા. અમે નૌકાની શોધ કરી. યાવત્ તે નૌકાથી પાર ઉતરીને આપના બળની પરીક્ષા કરવા માટે અમે નૌકા છૂપાવી દીધી. પછી આપની પ્રતીક્ષા કરતાંઅમે અહીં ઉભા છીએ.” પાંચ પાંડવોનું એ કથન સાંભળીને અને સમજીને કૃષ્ણ વાસુદેવ કુપિત થયા. તેમની ત્રણ બલવાળી ભ્રકુટિ લલાટ ઉપર ચઢી ગઈ. તે બોલ્યા ઓહ! જ્યારે મેં બે લાખ યોજન વિસ્તીર્ણવાળા લવણ સમુદ્રને પાર કરીને પાનાભને હતા અને મથિત કરીને યાવતુ પરાજિત કરીને અમરકંકા રાજધાનીને ભયભીત કરી અને મારા હાથે દ્રૌપદીને લઈને તમને સોંપી, ત્યારે તમને મારું માહાત્મ ન જણાયું ! આજ તમે મારું માહા... જાણી લ્યો ! આમ કહીને તેમણે હાથમાં લોહદંડ લીધો અને પાંડવોના રથનો ચૂરેચૂરો કરી નાંખ્યો. રથનો ચૂરેચૂરો કરીને તેણે દેશ નિવસનોની આજ્ઞા આપી. પછી તે સ્થાન પર રથમદન નામનો કોટ સ્થાપિત કર્યો. રથમદન તીર્થની સ્થાપના કરી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જ્યાં પોતાની સેનાની છાવણી હતી, ત્યાં આવ્યા. આવીને પોતાની સેનાની સાથે મળી ગયા. ત્યાર પછી દ્વારવતી નગરીમાં પ્રવેશ કર્યો. [179] ત્યાર પછી પાંચે પાંડવો જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવ્યા. પાંડુ રાજાની પાસે પહોંચ્યા. ત્યાં પહોંચીને અને હાથ જોડીને બોલ્યા- હે તાત! કણે અમને દેશનિવસનની આજ્ઞા આપી છે. ત્યારે પાંડુ રાજાએ પાંચે પાંડવોને પ્રશ્ન કર્યો-“પુત્રો ! કયા કારણથી ?" ત્યારે પાંચ પાંડવોએ સર્વ વાત કહી. ત્યારે પાંડુ રાજાએ કુન્તી દેવીને બોલાવીને કહ્યું-દેવાનુપ્રિયો! તમે દ્વારિકા નગરી જઈને કષ્ણ વાસુદેવને નિવેદન કરો કેઆ પ્રમાણે હે દેવાનુપ્રિય! તમે પાંચ પાંડવોને દેશનિવસનની આજ્ઞા આપી છે, પરંતુ હે દેવાનુપ્રિય ! તમે તો સમગ્ર દક્ષિણાઈ ભરત ક્ષેત્રના અધિપતિ છો. તેથી તમે આદેશ આપે કે પાંચ પાંડવો કઈ દિશા અથવા કઈ વિદિશામાં જાય?” ત્યાર પછી કુન્તી દેવી પાંડુ રાજાના આ પ્રમાણે કહેવા પર હાથીના સ્કંધ પર આરૂઢ થઈ. આરૂઢ થઈને પૂર્વવત્ દ્વારિકા પહોંચી. અગ્ર ઉદ્યાનમાં રહી. કૃષ્ણ વાસુદેવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org