________________ 148 નાયાધામ કાકાઓ૧૩-૧૧૭૫ [15] ત્યાર પછી તે કક્કુલ નારદે પાણી છાંટીને અને દર્ભ પાથરીને તેના પર પોતાનું આસન બિછાવ્યું અને તે તેના પર બેઠા. બેસીને પાંડુ રાજા, રાજ્ય, યાવતુ અંતઃ પુરના સમાચાર પૂછ્યા. તે સમયે કુંતી દેવીએ અને પાંચે પાંડવોએ કચ્છલ્લ નારદનો આદર સત્કાર કર્યો. યાવતુ તે તેની પર્યાપાસના સેવા કરવા લાગ્યા. તે સમયે દ્રૌપદી દેવીએ કચ્છલ્લ નારદને અસંયમી, અવિરત તથા પૂર્વકૃત પાપ કર્મના નિન્દાદિ દ્વારા નાશ ન કરનાર તથા આગળના પાપોનું પ્રત્યાખ્યાન ન કરનાર જાણીને તેનો આદર ન કર્યો. તેને આવ્યો પણ ન જાણ્યો. તેના આવવા પર તે ઉભી ન થઈ અને તેમની ઉપાસના પણ ન કરી. ત્યાર પછી કક્કુલ્લ નારદને આ પ્રકારનો અધ્યવસાય ચિક્તિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે અહો ! આ દ્રૌપદી દેવી પોતાના રૂપ, લાવણ્ય અને આ પાંચ પાંડવોના કારણે અભિમાનિની થઈ ગઈ છે. તેથી તે મારો આદર નથી કરતી, મારી ઉપાસના નથી કરતી તેથી દ્રૌપદી દેવીનું અનિષ્ટ કરવું મારા માટે શ્રેયસ્કર છે. પાંડુ રાજા પાસેથી જવાની આજ્ઞા લીધી. પછી ઉત્પતની વિદ્યાનું આહવાન કર્યું. આહવાન કરીને તે ઉત્કૃષ્ટ યાવતુ વિદ્યાધર ગતિથી લવણ સમુદ્રની મધ્યમાં થઈને, પૂર્વ શિાની સન્મુખ, ચાલવાને માટે પ્રયત્નશીલ થયા. તે કાળે અને તે સમયે ધાતકીખંડ નામક દ્વીપમાં પૂર્વ દિશાની તરફના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં અમરકંકા નામની રાજધાની હતી. તે અમરકંકા નગરીમાં પદ્મનાભ નામનો રાજા હતો. તે મહાન હિમવંત પર્વતની સમાન સારવાળો હતો, ઈત્યાદિ પૂર્વવત્ વર્ણન સમજી લેવું જોઈએ. તે પદ્મનાભ રાજાના અંતઃપુરમાં સાતસો રાણીઓ હતી. તેના પુત્રનું નામ સુનાભ હતું. તે યુવરાજ પણ હતો. તે સમયે રાજા પદ્મનાભ પોતાની રાણી ઓની સાથે ઉત્તમ સિંહાસન ઉપર બેઠો હતો. ત્યાર પછી કક્કુલ્લ નારદ જ્યાં અમર કંકા રાજધાની હતી અને જ્યાં પદ્મનાભનું ભવન હતું ત્યાં આવ્યા. આવીને પાનાભ રાજાના ભવનમાં વેગ પૂર્વક શીઘ્રતાની સાથે ઉતર્યા. તે સમયે પદ્મનાભ રાજાએ કચ્છ લ્લ નારદને આવતા જોયા. જોઈને તે આસન ઉપરથી ઉઠ્યા ઉઠીને અર્ધ્વથી તેની પૂજા કરી યાવતું આસન પર બેસવાને માટે આમંત્રણ કર્યું. ત્યાર પછી કચ્છલ્લ નારદે પાણી છાંટીને પછી દર્ભ બિછાવી તેના પર આસન બિછાવ્યું. યાવતુ કુશલ-સમાચાર પૂછ્યા. - ત્યાર પછી પદ્મનાભ રાજાએ પોતાની રાણીઓમાં વિસ્મિત થઈને કઠ્ઠલ્લા નારદને પ્રશ્ન કર્યો. હે દેવાનુપ્રિય! આપ ઘણા ગ્રામો અને ગૃહોમાં પ્રવેશ કરો છો, તો હે દેવાનુપ્રિય ! મારું જેવું અંતપુર છે તેવું આપે ક્યારેય પહેલાં જોયું છે ?' કક્કુલ નારદ જરા હસ્યા હસીને બોલ્યા - હે પદ્મનાભ તમે કૂવાના તે દેડકા સમાન છો. ? જમ્બુદ્વીપમાં ભારતવર્ષમાં, હસ્તિનાપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચલણી દેવીની આત્મજા, પાંડુ રાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવી રૂપથી યાવત્ લાવણ્યથી ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તમારું આ આખું અંતઃપૂર દ્રૌપદી દેવીના કાપેલા પગના અંગૂઠાના સોમી કળા-બરાબર પણ નથી. આ પ્રમાણે કહીને નારદે પદ્મનાભ પાસેથી જવાની અને મતિ લીધી. અનુમતિ લઈને તે ચાલ્યા ગયા. ત્યાર પછી પદ્મનાભ રાજ કઠ્ઠલ્લ નારદ પાસેથી આ અર્થને સાંભળીને અને સમજીને દ્રૌપદી દેવીના રૂપ, લાવણ્ય અને યૌવનમાં મુગ્ધ બની ગયો, ગૃદ્ધ થઈ ગયો, લુબ્ધ થઈ ગયો અને આગ્રાહવાન થઈ ગયો. તે પૌષધશાળામાં પહોંચ્યો. પૌષધશાળાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org