________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ 137 સ્નાન કરાવીને વાવતુ બધા અલંકારોથી વિભૂષિત કયો હજાર પુરુષોથી વહન કરાય તેવી પાલખી તૈયાર કરાવી. તેના પર આરૂઢ કર્યો. ત્યાર પછી મિત્રો તેમજ જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને યાવતું પુરા ઠાઠથી પોતાના ઘરેથી નીકળ્યો. તેને સાગરદત્ત સાર્થવાહની પાસે લઈ ગયો. ત્યાર પછી સાગર સાર્થવાહે વિપુલ અશનાદિ, તૈયાર કરાવીને યાવત્ તેનું સન્માન કરીને સાગરપુત્રને સુકુમાલિકા પુત્રી સાથે પાટ પર બેસાડ્યો. બેસાડીને ચાંદી અને સોનાના કલશોથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને હોમ કરાવ્યું. હોમ પછી સાગરપુત્રને સુકુમાલિકા પુત્રી સાથે પાણિગ્રહણ કરાવ્યું. [14] તે સમયે સાગરપુત્ર સુકુમાલિકા પુત્રીના આ પ્રમાણેના હાથના સ્પર્શને એવો અનુભવ કરવા લાગ્યો. જાણે કોઈ તલવાર હોય અથવા મુર્મર અગ્નિ હોય. તેનાથી પણ અધિક અનિષ્ટ હાથના સ્પર્શનો અનુભવ કરવા લાગ્યો. પરંતુ તે સમયે તે સાગર ઇચ્છા વિના વિવશ થઈને, તે હાથના સ્પર્શનો અનુભવ કરતો થકો મુહૂર્ત માત્ર બેસી રહ્યો. ત્યાર પછી સાગરદત્ત સાર્થવાહે સાગર પુત્રના માતા-પિતાને તથા મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિને વિપુલ, ભોજનથી તથા પુષ્પ વસ્ત્ર આદિથી પાવતુ સન્માનિત કરીને વિદાય કર્યો. ત્યાર પછી સાગરપુત્ર સુકુમાલિકાની સાથે જ્યાં વાસગૃહ હતું ત્યાં આવ્યો. આવીને સુકુમાલિકા પુત્રીની સાથે શય્યા પર સુતો. ત્યાર પછી સાગરપુત્રે સુકુમાલિકા પુત્રીનો આ પ્રકારનો અંગસ્પર્શનો અનુભવ કર્યો કે જાણે કોઈ તલવાર હોય યાવતુ તે અત્યંત અમનોજ્ઞ અંગસ્પર્શનો અનુભવ કરતો રહ્યો. ત્યાર પછી તે સાગરપુત્ર તેણીના અંગ સ્પર્શને સહન ન કરતો વિવશ થઈને મુહૂર્ત માત્ર-ત્યાં રહ્યો. ત્યાર પછી તે સાગર પુત્ર સુકુમાલિકા દારીકાને સુખપૂર્વક સુતેલી જાણીને તેની પાસેથી ઉક્યો અને જ્યાં પોતાની શય્યા હતી, ત્યાં આવ્યો. આવીને પોતા ની શય્યા પર સુઈ ગયો. ત્યાર પછી સુકુમાલિકા પુત્રી એક મુહૂર્તમાં જાગી ગઈ તે પતિ વ્રતા હતી અને પતિમાં અનુરાગવાળી હતી. તેથી પતિને પોતાની પાસે ન જેવાથી પથારીમાં બેઠી થઇ. પછી તે પોતાના પતિની શય્યા હતી ત્યાં ગઈ. ત્યાં જઈને તે સાગરની પાસે સૂઈ ગઈ. ત્યાર પછી સાગર દારકે બીજીવાર પણ સુકુમાલિકાના તે પ્રમાણેના અંગસ્પર્શનો અનુભવ કર્યો. યાવતું તે ઈચ્છા વિના પરાધીન થઈને થોડો સમય ત્યાં રહ્યો. ત્યાર પછી સાગરદારક સુકુમાલિકાને સુખપૂર્વક સૂતેલી જાણીને શય્યા પરથી ઉઠ્યો તેણે શયનાગારનું દ્વારા ઉઘાડ્યું. બારણું ખોલીને તે મરણથી છૂટકારો પામેલ કાગડાની જેમ શીઘ્રતાથી જે દિશાથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. ત્યાર પછી સુકુમાલિકા દારિકા થોડીવારમાં જાગી. તે પતિવ્રતા યાવત્ પતિને પોતાની પાસે ન જોવાથી પથારીમાંથી ઉઠી. તેણીએ સાગર દારકની સર્વ રીતે ગવેષણા કરી. ગવેષણા કરતાં કરતાં તેણીએ શયનગૃહના દ્વાર ખુલ્લા જોયા. તો કહ્યું-તે સાગરતો ચાલ્યો ગયો.” તેના મનનો સંકલ્પ મરી ગયો તેથી તે ચિંતા કરવા લાગી. [165 ત્યાર પછી તે ભદ્રા સાર્થવાહીએ કાલ પ્રભાત થવા પર દાસચેટીને ' બોલાવી અને તેને કહ્યું- હે દેવાનુપ્રિયે ! તું જા અને વધૂ-વરના માટે મુખ-શોધનિકા લઈ જા. તેથી તે દાસચેટીએ ભદ્રા સાર્થવાહીના આ પ્રમાણે કહેવા પર આ અર્થને ઘણું સારું કહીને અંગીકાર કર્યો. જ્યાં વાસગૃહ-શયનગૃહ હતું, ત્યાં આવી. ત્યાં આવીને સુકુમા લિકાને દાસીએ ચિંતા કરતા જોઈ તેથી પૂછ્યું. “દેવાનુપ્રિયે! તું ભગ્ન મનોરથ વાળી થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org