________________ 128 નાયાધમકાઓ-૧-૧૪૧૫૪ પોતાના સ્કંધ પર વહન કરી. તલવારનો પ્રહાર કર્યો. પરંતુ તે પણ ખંડિત થઈ ગઈ. ત્યાર પછી તેતલિપુત્ર અશોક વાટિકામાં ગયો. ત્યાં જઈને તેણે પોતાને પાશમાં બાંધ્યો. પછી વૃક્ષ પર ચઢ્યો, ચઢીને તે વૃક્ષમાં પાશને બાંધ્યો. પછી પોતાના શરીરને લટકાવ્યું. ત્યાં પણ તે દોરી તૂટી ગઇ. ત્યાર પછી તેણે એકદમ મોટી શિલા ગળામાં બાંધી. બાંધીને અથાગ તરી ન શકાય અને અપૌરુષેય પાણીમાં પોતાનું શરીર છોડી દીધું. પરંતુ ત્યાં પણ તે પાણી છીછરું થઈ ગયું. ત્યાર પછી તેતલિપુત્રે સુકા ઘાસમાં આગ લગાડી અને પોતાના શરીરને તેમાં નાંખ્યું. પરંતુ તે અગ્નિકાય પણ બુઝાય ગયો. - ત્યાર પછી તેતલિપુત્ર મનમાં ને મનમાં બોલ્યો-“શ્રમણ શ્રદ્ધા કરવા યોગ્ય વચન - બોલે છે, માહણ શ્રદ્ધા કરવા યોગ્ય વચન બોલે છે, હું જ એક એવો છું કે જે અશ્રદ્ધેય વચન બોલું છું. હું પુત્રો સહિત હોવા છતાં પુત્રરહિત છું. મિત્રો સહિત હોવા છતાં મિત્રહીન છું. આ પ્રમાણે ધન, સ્ત્રી, દાસ, દાસી અને પરિવારથી સહિત હોવા છતાં પણ હું તેનાથી રહિત છું, કોણ મારી આ વાત પર વિશ્વાસ કરશે ? શ્રદ્ધા કરશે ? આ પ્રમાણે રાજા કનકધ્વજે જેનો અનિષ્ટ ચિન્તન કર્યું છે, એવા તેતલિપુત્રે પોતાના મુખમાં વિષ નાખ્યું. પરંતુ તે વિષનો કંઈ પ્રભાવ ન થયો, મારા આ કથર ઉપર કોણ વિશ્વાસ કરશે? યાવતુ તેતલિપુત્રે સૂકુંઘાસ સળગાવીને તેમાં કૂદી પડ્યો, પરંતુ આગ બુઝાઈ ગઈ, કોણ આ વાત પર વિશ્વાસ કરશે ? આ પ્રમાણે તેતલિપુત્રે ભગ્નમનોરથ થઈને ચિંતન કરવા લાગો. ત્યાર પછી પોટ્ટિલ દેવે પોટ્ટિલાના રૂપની વિદુર્વણા કરી. વિદુર્વણા કરીને તેતલિપુત્રથી ન બહુ દૂર કેન બહુ નજીક સ્થિત થઈને તેને આ પ્રમાણે કહ્યું- હે તેતલિપુત્ર! આગળ ખાડો છે અને પાછળ હાથીનો ભય છે. બંને બાજુ એટલો ઘોર અંધકાર છે કે કંઇ દેખાતું નથી. મધ્ય ભાગમાં બાણોની વર્ષા થઈ રહી છે. ગામમાં આગ લાગી છે અને વન સળગી રહ્યું છે. તો હે આયુષ્યમાનુ તેટલીપુત્ર ! અમે ક્યાં જઈએ? કોનું શરણ લઈએ. ત્યારે તેતલિપુત્રે પોથ્રિલા દેવને આ પ્રમાણે કહ્યું “અહો! આ પ્રમાણે સર્વત્ર ભયગ્રસ્ત પુરુષને માટે દીક્ષા જ શરણભૂત છે. જેમ ઉત્કંઠીત પુરુષને માટે સ્વદેશગમન શરણભૂત છે ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, બીમારને ઔષધ, માયાવીને ગુપ્તતા, અભિયુક્ત પર વિશ્વાસ ઉપજા વવો. થાકેલા માંદાને વાહન પર ચઢીને ગમન કરવું, તરવાના ઈચ્છુકને જહાજ અને શત્રનો પરાભવ કરનારની ઈચ્છા કરનારને સહાયકૃત્ય શરણભૂત છે. ક્ષાંત, દાંત અને જિતેન્દ્રિય પુરૂષને તેમાંનો એક પણ ભય નથી. ત્યાર પછી તેતલિપુત્ર અમાત્યને પોટ્ટલા દેવે કહ્યું: ‘તેતલિપુત્ર ! તુ બરાબર કહે છે. પરંતુ આ અર્થને તમે સારી રીતે જાણો, દિક્ષા ગ્રહણ કરો.' આ પ્રમાણે કહીને દેવે બીજીવાર પણ એમ જ કહ્યું. કહીને દેવ જે દિશાથી પ્રગટ થયો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો. [15] ત્યાર પછી તેતલિપુત્રને શુભ પરિણામ ઉત્પન્ન થવાથી જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારે તેતલિપુત્રના મનમાં આ પ્રમાણોનો વિચાર યાવતું ઉત્પન્ન થયો-નિશ્ચયથી હું જમ્બુદ્વીપ નામના દ્વીપમાં, મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં, પુંડરીગિરી રાજધાનીમાં મહાપા નામનો રાજા હતો. પછી મેં સ્થવિર મુનિની પાસે મુંડિત થઈને યાવતુ 14 પૂર્વનું અધ્યયન કરીને, ઘણા વર્ષો સુધી સંયમ પર્યાય પાળીને, અંતમાં એક માસની સંલેખના કરીને, મહાશુ વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયો. ત્યાર પછી આયુનો ક્ષય થવા પર હું તે દેવલોકથી (ઍવીને) અહીં તેતલિપુર નગરમાં તેતલિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org