________________ શતક-૩, ઉસો-૮ તેઓ ઉપર અધિપતિપણું ભોગવતા યાવતુ બે બે દેવો વિહરે છેઃ [202-204] કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, અને અમરપતિ મણિભદ્ર, ભીમ અને મહાભીમ, કિંનર અને કિંપુરૂષ, સત્યરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય ગીતરતિ અને ગીતયશ એ બધા વાનવ્યંતર દેવોના ઈકો છે. જ્યોતિષિક દેવોની ઉપર અધિપતિપણું ભોગવતા બે બે દેવો છે- ચંદ્ર અને સૂર્ય હે ભગવન્! સૌધર્મ અને ઈશાનકલ્પમાં અધિપતિપણું ભોગવતા યાવતુ-કેટલા દેવો રહે છે ? હે ગૌતમ ! ત્યાં અધિપતિપણું ભોગવતા યાવતુ-દશ દેવો રહે છેઃ- દેવેંદ્રદેવરાજ શક્ર, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ અને દેવેંદ્ર, દેવરાજઈશાન, સોમ, યમ, વરુણ, અને વૈશ્રમણ. એ બધી વક્તવ્યતા બધાય કલ્પોમાં જાણવી અને જે ઈદ્રો છે તે કહેવા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી વિહરે છે. | શિતક ૩-ઉદેસાઃ ૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (ઉદેસો૯) [૨૦પ રાજગૃહ નગરમાં યાવતુ આ પ્રમાણે બોલ્યા કેઃ- હે ભગવન્! ઈદ્રિયના વિષયો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! ઈદ્રિયોના વિષયો પાંચ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે - શ્રોત્રંદ્રિયનો વિષય ઇત્યાદિ આ સંબંધે જીવાભિગમસૂત્રમાં કહેલો આખો જ્યોતિર્ષિક ઉદ્દેશક જાણવો. [શતકઃ 3- ઉદ્દેસાઃ૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (-ઉદેશક 10:-) [206] રાજગૃહ નગરમાં યાવતું આ પ્રમાણે બોલ્યા કેઃ- હે ભગવન્! અસુરેંદ્ર અસુરરાજ ચમરને કેટલી સભાઓ કહી છે! હે ગૌતામ! તેને ત્રણ સભાઓ કહી છે. તે આ પ્રમાણે શમિકા ચંડા જાતા એ પ્રકારે ક્રમપૂર્વક અશ્રુતકલ્પ સુધી જાણવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે પ્રમાણે છે. એમ કહી યાવતુવિહરે છે. શતક-૩ના ઉદ્દેસા-૧૦નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ? શતક ૩-ગુર્જરછાયાપૂર્ણ (શતકઃ૪) -ઉદેસા-૧થી 8 [207] ચાર ઉદ્દેશકમાં વિમાન સંબંધી હકીકત છે. બીજા ચાર ઉદ્દેશકમાં રાજધાની સંબંધી હકીકત છે અને એક ઉદ્દેશક નૈરયિકો સંબંધે છે તથા એક ઉદ્દેશક લેશ્યા સંબંધ છે - એ રીતે આ શતકમાં દશ ઉદ્દેશાઓ છે. [208] રાજગૃહ નગરમાં આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવન ! દેવેંદ્ર, દેવરાજ ઈશાનને કેટલા લોકપાલ કહ્યા છે? હે ગૌતમ ! તેને ચાર લોકપાલો કહ્યા છે સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ. હે ભગવન્! એ લોકપાલોને કેટલાં વિમાનો કહ્યાં છે? હે ગૌતમ! તેઓને ચાર વિમાનો કહ્યાં છે. - સુમન, સર્વતોભદ્ર, વ. અને સુવડ્યુ. દેવેંદ્ર, દેવરાજ ઈશાના સોમ મહારાજાનું સુમન નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org