SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩, ઉદેસી-૭ 93 અપત્યરૂપ, અભિમત દેવોની આવરદા એક પલ્યોપમની છે-એવી મોટી દ્ધિવાળો યાવતુ-એ કમ મહારાજા છે. [19] હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શકના વરુણ મહારાજાનું સ્વયંન્વલ નામનું મહાવિમાન ક્યાં આવ્યું કહ્યું છે હે ગૌતમ ! સૌધર્માવલંસક વિમાનની પશ્ચિમે સૌધર્મકલ્પ છે, ત્યાંથી અસંખેય હજાર યોજન મૂક્યા પછી-અહીં વરુણ મહારાજાનું સ્વયંન્વલ નામનું મહાવિમાન આવે છે. આ સંબંધીનો સર્વ વૃત્તાંત સોમ મહારાજાની પેઠે જાણવો. તેમજ વિમાન, રાજધાની, અને યાવત્રાસાદાવતેસકો સંબંધે પણ એજ રીતે સમજવું. વિશેષ એ કે, નામનો ભેદ જાણવો. દેવેંદ્ર, દેવરાજ શકના વરુણ મહારાજાની આજ્ઞામાં યાવતુ આ દેવો રહે છે- વરુણકાયિકો, વરુણદેવ કાયિકો, નાગકુમારો, નાગ- કુમારીઓ, ઉદધિકુમારો, ઉદધિકુમારીઓ, સ્વનિતકુમાર, અનિતકુમારીઓ અને બીજા પણ બધા તેવા પ્રકારના દેવો તેની ભક્તિવાળા યાવતુ-રહે છે. જેબૂદ્વીપ નામના દ્વીપમાં મંદિર પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે - અતિવૃષ્ટિ, મંદવૃષ્ટિ, સુવૃષ્ટિ, દુર્વષ્ટિ, પહાળની તળેટી વિગેરે ભાગમાંથી પાણીનું વહેવું. તળાવ વિગેરેમાં પાણીનો સમૂહ, પાણીના નાના રેલાઓ વાટે વહેવું, પાણીનો પ્રવાહ, ગામનું તણાઈ જવું, સંનિવેશનું તણાઈ જવું, માણક્ષય, એ બધા વરુણ મહારાજાથી અથવા વરુણકાયિક દેવોથી અજા- યા નથી. દેવેંદ્ર, દેવરાજ શક્રના વરુણ મહારાજાને આ દેવો. અપમત્યરૂપ અભિમત છે. કર્કોટક, કદમક, અંજન, શંખપાલક પુંડ્ર પલાશ, મોદ, જય, દધિમુખ, અપંપુલ, અને કાતરિક, દેવરાજ દેવેન્દ્રશુક્રના વરુણ મહારાજાની આવરદા બે પલ્યોપમ કરતાં કાંઈક ઓછી રહી છે અને તેના માનીતા દેવોની એક પલ્યોપમની કહી છે એવી મોટી ઋદ્ધિવાળો વરુણ મહારાજા છે. 200] હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રના વૈશ્રમણ મહારાજાનું વલ્થ નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે ? હે ગૌતમ ! તેનું વિમાન, સૌધમવિતંસક નામના મહાવિમાનની ઉત્તરે છે. આ સંબંધી સર્વ હકીકત સોમ મહારાજાની પેઠે જાણવી ને તે યાવતુંરાજધાની તથા યાવત્રાસાદવર્તસક સંબંધે પણ તેમજ જાણવું. દેવેંદ્ર, દેવરાજ શકના વૈશ્રમણ મહારાજાની આજ્ઞામાં, ઉપપાતમાં કહેણમાં, અને નિર્દેષમાં આ દેવો રહે છેઃવૈશ્રમણ કાયિક, વૈશ્રમણદેવકાયિક, સુવર્ણકુમારો, સુવર્ણકુમારીઓ. દીપકુમારો, દીપકુમારીઓ, દિકુમારો, દિકુમારીઓ વાનવ્યંતર, વાવ્યંતરીઓ તથા તેવા પ્રકારના બીજા પણ દેવો તેની ભક્તિવાળા છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે - લોઢાની ખાણો, કલાઈની ખાણો, તાંબાની ખાણો, સીસાની ખાણો, હિરણ્યની, સોનાની, રત્નની, અને વજન ખાણો, વસુધારા, હિરણ્યની, સુવર્ણની. રત્નની, વજની, ઘરેણાની. પાંદડાની, ફુલની, ફળની, બીજની, માળાની, વર્ણની, ચૂર્ણની, ગંધની અને વસ્ત્રની, વષઓ. તથા ઓછી કે વધારે હિરણ્યની, સુવર્ણની, રત્નની, વજની, આભર ણની, પત્રની, પુષ્પની, ફળની, બીજની, માલ્યની, વર્ણની, ચૂર્ણની, ગંધની,વસ્ત્રની,ભાજનની,અને ક્ષીરની વૃષ્ટિ, સુકાળ, દુકાળ, સીંધારત, મોંઘારત, ભિક્ષાની સમૃદ્ધિ, ભિક્ષાની હાનિ, ખરીદી, વેચાણ, ઘી અને ગોળ વિગેરેનો સંઘરો કરવો, અનાજનું સંઘરવું, તથા નિધિઓ, નિધાનો, ઘણાં જૂનાં નષ્ટ ઘણિવાળાં, જેની સંભાળ કરનાર જણ ઓછા છે એવાં, પ્રહીન માર્ગવાળાં, જેના ધણિના ગોત્રોનાં ઘરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy