________________ 86 ભગવઈ-૩-૪૧૮૪ દેવીવાળા દેવને જાણે, જૂએ? હે ગૌતમ! કોઈ તે દેવીવાળા દેવને જૂએ, પણ યાનને ન જૂએ એ હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, શું ઝાડના અંદરના ભાગને જૂએ કે બહારના ભાગને જૂએ? હે ગૌતમ ! અહીં પણ. ચાર ભાંગા કહેવા. એજ રીતે શું મૂળને જુએ છે? કાંદાને જૂએ છે? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે ચાર ભાંગા કરવા અને એજ પ્રમાણે મૂળની સાથે બીજનો સંયોગ કરવો, એ રીતે કંદની સાથે પણ જોડવું. એ પ્રમાણે પુષ્પની સાથે બીજનો સંયોગ કરવો. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, શું વૃક્ષનું ફળ જૂએ કે બીજ જૂએ? હે ગૌતમ! અહીં ચાર ભાંગા કરવા. " [185] હે ભગવન્! વાયુકાય, એક મોટું સ્ત્રીરૂપ પુરુષરૂપ, હતિરૂપ, યાનરૂપ, એ પ્રમાણે જુગ, ગિલ્લિ, શિલ્ય શિબિકા (ડોળી) અને સ્પંદમાનિકા એ બધાનું રૂપ વિકર્વી શકે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ વિતુર્વણા કરતો વાયુકાય, એક મોટું પતાકાના આકાર જેવું રૂપ વિકુર્તે છે. હે ભગગવન્! વાયુકાય. એક મોટું પતાકાના આકાર જેવું રૂપ વિકર્વી અનેક યોજન સુધી ગતિ કરવાનું શક્ય છે? હે ગૌતમ ! હા, તેમ કરવાને શક્ત છે. હે ભગવન્! શું તે વાયુકાય, આત્માદ્ધિથી ગતિ કરે છે કે પરની દ્વિથી ગતિ કરે છે? હે ગૌતમ! તે આત્મદ્ધિથી ગતિ કરે છે પણ પરની દ્ધિથી ગતિ કરતો નથી. જેમ તે આત્માદ્ધિથી ગતિ કરે છે તેમ તે આત્મકર્મથી અને આત્મપ્રયોગથી પણ ગતિ કરે છે એ પ્રમાણે કહેવું. હે ભગવન્! શું તે વાયુકાય, ઉંચી પતાકાની પેઠે રૂપ કરી ગતિ કરે છે, કે પડી ગએલી પતાકાની પેઠે રૂ૫ કરી ગતિ કરે છે. હે ગૌતમ! તે, ઉંચી પતાકાની પેઠે અને પડી ગયેલી પતાકાની પેઠે એ બન્ને પ્રકારે રૂ૫ કરી ગતિ કરે છે. શું તે એક દિશામાં પતાકા હોય એવું રૂપ કરી ગતિ કરે છે કે બે દિશામાં પતાકા હોય એવું રૂપ કરી ગતિ કરે છે? હે ગૌતમ! તે, એક દિશામાં પતાકા હોય એવું રૂપ કરીને ગતિ કરે છે, પણ બે દિશામ પતાકા હોય એવું રૂપ કરીને કરતો નથી. હે ભગવન્! તો શું તે વાયુકાય પતાકા છે? હે ગૌતમ! તે વાયુકાય, પતાકા નથી. પણ વાયુકાય છે. [18] હે ભગવન્! બલાહક એક મોટું સ્વરૂપ યાવતુ-પાલખી પરિણાવવા સમર્થ છે? હે ગૌતમ! હા, તે, તેમ કરવા સમર્થ છે. હે ભગવન્! બલાહક, એક મોટું સ્ત્રીરૂપ કરીને અનેક યોજનો સુધી જવા સમર્થ છે? હા, તે. તેમ કરવા સમર્થ છે. હે ભગવનું! શું તે બલાહક, આત્માદ્ધિથી ગતિ કરે છે કે પરિદ્ધિથી ગતિ કરે છે ? હે ગૌતમ ! તે આત્મદ્ધિથી ગતિ કરતો નથી, પણ પરદ્ધિ ગતિ કરે છે. એ પ્રમાણે આત્મકર્મ અને આત્મપ્રયોગથી પણ ગતિ કરતો નથી પણ પરકર્મ અને પપ્રયોગથી તે, ગતિ કરે છે. અને તે ઉંચી થયેલી કે પડી ગએલી ધજાની પેઠે ગતિ કરે છે. હે ભગવન્! શું તે બલાહક, સ્ત્રી છે? હે ગૌતમ ! તે બલાહક, સ્ત્રી નથી, પણ બલાહક છે. એ પ્રમાણે પુરુષ, ઘોડો, તથા હાથી વગેરે માટે જાણવું. હે ભગવન! શું તે બલાહક, એક મોટા યાનનું રૂ૫ પરિણમાવી અનેક યોજનો સુધી ગતિ કરી શકે છે? હે ગૌતમ ! જેમ સ્ત્રીરૂપ સંબંધે કહ્યું તેમ યાનના રૂપ સંબંધે પણ સમજવું. વિશેષ એ કે, તે એક પૈડું રાખીને પણ ચાલે અને બન્ને તરફ પડું રાખીને પણ તે ચાલે. તથા તેજરીત જુગ ગિલિ, થિલ્લિ, શિબિકા અને સ્પંદમાનિકાના રૂપ સંબંધે પણ જાણવું. 187 હે ભગવન ! જે જીવ નૈરયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે! કેવી લેથાવાળાઓમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! જીવ, જેવી વેશ્યાવાળાં દ્રવ્યોનું ગ્રહણ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org