SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪, ઉદેસો-૧૨ થી 19 435 કરે. જે તે પૃથિવીકાયિક પોતે જઘન્ય કાળની સ્થિતિવાળો હોય અને પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે પૂર્વોક્ત પ્રથમ ગમક કહેવો. વિશેષ એ કે અહીં ત્રણ વેશ્યાઓ. હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની હોય છે. અધ્યવસાય અપ્રશસ્ત હોય છે. અનુબંધ સ્થિતિ સમાન જાણવો. જો તે પૃથિવીકાયિક જઘન્ય કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તેને પૂર્વોક્ત ચોથા ગમકમાં કહેલી વક્તવ્યત કહેવી. જો તે પૃથિવીકાયિક ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તે સંબંધે એજ વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે જઘન્ય એક, બે અને ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય. ધાવતુ-ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ તથા કાળની અપેક્ષા એ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ચાર અન્તર્મુહૂર્ત અધિક અઠ્યાશી હજાર વર્ષ-એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે પોતે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળો હોય તો તેને એ પ્રમાણે ત્રીજા ગમકના સમાન આખો ગમક કહેવો. પણ વિશેષ એ કે તેની પોતાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની હોય છે. જો તે જીવ જઘન્યકાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહુર્ત સ્થિતિવાળામાં ઉત્પન્ન થાય-એ પ્રમાણે અહીં સાતમાં ગમકની વક્તવ્યતા યાવતુ-ભવાદેશ સુધી કહેવી. કાળાદેશથી જઘન્ય અત્તમુહૂર્ત અધિક બાવી શાહજારવર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક અઠ્યાવીશ હજાર વર્ષ એટલો કાળ થાવતુ-ગમનાગમન કરે. જો તે જીવ ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની સ્થિતિ વાળા પૃથિવીકા યિકમાં ઉત્પન્ન થાય. અહીં બધી સપ્તમ ગમકની વક્તવ્યતા યાવતુ-ભવાદેશ સુધી કહેવી. કાળાદેશથી જઘન્ય ચુમ્માલીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખને છોતેર હજાર વર્ષ-એટલો ચાવતુ-ગમનાગમન કરે. જો તે (પૃથિવીકાયિક) અષ્કાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકથી આવી ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ અપ્લાયિકથી કે બાદર અષ્કાયિકથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃથિવીકાયિકની પેઠે સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા-એ ચાર ભેદ કહેવા. હે ભગવન ! જે અષ્કાયિક પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષની એ પ્રમાણે પૃથિવીકાયિકની પેઠે અહિં અપ્લાય સંબંધે પણ નવે ગમતો કહેવા. પણ વિશેષ એ કે અપ્લાયિકના શરીરનું સંસ્થાન તિબુકમાણીના પરપોટા આકારે છે. સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની. હોય છે. અનુબંધ પણ એ પ્રમાણે જાણવો. એ રીતે ત્રણે ગમમાં જાણવું. ત્રીજા, છઠ્ઠા, સાતમાં, આઠમાં અને નવમાં ગમમાં સંવેધ ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ હોય છે, તથા બાકીના ચારે ગમમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતાભવો હોય છે. ત્રીજા ગમમાં કાળાદેશથી જધન્ય અન્તર્મુહૂર્વ અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી એક લાખ અને સોળ હજાર વર્ષ-એટલો કાળ ચાવતુ-ગમનાગમન કરે. છઠ્ઠા ગમમાં કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશહજારવર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક અઠ્યાવીસ હજાર વર્ષ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. સાતમાં ગમમાં : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy