________________ 411 શતક-૨૦, ઉસો-૭ પેઠે ત્રણ પ્રકારનો કહ્યો છે, એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું વિશેષ એ કે, જેને સ્ત્રીવેદ હોય તેને તે કહેવો. એમ પુરુષવેદ અને નપુસંકવેદ સંબંધે પણ એ પ્રમાણે વાવતુવૈમાનિકો સુધી કહેવું. વિશેષ એ કે જેને જે વેદ હોય તેને તે કહેવો. હે ભગવનું દર્શનમહિનીયકમનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પૂર્વ પ્રમાણે ત્રણ પ્રકારનો કહ્યો છે, એ પ્રમાણે નિરંતર યાવ-વૈમાનિકો સુધી કહેવું. તથા એ રીતે ચારિત્રમોહનીય સંબંધે પણ યાવત-વૈમાનિકો સુધી કહેવું. એ ક્રમ વડે ઔદારિકશરીર, યાવતુ-કાર્પણ શરીરનો. આહાર, સંજ્ઞા, યાવતુ-પરિગ્રહસંજ્ઞાનો, કૃષ્ણલેશ્યા, ભાવતું-શુક્લલશ્યાનો, સમ્યવૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્પમ્પિય્યાવૃષ્ટિનો,મતિજ્ઞાનનો, વાવવિભૃગજ્ઞાનનો વિષયનો, એ બધાનો બંધ હે ભગવન્! કેટલા પ્રકારનો કહ્યો છે? ત્રણ પ્રકારનો. અને તે બધા સંબંધે ચોવીશ દંડકો કહેવા. વિશેષ એ કે, જેને જે હોય તે તેને કહેવું. શતક ૨૦-ઉદ્દેશો ૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (ઉદ્દેશકઃ૮) | [૭૩]હે ભગવન્! કર્મભૂમિઓ કેટલી કહી છે? હે ગૌતમ! પંદર. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ. હે ભગવન્! અકર્મભૂમિઓ કેટલી કહી છે? હે ગૌતમ ! ત્રીશ. પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યુકવર્ષ. પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. હે ભગવન્! એ ત્રીશ અકર્મભૂમિઓમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ છે? એ અર્થ સમર્થ નથી. [૭૯૪હે ભગવન્! એ પાંચ ભરતોમાં અને પાંચ એરવતોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીરુપ કાળ છે? હા છે. એ પાંચ મહાવિદેહમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી. કાળ છે? નથી. હે ભગવન્! એ પાંચ મહાવિદેહોમાં અરહંત ભગવંતો પાંચ મહાવ્રત વાળા. અને પ્રતિક્રમણ સહિત ધર્મનો ઉપદેશ કરે છે ? એ અર્થ સમર્થ નથી. પરન્તુ એ પાંચ ભરતોમાં અને પાંચ એરવતોમાં પહેલાં અને છેલ્લા એ બે અરહંત ભગવંતો. પાંચમહાવ્રતવાળા તથા પ્રતિક્રમણ સહિત ધર્મનો ઉપદેશ કરે છે, બાકીના અરહન્ત ભગ- વંતો ચાર મહાવ્રતવાળા ધર્મનો ઉપદેશ કરે છે. વળી એ પાંચ મહાવિદેહમાં પણ. અરહંત ભગવંતો ચારમહાવ્રતવાળા ધર્મનો ઉપદેશ કરે છે. હે ભગવન્! જંબૂઢીપ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થકરો થયા છે ? હે ગૌતમ ! ચોવીશ તીર્થંકરો થયા છે, ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ સુપાર્શ્વ, ચન્દ્ર પ્રભ. પુષ્પદંત-સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુજ્ય, વિમલ. અનંત, ધર્મ, શાંતિ, કુંથ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાન. હે ભગવન્! એ ચોવીશ તીર્થકરોનાં કેટલા અંતરો કહ્યાં છે? હે ગૌતમ ! ત્રેવશ અંતરો કહ્યાં છે. ૭િ૯૫હે ભગવન્! જિનોના ત્રેવીસ અંતરોમાં ક્યા જિનના અંતરમાં કાલિકશ્રતનો વિચ્છેદ કહ્યો છે ? હે ગૌતમ! એ ત્રેવશ જિનાંતરોમાં પહેલાં અને છેલ્લા આઠ આઠ જિનાંતરોમાં, કાલિકકૃતનો અવિચ્છેદ કહ્યો છે, અને વચલા સાત જિનાંતરોમાં કાલિકશ્રુતનો વિચ્છેદ કહ્યો છે. દૃષ્ટિવાદનો વિચ્છેદ તો બધાય જિનાંતરોમાં કહ્યો છે. [796 હે ભગવન્! જંબૂઢીપ નામે દ્વીપના ભારતવર્ષમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રુત કેટલા કાળ સુધી રહેશે? એક હજાર વર્ષ સુધી રહેશે. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org