SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ 380 ભગવાઈ- ૧૮૪ર૭૨૭ પૂર્વ પર્યત અધ્યયન કર્યું, અને ઘણા ઉપવાસ, છઠ્ઠ તથા અક્રમોથી યાવતુ-આત્માને ભાવિત કરતા સપૂર્ણ બાર વરસ શ્રમણપયધિ પાળ્યો. ત્યારબાદ તે કાર્તિક શેઠ એક માસની સંલેખના તપ વડે શરીરને શોષવી સાઠ ભક્ત અનશનપણે વીતાવી, આલોચના કરી યાવતુ-કાળ કરી સૌધર્મકલ્પમાં સૌધમવસંતક વિમાનમાં આવેલી ઉપપાતસભામાં દેવશયનીય વિષે વાવતુ-શક્ક-દેવેન્દ્રપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી હમણાં ઉત્પન્ન થયેલ શક સ્થિતિ બે સાગરોપમની છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. હે ભગવન્! તે એમજ છે, | શતક ૧૮-ઉદેસર નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાલાપૂર્ણ (ઉદ્દેશક 3) [૨૮]તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણસિલક ચૈત્ય હતું. યાવતુપર્ષદા પાછગઈ. તે કાળે, તે સમયે શ્રમણભગવંતમહાવીરના અંતેવાસી વાવતુભદ્રપ્રકૃતિવાળા માંકંદીપુત્ર અનગારે, મંડિતપુત્ર અનગારની જેમ પપાસના કરતાં પ્રશ્ન કર્યો હે ભગવન્! કાપોતલેશ્યાવાળો, પૃથિવીકાયિક જીવ, કાપોતલેશ્યાવાળા પૃથિ વીકાયિકોમાંથી મરણ પામી તુરતજ મનુષ્યના શરીરને પ્રાપ્ત કરી. કેવલજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યારબાદ સિદ્ધ થાય. ધાવતુ-સર્વદુઃખોનો નાશ કરે ? હે માકંદિપુત્ર ! હા, કરે. હે ભગવનું ! કાપોતલેશ્યાવાલો અખાયિક, કાપોતલેશ્યાવાળા અખાયિકોમાંથી મરણ પામી તુરતજ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાર બાદ સિદ્ધ થાય, યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે ? હે માકંદિકપુત્ર ! હા, કરે. કાપોતલેશ્યાવાળો વનસ્પતિ કાયિક જીવ, વનસ્પતિકાયિકમાંથી નીકળી-ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર પૂર્વ પ્રમાણે જાણવા. માકંદિકપુત્ર અનગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી જ્યાં શ્રમણ નિર્ગળ્યો છે ત્યાં આવી તે શ્રમણ નિર્ઝન્યોને તેણે આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! કાપોત. લેશ્યાવાળો પૃથિવીકાયિક અષ્કાયિક અને વનસ્પતિકાયિક જીવ પણ યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે.' એ પ્રમાણે કથન કરતા યાવતુ...પણા કરતા માકંદિકપુત્ર અને ગારની આ વાતને તે શ્રમણ નિર્ઝન્યોએ માન્ય ન કરી અને તેઓ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા, યાવતુ તેઓ આ પ્રમાણે બોલ્યા-કાપોતલેશ્યા. વાળો અપ્લાયિક અને કાપોતલેશ્યાવાળો વનસ્પતિકાયિક યાવતુ-સર્વદુઃખોનો નાશ કરે છે. તો હે ભગવન્! તે એમ કેવી રીતે હોય? “હે આયો!' માકંદિકપુત્ર અનગારે તમને જે કહ્યું છે, પાવતુ જે પ્રરુપ્યું છે તે વાત સત્ય છે, તે આર્યો ! હું પણ એજ પ્રમાણે કહું છું કે કૃષ્ણાલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકાયિકોથી નીકળી તુરત યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે, એ પ્રમાણે અકાયિક તથા વનસ્પતિકાયિક પણ યાવતુંસર્વ દુઃખોનો નાશ કરે.-એમ કહી તે શ્રમણનિર્મથો શ્રમણભગવંતમહાવીરને વાંદી નમી, જ્યાં માકંદિકપુત્ર અનગાર છે ત્યાં આવ્યા, ત્યાં આવીને તેઓને માર્કેદિકપુત્ર અનગારને વાંદી નમી એ બાબત સમ્યગુ રીતે વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા. [૭૨]ત્યાર પછી માકંદિકપુત્ર અનગાર શ્રમણ ભગવંત મહાવીર પાસે આવીને ને ભગવંતને વાંદી નમી આ પ્રમાણે કહ્યું બધા કર્મને વેદતા, બધાકર્મને નિર્જરતા, સવમરણે મરતા અને સર્વશરીરને છોડતા, તથા ચરમ- કર્મને વેદતા, ચરમકમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy