________________ શતક-૧૫, 355 ઘરેણાના કરંડીયા જેવી, તેલની કુલ્લીની પેઠે અત્યંત સુરક્ષિત, વસ્ત્રની પેટીની પેઠે સારી રીતે રાખેલી અને રત્નના કરંડીયાની પેઠે સારી રીતે રક્ષણ કરાયેલી હશે. તે શીત, ઉષ્ણ, યાવતુ-પરિષહ અને ઉપદ્રવો ન સ્પર્શે માટે અત્યંત સંગોપિત- હશે. કોઈ દિવસે તે બ્રાહ્મણપુત્રી ગર્ભિણી થશે,જતાં રસ્તામાં બળી મરણ સમયે કાળ કરી દક્ષિણદિશાના અગ્નિકુમાર દેવોમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી અન્તરરહિતપણે ચ્યવને મનુષ્યના દેહને ધારણ કરી માત્ર બોધિપામશે. કેવલ સમ્યગ્દને પામી મુંડ થઈ ગૃહવાસનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરશે. ત્યાં પણ શ્રમણપણું વિરાધી મરણ સમયે કાળ કરી દક્ષિણ નિકાયના નાગકુમાર દેવોમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાર પછી તે ત્યાંથી યાવત્ નીકળી મનુષ્ય શરીર પ્રાપ્ત કરીઈત્યાદી પૂવક્ત કહેવું, હવે તે ત્યાં અન્તરરહિપણે અવી-ઈત્યાદિ એ પાઠ વડે દક્ષિણ નિકાયના સુવર્ણકુમારને વિષે, વિઘુકુમારને વિષે, એમ યાવતુ-અગ્નિકુમાર સિવાય દક્ષિણ નિકાયના સ્વનિત કુમારને વિષે ઉત્પન્ન થશે. યાવતુ તે ત્યાંથી નિકળી મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે, યાવતુ-શ્રમણપણું વિરાધી જ્યોતિષિક દેવમાં ઉત્પન્ન થશે. હવે તે ત્યાંથી અન્તરહિતપણે અવીને મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે, અને કેવળ સમ્યગ્દર્શનનો અનુભવ કરશે, ત્યાં પણ શ્રમણપણું વિરાધ્યા સિવાય મરણ સમયે કાળ કરી ઈશાનદેવ લોકમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મનુષ્ય શરીર પ્રાપ્ત કરશે. ત્યાં પણ શ્રમણપણું વિરાધ્યા સિવાય મરણ સમયે કાળ કરી સનકુમાર દેવલોમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી તેમ બ્રહ્મદેલવોક, મહાશુક્ર, આનત અને આરણ દેવલોકને વિષે જાણવું. હવે તે ત્યાંથી ચ્યવી યાવતુ-શ્રમણપણાને વિરાધ્યા સિવાય મરણ સમયે કાળ કરીને સવથસિદ્ધ મહાવિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી અત્તરરહિત એવી મહા. વિદેહક્ષેત્રને વિષે જે આ આવા પ્રકારના ધનિક, યાવત-કોઈથી પરાભવ નહિ પામે તેવાં કુળોમાં પુત્રરુપે ઉત્પન્ન થશે. એ પ્રમાણે જેમ ઔપપાકિસૂત્રને વિષે વૃઢપ્રતિજ્ઞાની વક્તવ્યતા કહી છે તે સઘળી વક્તવ્યતા અહિં કહેવી, યાવતું તેને ઉત્તમ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થશે. - ત્યારબાદ તે દૃઢપ્રતિજ્ઞા કેવલી પોતાનો અતીત કાળ જોઈને શ્રમણ નિર્ચન્થોને બોલાવીને એ પ્રમાણે કહેશે “હે આયો! એ પ્રમાણે ખરેખર આજથી ઘણાં કાળ પહેલાં હું પંખલિપુત્ર ગોશાલક નામે હતો, અને હું શ્રમણોનો ઘાત કરી યાવતુ-છદ્મસ્થાવસ્થામાં કાળધર્મ પામ્યો. હે આર્યો. તે નિમિત્તે હું અનાદિ, અનન્ત અને દીર્ધમાગવાળા ચારગતિ રુપ સંસારાટવીમાં ભમ્યો. તે માટે તમે કોઈ આચાર્યના પ્રત્યેનીક- થશો. ઉપાધ્યાયના પ્રત્યેનીક ન થશો, આચાર્ય અને ઉપાધ્યાયના અયશ કરનારા, અવર્ણવાદ કરનારા અને અકીર્તિ કરનારા ન થશો, અને એ પ્રમાણે મારી પેઠે અનાદિ, અનન્ત યાવતુ-સંસારાટ વીમાં ન ભમશો. ત્યાર પછી તે શ્રમણ નિર્ચન્દો સાંભળી, અવધારી ભય પામી, ત્રસ્ત થઈ, અને સંસારના ભયથી ઉદ્દવિગ્ન થઈ દ્રઢપ્રતિજ્ઞકેવલીને વંદન કરશે, પાપસ્થાપકની આલોચના અને નિન્દા કરશે, યાવતુ-ચારિત્રનો સ્વીકાર કરશે. ત્યારપછી દ્રઢપ્રતિજ્ઞા કેવલી ઘણા વર્ષ પર્યન્ત કેવલપર્યાયિને પાળી પોતાનું આયુષ થોડું બાકી જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે, એ પ્રમાણે ઉવવાઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુ-સર્વ દુઃખોનો અન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org