SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ 348 “ભગવાઈ. 15-1-1 પર મની પ્રરુપણા કરે છે. તે આ પ્રમાણએ- ચરમપાનક, યાવતુ-સર્વ દુખનો અન્ત કરશે. વળી હે અપુલી તારા ધમાચાર્ય અને ધર્મોપદેશક પંખલિપુત્ર ગોશાલક શીતલ માટી પાણી વડે યાવતુ-શરીરને છાંટતા યાવતુ-વિહરે છે, તેમાં પણ તે ભગવાનું ચાર પાનક અને ચાર અપાનક પ્રરુપે છે. પાનક કેવા પ્રકારે છે? યાવતુ-ત્યાર પછી તે સિદ્ધ થાય છે, યાવતુ-“સર્વ દુઃખોનો અત્ત કરે છે. તે માટે હે અર્ધપુલ! તું જા, અને આ તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલકને આવા પ્રકારનો આ પ્રશ્ન પૂછશે.” ત્યાર બાદ તે અચંપુલ આજીવિક સ્થવિરોએ એ પ્રમાણે કહ્યું એટલે હષ્ટ અને સંતુષ્ટ થઈ ઉઠ્યો, ઉઠીને ત્યાં મંખલિપુત્ર ગોશાલક હતો ત્યાં જવા તેણે વિચાર કર્યો. ત્યારે તે આજીવિક સ્થવિરોએ મખલિપુત્ર ગોશાલકને આમ્રફલ એક સ્થળે મૂકાવવા માટે સંકેત કર્યો. ત્યાર પછી તે આજીવિકોપાસક અલંપુલ જ્યા મખલિપુત્ર ગોશાલક હતો ત્યાં આવી પંખલિપુત્ર ગોશાલકને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવતુ-પકુંપાસના કરે છે. “અર્ધપુલા ખરેખર તને મધ્યરાત્રિના સમયે યાવતુ તને સંકલ્પ થયો હતો, અને જ્યાં હું છું ત્યાં મારી પાસે તું શીધ આવ્યો, ખરેખર આ વાત સત્ય છે ? હા સત્ય છે તે માટે ખરેખર આ આમની ગોટલી નથી, પરંતુ તે આમ્રફળની છાલ છે. ત્યારબાદ મખલિપુત્ર ગોશાલકે આવા પ્રકારનો આ પ્રશ્નનો ઉત્તર આપ્યો એટલે પ્રસન્ન સંતુષ્ટ અને જેનું ચિત્ત આકર્ષિત થયું છે એવો આજીવિકોપાસક અલંપુલ સંખલિપુત્ર ગોશાલકને વંદનનમસ્કાર કરી પ્રશ્નો પૂછે છે, પ્રશ્નો પૂછીને અર્થ ગ્રહણ કરે છે, અર્થ ગ્રહણ કરી ઉઠી યાવતુતે પાછો જાય છે. ત્યારબાદ મંખલિપુત્ર પોતાનું મરણ (નજીક) જાણીને આજીવિ વિ રોને બોલાવ્યા, અને બોલાવી તેણે એ પ્રમાણે કહ્યું "હે દેવાનુપ્રિયો જ્યારે મને કાલધર્મ પ્રાપ્ત થયેલો જાણો ત્યારે સુગંધી ગન્ધોદક વડે ગ્નાન કરાવજો, છેડાવાળા અને સુકુમાળ ગન્ધકાષાય વસ્ત્રવડે શરીરને સાફ કરજો, સરસ ગોશીષચન્દનવડે શરીરને વિલેપન કરજો, વિલેપન કરી મહામૂલ્ય હંસના ચિલવાળા પટણાટકને પહેરાવજો, સવલિંકારથી વિભૂષિત કરજો, હજાર પુરુષોથી ઉપાડવા લાયક શીબિકામાં બેસાડજો, શ્રાવસ્તી નગરીમાં શૃંગાટકના આકારવાળા યાવતુ-રાજમાર્ગમાં મોટા મોટા શબ્દથી ઉદ્દધોષણા કરતા આ પ્રમાણે કહેજો-“એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિયો! મખલિપત્ર ગોશાલક જિનજિનપ્રલાપ,યાવતુ-જિનશબ્દને પ્રકાશ કરતા વિહરીને આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર થઈને સિદ્ધ થયા, યાવતુ-સર્વદુઃખરહિત થયા-આ પ્રમાણે?દ્ધિ અને સત્કારના સમુદાયથી મારા શરીરને બહાર કાઢજો.” ત્યારે તે આજીવિક સ્થવિરોએ મંખલિપુત્ર ગોશાલકની એ વાતનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. [૬પ૩]હવે તે મખલિપુત્રગોશાલકને સાત રાત્રી પરિણમતાં-સમ્યત્વ પ્રાપ્ત થયું, અને તેને આવા પ્રકારનો અધ્યવસાય- ઉત્પન્ન થયો-“હું ખરેખર જિન નથી, તો પણ જિનપ્રલાપી, યાવતુ જિન શબ્દને પ્રકાશતો વિહર્યો છું. હું શ્રમણનો ઘાત કરનાર, શ્રમણને મારનાર, શ્રમણનો પ્રત્યેનીક, આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનાર, અવર્ણવાદકારક અને અપકીતિ કરનાર મંખલિપુત્ર ગોશાલક છું. તથા ઘણી અસદુ ભાવનાવડે અને મિથ્યાત્વાભિનિવેશ વડે પોતાને, પરને અને બન્નેને બુઝાહિતકરતો, વ્યુત્પાદિત મારા પોતાની તેજલેશ્યા વડે પરાભવ પામી સાત રાત્રીના અન્ત પિત્તજ્વરથી વ્યાપ્ત શરીરવાળો થઈ દાહની ઉત્પત્તિથી છદ્મસ્થાવસ્થામાં જ કાલ કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy