________________ શતક-૧૫, 339 કરતાં મારા આ કથનની શ્રદ્ધા, પ્રતીતિ અને ઐચિ ન કરી, જ્યાં તે તલનો છોડ હતો ત્યાં જઈને તેણે તે ગણતાં આવા પ્રકારનો આ સંકલ્પ યાવતુ ઉત્પન્ન થયો કે “એ પ્રમાણે ખરેખર સર્વ જીવો પણ મરીને તેજ શરીરમાં ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! મખલિપુત્ર ગોશાલકનો આ પરિવર્તવાદ છે. અને હે ગૌતમ! મારી પાસેથી તિજોલેશ્યાનો ઉપદેશ) ગ્રહણ કરીને મંખલિપુત્ર ગોશાલકનું આ અપકમણ છે. [૬૪ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક નખ સહિત અને અડદના બાકુળાની. મુઠીવડે અને એક ચુલુક પાણી વડે નિરન્તર છઠ્ઠ છઠ્ઠનો તપ કરી ઉંચા હાથ રાખી રાખીને વિચરેછે. છ માસને અત્તે સંક્ષિપ્ત અને વિપુલ તેજલેશ્યા ઉત્પન્ન થઈ. [૬]ત્યાર પછી તે મખલિપુત્ર ગોશાલકને અન્ય કોઈ દિવસે આ છ દિશાચરો આવી મળ્યા.-શાન-ઈત્યાદિ સર્વ પૂર્વોક્ત યાવતુ-“જિન નહિ છતાં જિન શબ્દને પ્રકાશિત કરતો તે વિહરે છે ત્યાં સુધી કહેવું' માટે હે ગૌતમ! પંખલિપુત્ર ગોશાલક ખરી રીતે જિન નથી, પરન્તુ જિનનો પ્રલાપ કરતો, યાવત્ જિન શબ્દનો પ્રકાશ કરતો વિહરે છે. ત્યાર બાદ અત્યન્ત મોટી પર્ષદા શિવરાજર્ષિના ચરિત્રને વિષે કહ્યું છે તેમ વાંદીને પાછી ગઈ ત્યાર પછી શ્રાવતી નગરીમાં શૃંગાટક-ત્રિક માર્ગ, યાવતુ-રાજમાર્ગમાં ઘણાં માણસો પરસ્પર યાવતુ-પ્રરુપણા કરે છે કે હે દેવાનુપ્રિયો! મંખલિપુત્ર ગોશાલક જિન થઈ જિનનો પ્રલાપ કરતો યાવતુ વિહરે છે, તે મિથ્યા-અસત્ય છે. શ્રમણ ભગવાનું મહાવીર જિન છે, અને જિન પ્રલાપી, યાવતુ-જિન શબ્દનો પ્રકાશ કરતા વિહરે છે. ત્યારબાદ તે મંખલિપુત્ર ગોશા લક ઘણા માણસો પાસેથી આ કથન સાંભળી, વિચારી, અત્યન્ત ગુસ્સે થયો, યાવતુ-અતિશય ક્રોધે બળતો તે આતાપનાભૂમિથી નીચે ઉતર્યો. આતાપના ભૂમિથી નીચે ઉતરી શ્રીવાસ્તીનગરીના મધ્યભાગમાં થઈને જ્યાં હાલાહલા કુંભારણા નો કુંભકા રાપણ-છે ત્યાં આવ્યો,આજીવિકા સંઘવડે સહિત અત્યન્ત અમર્ષને ધારણ કરતો એ પ્રમાણે વિહરવા લાગ્યો. [૬૪પોતે કાલે અને તે સમયે શ્રમણ ભગવનું મહાવીરના શિષ્ય આનન્દ સાથે સ્થવિર પ્રકૃતિના ભદ્ર અને વાવવનીત હતા. તે છઠ્ઠ છઠ્ઠ નિરન્તર તપકર્મ કરવાવડે અને સંયમવડે આત્માવડે ભાવિત કરતા વિહરતા હતા. હવે તે આનંદ સ્થવિરે પારણાને દિવસે પ્રથમ પૌરુષીને વિષે ઈત્યાદિ ગૌતમ સ્વામીની પેઠે રજા ભાગી, અને યાવતુગોચરીએ જતા હાલાહલા કુંભારણના-હાટથી થોડે દૂર ગયા. તે વખતે મંખલિપુત્ર ગોશાલકે હાલાહલા કુંભારણના હાટથી થોડે દૂર જતાં આનન્દ સ્થવિરને જોયા, જોઈને કહ્યું કે હું આનન્દા અહિં આવ, અને એક મારું દ્રષ્ટાંત સાંભલ જ્યારે મંખલિપુત્ર ગો શાલકે એ પ્રમાણે કહ્યું એટલે તે આનન્દ સ્થવિર ત્યાં આવ્યાં.' હે આનન્દ! એ પ્રમાણે ખરેખર આજથી ઘણા કાલ પહેલાં અનેક પ્રકારના ઘનના અર્થ, ધનના લોભી, ધનની ગવેષણા કરનારા, ધનના કાંક્ષી અને ધનની તૃષ્ણાવાળા કેટલા એક વણિકો ધન મેળ વવા માટે અનેક પ્રકારના પુષ્કળ-સુંદર ભાંડ-લઈને તથા ગાડી અને ગાડાઓના સમૂહ વડે પુષ્કળ અનાજ અને પાણીપ પાથેય ગ્રહણ કરીને એક મોટી ગામરહિત, પાણીના પ્રવાહરહિત, સાદિકના આગમન રહિત અને લાંબા માર્ગવાળી અટવીમાં પ્રવેશ .' ત્યાર પછી તે વણિકોનું પૂર્વે લીધેલું પાણી અનુક્રમે પીતાં પીતાં ખૂટ્યું. ત્યારે તૃષાથી પીડાતા તે વણિકોએ પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહયું- આપણે પાણીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org