SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ 338 ભગવાઈ-૧પ-૧૩૯ તલફળીમાં સાત ઉત્પન્ન થયા. [૪૦]ત્યારબાદ હે ગૌતમ! હું ગોશાલકની સાથે જ્યાં કૂર્મગ્રામ નગરે આવ્યો. તે વખતે તે કુર્મગ્રામનગરની બહાર વેશ્યાયન નામે બોલતપસ્વી નિરત છઠ્ઠ છઠ્ઠના તપ કરવાવડે પોતાના બન્ને હાથ ઉંચા રાખી રાખીને સૂર્યના સન્મુખા ઉભો રહી આતાપના ભૂમિને વિષે આતાપના લેતો વિહરતો હતો. સૂર્યના તેજવડે તપેલી મૂકાઓ ચોતરફથી નીકળતી હતી, અને તે સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્યની દયાને માટે પડી ગયેલી તે ચૂકાઓને પાછી ત્યાં ને ત્યાં મૂકતો હતો. હવે તે મખલિપુત્રગોશાલકે વેશ્યાયન બાલત પસ્વીને જોયો, જોઈને મારી પાસેથી તે ધીમે ધીમે પાછો ગયો. પાછો જઈને વેશ્યાય નબાલતપસ્વીને એ પ્રમાણે કહ્યું- “શું તમે મુનિ છો કે મુનિક ચસકેલ છો, કે યૂકાના શયાર છો ? જ્યારે મંલિપત્ર ગોશાલકે બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે જ્હયું ત્યારે તે વેશ્યાયન નામે બાલ તપસ્વી એકદમ કુપિત થયો અને ભાવત-ક્રોધે ધમ ધમાયમાન થઈને આતાપનાભૂમિથી નીચે ઉતર્યો. નીચે આવીને તેજસસમુદુઘાત કરી સાત આઠ પગલા પાછો ખસી મંખલિ પુત્ર ગોશાલકના વધને માટે તેણે શરીરમાંથી તેજલેશ્યા કાઢી. ત્યારબાદ હે ગૌતમ મખલિપુત્ર ગોશાલકના ઉપર અનુકંપાથી વેશ્યા. વનબાલતપસ્વીની તેજો વેશ્યાનું પ્રતિસંહરણ કરવા માટે આ પ્રસંગે મેં શીત તેજોવેશ્યા બહાર કાઢી, અને ઉષ્ણ તેજોલેરયાનો પ્રતિઘાત કર્યો. ત્યાર પછી તે વેશ્યાયન બાલત, પસ્વીએ મારી શીતતેજલેશ્યાથી પોતાની ઉમ્મતેજલેશ્યાને પ્રતિઘાત થયેલો જાણીને અને મંખલિપુત્ર ગોશાલકના શરીરને કંઈ પણ થોડી કે વધારે પીડા અથવા અવયવોનો. છેદ નહિ કરાયેલો જોઈને પોતાની ઉણ તેજલેશ્યાને પાછી ખેંચી લીધી, તે આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! મેં જાણ્યું ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલકે મને એ પ્રમાણે કહ્યું કે હે ભગવની આ ધૂકાના શય્યાતર બાલતપસ્વીએ આપને “હે ભગવન્! મેં જાણ્યું, હે ભગ વનું મેં જાણ્યું' એમ શું કહ્યું? ત્યારે હે ગૌતમ! ગોશાલકને મેં સમગ્ર વૃતાંત કહ્યો. કહ્યું કે- ત્યારબાદ મંખલિપુત્ર ગોશાલકને મેં એ પ્રમાણે કહ્યું- હે ગોશાલક! જે નખસહિત વાળેલી અડદના બાકળાની મુઠીવડે અને એક વિકટાશય-એક ચુકુલ પાણી વડે નિરત્તર છઠ્ઠ છઠ્ઠનો તપ કરી ઉંચા હાથ રાખી રાખીને વાવતુવિહરે તો તેને છ માસને અન્ત (અપ્રયોગકાળે) સંક્ષિપ્ત અને પ્રયોગકાળે) વિસ્તીર્ણ એવી તેજલેશ્યો પ્રાપ્ત થાય.' ત્યાર પછી મંખલિપુત્ર ગોશાલકે મારા આ કથનનો વિનયવડે સારી રીતે સ્વીકાર કર્યો. 6i42 ત્યારબાદ હે ગૌતમ! અન્ય કોઈ દિવસે મુંબલિપુત્ર ગોશાલકની સાથે કૂર્મગ્રામનગરથી સિદ્ધાર્થગ્રામનગર તરફ જવા માટે મેં પ્રયાણ કર્યું. જ્યારે અમે જયાં તે તલનો છોડ હતો તે પ્રદેશ તરફ તુરત આવ્યા ત્યારે મંખલિપુત્ર ગોશાલક મને એ પ્રમાણે કહ્યું, 'હે ભગવન્! તમે તમને તે વખતે એ પ્રમાણે કહ્યું હતું, યાવત એમ પ્રધ્યું હતું કે હું ગોશાલક! આ તલનો છોડ નીપજશે, ઈત્યાદિ તે મિથ્ય-અસત્ય થયું. હું ગોશાલકી તે વખતે એ પ્રમાણે કહેતાં, પાવતુ-પ્રરુપણા કરતા મારા એ કથનની તુ શ્રદ્ધા કરતો ન હોતો, પ્રતીતિ કરતો ન હોતો, રુચિ કરતો નહોતો, યાવતુ તેને માટી સહિત ઉખાડીને એકાંત મૂક્યો. હે ગોશાલકા તે વખતે તાણમાં આકાશમાં દિવ્ય વાદળ પ્રગટ થયું, યાવતુ-તે તલના છોડની એક તકલીફમાં સાત તલપે ઉત્પન્ન થયા છે. તે માટે હે ગોશાલી તે તલનો છોડ નિષ્પન્ન થયો છે, એ પ્રમાણે ગોશાલકે એ પ્રમાણે કહેતાં યાવતુ-પ્રપષણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy