SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૩, ઉસો-૧૦ 321 (ઉદ્દેશકઃ 10) પ૯પ હે ભગવન્! છાવસ્થિક સમુદઘાતો કેટલા કહ્યા છે ? હે ગૌતમ !વેદના મુદઘાત ઈત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના સમુદઘાત પદમાં કહ્યા પ્રમાણે યાવતુ -આંહારસમુદ્રઘાત સુધી જાણવા. “હે ભગવન્! તે એમજ છે, એમજ છે. | શતક 13 ઉદેસાઃ૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | શતકઃ૧૩-ગુર્જરછાયાપૂર્ણ (શતક 14) -: ઉકેસોઃ ૧:[૫૯]ચરમ, ઉન્માદ, શરીર, પુદ્ગલ, અગ્નિ, ફિમાહાર, સંશ્લિષ્ટ, અંતર, અનગાર અને કેવલી એ દશ ઉદ્દેસા આ શતકમાં છે. | [પ૯૭]રાજગૃહ નગરમાં (ભગવાન્ ગૌતમ થાવ આ પ્રમાણે બોલ્યા કે, હે ભગવન્! અનગાર(જેણે ચરમ-દેવાવાસનું ઉલ્લંઘન કર્યું છે, અને હજી પરમ દેવાવાસને પ્રાપ્ત થયો નથી. આ અવસરે તે કાળ કરે તો તેની ક્યાં ગતિ થાય અને ક્યાં ઉત્પાદ થાય? હે ગૌતમ! ચરમ દેવાવાસ અને પરમ દેવાવાસની પાસે તે વેશ્યાવાળાં દેવાવાસતે છે ત્યાં તેની ગતિ અને ત્યાં તેનો ઉત્પાદ કહેલો છે. તે સાધુ ત્યાં જઈને ન પોતાની પૂર્વ લેશ્યાને વિરાધે- છોડે તો તે કમલેશ્યા-ભાવલેશ્યાથી પડે છે, અને તો તે ત્યાં જઈને વિરાધે તો તેજ વેશ્યાના અશ્રિય થકી વિહરે છે. પિ૯૮]ભગવન્! ભાવિતાત્માઅનુગાર ચરમ- અસુરકુમારાવાસને ઓળંગી ગયો છે અને પરમ અસુરકુમારાવાસને પ્રાપ્ત થયો નથી, તે જો આ અવસરે મરણ પામે તો તે ક્યાં ઉપજે ? એ પ્રમાણે જાણવું. એ રીતે યાવતુ-સ્તુનિતકુમારાવાસ, જ્યોતિષિ કાવાસ અને વૈમાનિકાવાસપર્યન્ત-વિહરે છે ત્યાં સુધી જાણવું, હે ભગવનુ.નૈરયિકોની કેવા પ્રકારની શીધ્ર ગતિ કહી છે, અને તેઓના કેવા પ્રકારની શીધ ગતિનો વિષય (સમય) કહ્યો છે ? હે ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ તરુણ, બલિષ્ઠ, યુગવાળો અને થાવતુ નિપુણ શિલ્પશાસ્ત્રનો જ્ઞાતા હોય, તે પોતાના સંકુચિત હાથને પસારે અને પસા રેલા હાથને સંકુચિત કરે, પસારેલી મુઠિને સંકુચિત કરે, અને સંકોચેલી મુઠીને પસારેઉઘાડેલી આંખને મીંચી દે અને મીંચેલી આંખને ઉઘાડે, હે ગૌતમ! (નારકોની) આવા પ્રકારની-શીધ્રગતિ અથવા શીધગતિનો વિષય હોય ? આ અર્થ સમયથાર્થ નથી. નારકો એકસમયની ?જુગતિવડે અને બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિવડે ઉત્પન્ન થાય છે. હે ગૌતમ! તેવા પ્રકારે શીધ્રગતિનો વિષય કહ્યો છે. એ પ્રમાણે માવદુવૈમાનિકો સુધી જાણવું. પરન્તુ વિશેષ એ છે કે, એકેન્દ્રિયોને (ઉત્કૃષ્ટક) ચાર સમયની વિગ્રહગતિ કહેવી. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. [પ૯૯]શું નૈરયિકો અનન્તરોપપત્ર છે, પરંપરોપપન્ન છે, અનન્તપરંપરાનુપપન્ન છે? હે ગૌતમ! તે ત્રણ છે. હે ભગવન! એ પ્રમાણે શા હેતુથી કહો છે? હે ગૌતમ! જે નરયિકો પ્રથમ સમયે ઉત્પન્ન થયા છે તેઓ “અનન્તરોપપત્ર' કહેવાય છે, જે નૈરયિકોની ઉત્પત્તિમાં પ્રથમ સમય સિવાય દ્વિતીયાદિ સમય વ્યતીત થાય છે. તેઓ પરંપરોપપત્ર' [21] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy