SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ 298 ભગવઈ-૧૨-૧ofપદ૦ ગૌતમ! જેને કષાયાત્મા હોય તેને યોગાત્મા અવશ્ય હોય, અને જેને યોગાત્મા હોય તને કદાચિતુ કષાયાત્મા હોય અને કદાચિતુ ન પણ હોય. એ પ્રમાણે ઉપયોગાત્માની સાથે કષાયાત્માનો સંબંધુ જાણવો. તથા કષાયાત્મા અને જ્ઞાનાત્મા એ બંને પરસ્પર ભજ નાએ વિકલ્પ કહેવા. જેમ કષાયાત્મા અને ઉપયોગાત્માનો સંબન્ધ કહ્યો તેમ કષા. યાત્મા અને દર્શનાત્માનો સંબન્ધ કહેવો. તથા કષાયાત્મા અને ચારિત્રાત્મ-એ પરસ્પર ભજનાએ કહેવા, જેમ કષાયાત્મા અને યોગાત્મા કહ્યા, તેમ કષાયાત્મા અને વર્યાત્મા પણ કહેવા. એ પ્રમાણે જેમ કષાયાત્માની સાથે ઈતર આત્માની વક્તવ્યતા કહી, તેમ યોગાત્માની સાથે પણ ઉપરના આત્માઓની વક્તવ્યતા કહેવી. જેમ દ્રવ્યાત્માની વક્ત વ્યતા કહી તેમ ઉપયોગાત્માની પણ ઉપરના આત્માઓની સાથે વક્તવ્યતા કહેવી. જેને જ્ઞાનાત્મા હોય તેને દર્શનાત્મા અવશ્ય હોય, અને જેને વળી દર્શનાત્મા હોય તેને જ્ઞાનાત્મા ભજનાએ હોય. જેને જ્ઞાનાત્મા હોય તેને ચારિત્રાત્મા ભજનાએ હોય વળી જેને ચારિત્રાત્મા હોય તેને જ્ઞાનાત્મા અવશ્ય હોય. તથા જ્ઞાનાત્મા અને વિયત્મા-એ બને પરસ્પર ભજનાએ હોય. જેને દર્શનાત્મા હોય તેને ઉપરના ચારિત્રામાં, વીત્મા એ બંને ભજનાએ હોય. વળી જેને તે આત્મા હોય તેને દર્શનાત્મા અવશ્ય હોય. જેને ચારિત્રાત્મા હોય તેને અવશ્ય વીત્મા હોય. વળી જેને વીર્વાત્મા હોય તેને ચારિત્રાત્મા કદાચિત હોય અને કદાચિ ન હોય. હે ભગવનું ! દ્રવ્યાત્મા, કષાયાત્મા, યાવદ્વીય મામાં કયા આત્મા કોનાથી યાવદૂ-વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા ચારિત્રા ત્મા છે, તે કરતાં જ્ઞાનાત્મા અનંતગણ છે, તેથી કપાયાત્મા અનંતગણ, તે કરતાં યોગા ત્મા વિશેષાધિક છે, તે કરતાં ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા-એ ત્રણે વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય છે. [પ૬૧]હે ભગવન્! આત્મા જ્ઞાનસ્વરુપ છે, કે અજ્ઞાનરુપ છે ? હે ગૌતમ ! આત્મા કદાચિત્ જ્ઞાનરુપ છે, અને કદાચિત્ અજ્ઞાનરુપ પણ છે. પરંતુ તેઓનું જ્ઞાન અવશ્ય આત્મરુપ છે. હે ભગવન! નૈરયિકોનો આત્મા જ્ઞાનરુપ છે, કે અજ્ઞાનરુપ છે? હે ગૌતમ ! નૈરયિકોનો આત્મા કદાચિત્ જ્ઞાનરુપ છે અને કદાચિત. અજ્ઞાનરુપ પણ છે. પરન્તુ તેઓનું જ્ઞાન અવશ્ય આત્મરુપ છે. યાવતુ- સનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથ્વીકાયિકોનો પ્રશ્ન હે ગૌતમ ! પૃથ્વી કીયિકોનો આત્મા અવશ્ય અજ્ઞાન રુપ છે અને તેઓનું અજ્ઞાન પણ અવશ્ય આત્મરુપ છે. યાવદૂ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિય, યાવદ્ર-વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવનું ! આત્મા દર્શનારુપ છે કે તેથી દર્શન બીજું છે? હે ગૌતમ! આત્મા અવશ્ય દર્શનરુપ છે અને દર્શન પણ અવશ્ય આત્મા છે. હે ભગવનું નૈરિકોનો આત્મા સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! નરયિ કોનો આત્મા અવશ્ય દર્શનારુપ છે, અને તેઓનું દર્શન પણ અવશ્ય આત્મા છે, એ પ્રમાણે યાવદુ-વૈમાનિકો સુધી નિરંતર (ચોવીસ) દેડક કહેવા. હે ભગવન્! રત્નપ્રભાપૃથ્વી આત્મા-સસ્વરુપ છે કે અન્ય-અસત્વરુપ ? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ આત્મા-સદરુપ છે, કથંચિત નો આત્મા-પણ છે, અને સદરુપે અને અસદરુપે કથંચિત્ અવક્તવ્ય છે. એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથિવી પોતાના આદેશથી સ્વરુપથી આત્મા-વિદ્યમાન છે, પરના આદેશથી વિવક્ષાથી નોઆત્મા-અવિદ્યમાન છે, અને ઉભયના આદેશથી-આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy