SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૨, ઉસો-૫ 289 વક્રતાજન્યસ્વભાવ, ગહન, નૂમ, કલ્ક, કુપા, જિહ્નતા, કિલ્વેિષ, આદરળતા ગૂહનતા, વંચનતા, પ્રતિકુચનતા, સાતિયોગએ બધા કેટલા વર્ણવાળા, યાવતુ- કેટલા સ્પર્શવાળા. છે! હે ગૌતમી એ બધાં પાંચ વર્ણવાળા-ત્યાદિ કોંધની પેઠે જાળવા. હે ભગવનું લોભ, ઈચ્છા, મૂળ,કાંક્ષા,ગૃદ્ધિ, તૃષણા, અભિધ્યા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવતાશા, મરણાશા અને નંદિરાગ-એ બધા કેટલા વર્ણવાળા યાવતકેટલાં સ્પર્શવાળા છે.? હે ગૌતમાં ક્રોધની પેઠે જાણવું. હે ભગવન! પ્રેમ-રાગ, દ્વેષ, કલહ. યાવતું મિથ્ય- દર્શનશલ્ય- બધા કેટલા વર્ણવાળા, યાવતુ કેટલા સ્પર્શવાળા છે.? ક્રોધની પેઠે તે બધા ચાર સ્પર્શવાળા છે. [૫૪૩હે ભગવન્! પ્રાણાતિપાતવિરમણ, વાવઃ પરિગ્રહવિરમણ, ક્રોધનો ત્યાગ, યાવત્ મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ-એ બધા કેટલાં વર્ણવાળા, યાવતુ કેટલા સ્પર્શ વાલા કહ્યા છે ? હે ગૌતમીવર્ણ વિનાના, ગંધવિનાના રસવિનાના અને સ્પર્શ વિનાના કહ્યા છે. હે ભગવન્! ઔત્પત્તિની વૈયિકી કામિકી અને પરિણામિકી બુદ્ધિએ કેટલા વર્ણવાળી,યાવતુ-કેટલા સ્પર્શવાળી કહીછે?પૂર્વવતુeભગવઅિવગ્રહઈહાઅવાય અને ધારણાએ બધા કેટલાં વર્ણવાળા, યાવતુ-કેટલાં સ્પર્શવાળા છે.? એ પ્રમાણે વાવ-સ્પ રહિત કહ્યા છે. હે ભગવન્! ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષ કારપરાક્રમ-એ કેટલા વર્ણવાળા, યાવત્ કેટલાં સ્પર્શવાળા કહ્યા છે? પૂર્વ પ્રમાણે વાવ તે સ્પર્શરહિત કહ્યા છે. હે ભગવન ! સાતમો અવકાશાંતરે-આકાશનો ખંડ કેટલાં વર્ણવાળો, યાવતુ કેટલા સ્પર્શવાળો કહ્યો છે? એ પ્રમાણે યાવતુ-સ્પર્શરહિત છે. હે ભગવન્! સાતમી નરક પૃથ્વી નીચેનો તનુવાત કેટલા વર્ણવાળો. વાવતુ-કેટલા સ્પર્શવાળો કહ્યો છે? પ્રાણાતિ પાતની પેઠે જાણવું, પરંતુ વિશેષ એ છે કે અહીં સાતમો તનુવાત આઠ સ્પર્શવાળો કહ્યો. છે. છઠ્ઠો તનુવાત તથા યાવદૂછઠ્ઠી પૃથ્વી-એ બધાં આઠ સ્પર્શવાળાં છે. એ પ્રમાણે જેમ સાતમી પૃથ્વીની વક્તવ્યતા કહી, તેમ યાવતુ-પ્રથમ પૃથ્વી સુધી જાણવું. જંબુદ્વીપ નામે. દ્વીપ, યાવતુ સ્વયંમરમણસમુદ્ર, સૌધર્મ કલ્પ, વાવ-ઈષતુ પ્રામ્ભારાપૃથિવી, નૈરયિકા વાસો તથા યાવ-વૈમાનિકાવાસો-એ બધા આઠ સ્પર્શવાળા છે. હે ભગવનું ! નૈરયિકો કેટલા વર્ણવાળા, યાવતુ કેટલા સ્પર્શવાળા કહ્યા છે? હે ગૌતમ! વૈક્રિય અને તૈજસપુદ્ગલોની અપેક્ષાએ તેઓ પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગંધવાળ, આઠસ્પર્શવાળા છે, અને કાર્મણ પુદ્ગલોની અપેક્ષાએ પાંચવર્ણવાળા, પાંચરસવાળા, બે ગંધવાળા, ચારસ્પર્શવાળા છે, તથા જીવની અપેક્ષાએ વર્ણરહિત, અને યાવત્ સ્પર્શરહિત કહ્યા છે, એ પ્રમાણે ચાવતુ નિકકુમાર સુધી જાણવું. હે ભગ વનું! પૃથિવીકાયિકો કેટલા વર્ણવાળા છે ?-ઈત્યાદિ હે ગૌતમ ! ઔદારિક અને તૈજસ પુદ્ગલોની અપેક્ષાએ પાંચવર્ણવાળા, યાવત-આઠ સ્પર્શવાળા છે, કામણની અપેક્ષાએ જેમ નૈરયિકો કહ્યા તેમ કહેવા, અને જીવની અપેક્ષાએ પણ પૂર્વ પ્રમાણે જાણવા. એ પ્રમાણે યાવતુ- ચઉરિન્દ્રિય જીવો સુધી જાણવું, પણ વિશેષ એ છે કે વાયુકાયિકો ઔદારિક, વૈક્રિય અને તૈજસપુગલોની અપેક્ષાએ પાંચ વર્ણવાળા, યાવ-આઠ સ્પર્શ વાળા કહ્યા છે, બાકી બધુ નૈરયિકોની પેઠે જાણવું. તથા વાયુકાયિકોની પેઠે પંચેન્દ્રિયતિય ચયોનિકો પણ જાણવા હેભગવન!મનુષ્યો વર્ણવાળા કહ્યા છે? ઈત્યાદિ. ઔદારિક, વૈક્રિય. આહારક અને તૈજસપુદ્દલોની અપેક્ષાએ પાંચ વર્ણવાળા, યાવત-આઠ સ્પર્શવાળા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy