________________ શતક-૧૧, ઉદેસો-૧૨ 277 સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે એમ વિચાર કરે છે, વિચારીને આતાપનાભૂમિથી નીચે ઉતરી ત્રિદંડ, કંડિકા, યાવદુ ભગવાં વસ્ત્રોને ગ્રહણ કરી ક્યાં આલભિકા નગરી છે, અને જ્યાં તાપસીના આશ્રમો છે ત્યાં આવે છે, આવીને પોતાના ઉપકરણો મૂકી આભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, યાવદ્ર બીજા ભાગમાં એક બીજાને એ પ્રમાણે કહે છે, યાવતુ પ્રરૂપે છે- હે દેવાનુપ્રિય ! મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, અને દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે'-ઇત્યાદિ પૂર્વોક્ત કહેવું, ત્યારબાદ “આલબિકા નગરીમાં” એ. અભિલાપથી જેમ શિવ રાજર્ષિ માટે પૂર્વે કહ્યું તેમ અહીં કહેવું, હવે મહાવીરસ્વામી સમવસર્યા અને યાવત્ હે ગૌતમ! એ પ્રમાણે કહું છું, બોલું છું, વાવતુ પ્રરૂપું છું કે દેવલો કમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ સ્થિતિ કહી છે, અને ત્યાર બાદ દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે. હે ભગવનું ! સૌધર્મકલ્પમાં વર્ણસહિત અને વર્ણરહિત દ્રવ્યો છે ?-ઈત્યાદિ પૂર્વ વતુ પ્રશ્ન. હે ગૌતમ! હા, છે. એ પ્રમાણે યાવત્ ઈશાન દેવલોકમાં પણ જાણવું. તે પ્રમાણે યાવદ્ અર્ચ્યુતમાં, રૈવેયકવિમાનમાં, અનુત્તરવિમાનમાં અને ઈષ~ાભારા પૃથિવી માં પણ વર્ણસહિત અને વર્ણરહિત દ્રવ્યો છે. ત્યાર બાદ તે અત્યન્ત મોટી પરિષદ્ યાવદ્ વિસર્જિત થઈ. પછી આલભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક-વિગેરે માગમાં ઘણા માણ સોને એમ કહે છે ઈત્યાદિ શિવ રાજર્ષિની પેઠે કહેવું, યાવતુ તે સર્વ દુઃખથી રહિત થયા. પરતુ વિશેષ એ છે કે, ત્રિદેડ, કુંડિકા યાવદ્ ગેરથી રંગેલા વસ્ત્રને પહેરી વિલંગજ્ઞાન રહિત થયેલો તે પુદ્ગલ પરિવ્રાજક આલભિકા નગરીની વચ્ચે થઈને નીકળે છે. નીકળી ને યાવત્ ઉત્તરપૂર્વ દિશા તરફ જઈ સ્કંદકની પેઠે તે પુદ્ગલપરિવ્રાજક ત્રિદંડ, કુંડિકા યાવદ્ મૂકી પ્રવ્રુજિત થાય છે. બાકી બધું શિવરાજર્ષિની પેઠે યાવત્ સિદ્ધો અવ્યાબાધ અને શાશ્વત સુખને અનુભવે છે ત્યાં સુધી જાણવું. હે ભગવન્! તે એમજ છે, તે એમજ છે એમ કહી યાવત્ ભગવનું ગૌતમ વિહરે છે. | [શતક 15 ઉદેસાઃ ૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણ] ] શતક: ૧૧-ગુર્જરછાયાપૂર્ણ ( શતક 12. ). - ઉદ્દેશકઃ 1 - [પ૨૯] - શંખ, જયંતી, પૃથિવી, પુદ્ગલ, અતિપાત રાહુ લોક, નાગ, દેવ અને આત્મા એ વિષયો સંબધે દશ ઉદ્દેશકો બારમા શતકમાં કહેવામાં આવશે. [પ૩ો તે કાલે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. કોષ્ટક ચેત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં શંખપ્રમુખ ઘણા શ્રમણોપાસકો રહેતા હતા, તેઓ ધનિક થાવત્ અપરિભૂત અને જીવાજીવ તત્ત્વને જાણનારા હતા. તે શંખ શ્રમણોપાસકને ઉત્પલા નામે સ્ત્રી હતી, તે સુકુમાલ હાથપગવાળી, યાવતુ સુરૂપા અને જીવાજીવ તત્ત્વને જાણનારી યાવત્ વિહરતી હતી. તે શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામે શ્રમણોપાસક રહેતો હતો, તે ધનિક અને જીવાજીવ તત્ત્વનો જ્ઞાતા હતો. તે કાલે, તે સમયે ત્યાં મહાવીર સ્વામી સમવસર્યા, પરિષદ્ વાંદવાને નીકળી, વાવતુ તે પપાસના કરે છે. ત્યાર બાદ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org