SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ 259 શતક-૧૧, ઉદેસી-૯ ગોશીષચંદન વડે લેપ કરી યાવતુ જેમ જમાલિનું વર્ણન કર્યું છે તેમ કલ્પવૃક્ષની પેઠે તેને અલંકૃતવિભૂષિત કરે છે. ત્યારપછી હાથ જોડી શિવભદ્રકુમારને જય અને વિજયથી વધાવે છે; વધાવીને ઇષ્ટ, કાન્ત, પ્રિય વાણીવડે આશીર્વાદ આપતા ઔપપાતિક સૂત્રમાં કોણિક રાજા સંબધે કહ્યા પ્રમાણે તેઓએ કહ્યું-થાવતુ તું દીઘયુષી થા, અને ઈષ્ટ જનના પરિવારયુક્ત હસ્તિનાપુરનગર અને બીજા અનેક ગ્રામ, આકર તથા નગરોનું સ્વામિપણું ભોગવ-ઇત્યાદિ કહીને તેઓ જય જય શબ્દ બોલે છે. ત્યારબાદ તે શિવભદ્ર કુમાર રાજા થયો, તે મોટા હિમાચલની પેઠે સર્વાજાઓમાં મુખ્ય થઈને યાવત્ વિહરે છે, અહીં શિવભદ્રરાજાનું વર્ણન કરવું. ત્યારપછી તે શિવરાજા અન્ય કોઇ દિવસે પ્રશસ્ત તિથિ, કરણ, દિવસ અને નક્ષત્રના યોગમાં વિપુલ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓને તૈયાર કરાવે છે. મિત્ર, જ્ઞાતિ, યાવતુ પોતાના પરિજનને, રાજાઓને અને ક્ષત્રિયોને આમત્રણ કરે છે, ત્યાર બાદ સ્નાન કરી યાવતું શરીરને અલંકૃત કરી ભોજનવેલાએ ભોજનમંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેસી મિત્ર, જ્ઞાતિ અને પોતાના સ્વજન યાવતુ પરિજન સાથે તથા રાજા અને ક્ષત્રિયો સાથે વિપુલ અશન, પાન, સ્વાદિમ અને ખાદિમ ભોજન કરી તામ લિતાપસની પેઠે યાવતુ તે શિવરાજા બધાઓનો સત્કાર કરે છે, સન્માન કરે છે. મિત્ર, જ્ઞાતિ, પોતાના સ્વજન, યાવતુ પરિજનની તથા રાજાઓ, ક્ષત્રિયો અને શિવભદ્ર રાજાની રજા માગે છે. અનેક પ્રકારના લોઢી, લોઢાના કડાયાં, કડછા યાવતુ તાપસના ઉચિત ઉપકરણો લઈને ગંગાને કાંઠે જે આ વાનપ્રસ્થ તાપસો રહે છે-ઇત્યાદિ સર્વ પૂર્વવતુ યાવતું તે દિશપ્રોક્ષક તાપસીની પાસે દિક્ષિત થઇ દિશાપ્રોક્ષકતાપસરૂપે પ્રધ્વજ્યા ગ્રહણ કરી આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરે છે- “મારે માવજીવ નિરંતર છઠ્ઠ છઠ્ઠનો. તપ કરવો કલ્પ-ઈત્યાદિ પૂર્વવત્ યાવતુ વિહરે છે. ત્યારબાદ પ્રથમ છ8 તપના પાર ણાના દિવસે તે શિવરાજર્ષિ આતાપના ભૂમિથી નીચે આવે છે, વાલ્કલના વસ્ત્ર પહેરી જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, ત્યાં આવી કિઢિન (વાંસનું પાત્રો અને કાવડને ગ્રહણ કરે છે, ગ્રહણ કરી પૂર્વ દિશાને પ્રોક્ષિત કરી પૂર્વ દિશાના સોમ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થએલા શિવ રાજર્ષિનું રક્ષણ કરો, અને પૂર્વ દિશામાં રહેલા કંદ, મૂલ, છાલ, પાંદડા, પુષ્પ, ફળ, બીજ અને હરિતને ગ્રહણ કરીને પોતાની કાવડ ભરે છે. ત્યાર પછી, દર્ભ, કુશ, સમિધ અને ઝાડની શાખાને મરડી પાંદડાઓને લે છે, લઈને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, કાવડને નીચે મૂકે છે, વેદિકાને પ્રમાર્જિત કરે છે; લીંપી શુદ્ધ કરે છે. ત્યારબાદ ડાભ અને કલશને હાથમાં લઈને ગંગા મહાનદીમાં પ્રવેશ કરે છે, ડુબકી મારે છે. જલક્રીડા કરે છે, અને સ્નાન કરે છે, પછી આચમન કરી ચોખા થઈ પરમ પવિત્ર થઈ દેવતા અને પિતૃ કાર્ય કરી ડાભ અને પાણીનો કલશ હાથમાં લઈ ગંગા, મહાનદીથી બહાર નીકળીને જ્યાં પોતાની ઝુંપડી છે, ત્યાં આવે છે ડાભ, કુશ અને વાલુકા વડે વેદિને બનાવે છે, મથનકાષ્ઠવડે અરણિને ઘસે છે, અગ્નિ પાડે છે, અગ્નિને સળગાવે છે, પછી તેમાં સમિધના કાષ્ઠોને નાંખી તે અગ્નિને પ્રજ્વલિત કરે છે, અને અગ્નિની દક્ષિણ બાજુએ આ સાત વસ્તુઓ મૂકે છે. [50] “સકંથા (ઉપકરણવિશેષ), વલ્કલ, દીપ, શય્યાના ઉપકરણ, કમંડલ, દિંડ અને આત્માએ સર્વને એકઠા કરે છે.” પછી મધ, ઘી અને ચોખા વડે અગ્નિમાં હોમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy