SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ --- શતક-૯, ઉસો-૩૩ 229 સાધુપણાના પયયને પાળે છે. માસિકી સંલેખના વડે આત્માને વાસિત કરીને સાઠભક્તોને અનશનકરવાવડ વ્યતીત કરીને જેને માટે મનભાવનનિન્યપણાનો સ્વીકાર કર્યો હતો, યાવતું તે નિર્વાણરૂપ અર્થને આરાધે છે, યાવતું સર્વદુઃખથી મુક્ત થાય છે. હવે તે દેવાનંદા બ્રાહ્મણી શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મને સાંભળી, દયમાં અવધારી આનતિ અને સંતુષ્ટ થઈ, અને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરી પાવતુ નમસ્કાર કરી આ પ્રમાણે બોલી- હે ભગવન્! તે એમજ છે, એ પ્રમાણે ઋષભદત્તની જેમ યાવતુ તેણે ભગવંત કથિત ધર્મ કહ્યો. ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીર પોતે દેવાનંદા બ્રાહ્મણીને દીક્ષા આપે છે, દીક્ષા આપીને પોતે આયચિંદના નામે આયને શિષ્યાપણે સોંપે છે. ત્યારબાદ તે આયચંદના પોતે જ તે દેવાનંદ્ય બ્રાહ્મણીને દીક્ષા આપે છે, સ્વયમેવ મુંડે છે, સ્વયમેવ શિક્ષા આપે છે એ પ્રમાણે દેવાનંદા ઋષભદત્ત બ્રાહ્મણની પેઠે આયચંદનાના આ આવા પ્રકારના ધાર્મિક ઉપદેશને સમ્યક પ્રકારે સ્વીકાર કરે છે, અને તેની આજ્ઞા પ્રમાણે વર્તે છે, યાવતુ સંયમવડે પ્રવર્તે છે. ત્યારપછી દેવાનંદા આ આયચંદના પાસે સામાયિકાદિ અગીયાર અંગોનું અધ્યયન કરે છે. વાવતુ સર્વદુઃખોથી મુક્ત થાય છે. [463 હવે તે બ્રાહ્મણ કુંડગ્રામનગરની પશ્ચિમ દિશાએ ક્ષત્રિયકુંડગ્રામ નગર હતું. તે ક્ષત્રિયકુંડગ્રામનગરમાં જમાલિ નામનો ક્ષત્રિયકુમાર રહેતો હતો. તે આત્યધનિક, તેજસ્વી અને યાવદુ જેનો પરાભવ ન થઈ શકે એવો હતો. તે પોતાના ઉત્તમ પ્રાસાદ ઉપર જેમાં મૃદગો વાગે છે એવા, અને અનેક પ્રકારની સુંદર યુવતિઓવડે ભજવાતા બત્રીશ પ્રકારના નાટકોવડે હસ્તપાદાદિ અવયવોને નચાવતો, સ્તુતિ કરાતો, અત્યન્ત ખુશ કરાતો પ્રાવૃષિવષ, શરદ, હેમંત, વસંત, અને ગ્રીષ્મ પર્યન્ત એ છએ ઋતુઓમાં પોતાના વૈભવ પ્રમાણે સુખનો અનુભવ કરતો, સમયને ગાળતો, મનુષ્યસંબધી પાંચ પ્રકારના ઈષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગન્ધરૂપ કામભોગોને અનુભવતો વિહરેછે. ત્યારબાદ ક્ષત્રિયકુંડગ્રામનગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં યાવતુ ઘણા માણસોનો કોલાહલ થતો હતો-ઈત્યાદિ ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે કહેવું થાવત્ ઘણાં માણસો પરસ્પર એ પ્રમાણે જણાવે છે, કે-હે દેવાનુ- પ્રિયી ! એ પ્રમાણે ખરેખર તીર્થની આદિના કરનારા, વાવસર્વજ્ઞ અને સર્વદર્શી શ્રમણભગવનમહાવીર આ બ્રાહ્મણકુંડગ્રામ નગરની બહાર બહુશાલ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી યાવતુ વિહરે છે, તેવા પ્રકારના અહંતુ ભગવંતના નામ ગોત્રના શ્રવણમાત્રથી પણ મોટું ફલ થાય છે'- ઈત્યાદિ ઔપપાતિક સૂત્રને અનુસાર વર્ણન કરવું. યાવતું તે જનસમૂહ એક દિશા તરફ જાય છે, અને ક્ષત્રિયકુંડગ્રામ નગરના મધ્યભાગમાંથી બહાર નિકળે છે, જ્યાં બ્રાહ્મણ કુંડગ્રામનગર છે, અને જ્યાં બહુશાલકચૈત્ય છે ત્યાં આવે છે. એ પ્રમાણે બધું ઔપપાતિક સૂત્રને અનુસારે કહેવું. ત્યાર પછી તે ઘણા મનુષ્યના શબ્દને યાવતું જનોના કોલાહલને સાંભળીને અને અવધારીને ક્ષત્રિયકુમાર જમાલિના મનમાં આવા પ્રકારનો વિચાર યાવતું ઉત્પન્ન થયો-“શું આજે ક્ષત્રિયકુંડગ્રામનગરમાં ઈન્દ્રનો ઉત્સવ છે, સ્કન્દનો ઉત્સવ છે, વાસુદેવનો ઉત્સવ છે, નાગનો ઉત્સવ છે, યક્ષનો ઉત્સવ છે. ભૂતનો ઉત્સવ છે, કૂવાનો ઉત્સવ છે, તળાવનો ઉત્સવ છે, નદીનો ઉત્સવ છે, દ્રહનો ઉત્સવ છે. પર્વતનો ઉત્સવ છે વૃક્ષનો ઉત્સવ છે ચૈત્યનો ઉત્સવ છે યા સ્તૂપનો ઉત્સવ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy