SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૭, ઉદેસો-૧ ( શતક 7 ) –ઉસો-૧ - ૩િર૭ આહાર, વિરતિ, સ્થાવર, જીવ, પક્ષી, આયુષ. અનગાર, છ0. અસંવૃત, અને અન્યતીથિંક એ સબળે સાતમા શતકમાં દશ ઉદ્દેશકો છે. [328] તે કાલે તે સમયે વાવતું બોલ્યા હે ભગવન્! જીવ (પરભવમાં જતાં) કયે સમયે અનાહારક હોય? હે ગૌતમ! પ્રથમ સમયે જીવ કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય, બીજે સમયે કદાચ આહારક હોય ને કદાચ અનાહારક હોય. ત્રીજે સમયે કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય, પરન્તુ ચોથે સમયે અવશ્ય આહારક હોય. એ પ્રમાણે દંડક કહેવા. સામાન્ય જીવો અને એકેન્દ્રિયો ચોથે સમયે આહારક હોય છે, અને બાકીના જીવો ત્રીજે સમયે આહારક હોય છે. હે ભગવન્! જીવા કયે સમયે સૌથી અલ્પ આહારવાળો હોય છે? હે ગૌતમ ! ઉત્પન્ન થતાં પ્રથમ સમયે અને ભવને છેલ્લે સમયે, આ સમયે જીવ સૌથી અલ્પ આહારવાળો હોય છે. એ પ્રમાણે, વૈમાનિક સુધી જાણવું [32] હે ભગવન્! લોકનું સંસ્થાન કેવા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ ! લોક સુપ્રતિષ્ઠક શરાવના આકાર જેવો કહેલો છે. તે નીચે વિસ્તીર્ણ- યાવતુ ઉપર ઊર્ધ મૃદંગના આકારે સંસ્થિત છે. તે શાશ્વત લોકમાં ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર અરિહંત જિન કેવલજ્ઞાની જીવોને પણ જાણે છે અને જૂએ છે, અજીવોને પણ જાણે છે અને જુએ છે, ત્યારપછી સિદ્ધ થાય છે, યાવતુ (સર્વ દુઃખોનો અંત કરે છે. 330) હે ભગવન્! શ્રમણના ઉપાશ્રયમાં રહીને સામાયિક કરનાર શ્રમણોપાસકને શું એયપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? હે ગૌતમ! એવપથિકી ક્રિયા ન લાગે. પણ સાપરાયકી ક્રિયા લાગે. હે ભગવનું ! શા હેતુથી એમ કહ્યું? હે ગૌતમ ! શ્રમણના ઉપાશ્રયમાં રહીં સામાયિક કરનાર શ્રાવકનો આત્મા અધિકરણ. યુક્ત છે, તેથી તેને આત્માના અધિકરણ નિમિત્તે એપથિકી ક્રિયા ન લાગે, પણ સાંપરાયિકી ક્રિયા લાગે. તે હેતુથી યાવત સાંપરાવિકી ક્રિયા લાગે છે. [331] હે ભગવન્! જે શ્રમણોપાસકને પૂર્વે ત્રસજીવોના વધનું પ્રત્યાખ્યાન હોય અને પૃથ્વીકાયના વધનું પ્રત્યાખ્યાન ન હોય, તે પૃથ્વીને ખોદતા જો કોઈ ત્રસ જીવની હિંસા કરે તો હે ભગવન્! તેને તે વ્રતમાં અતિચાર લાગે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. કારણ કે તે (શ્રાવક) તેનો વધ કરવા પ્રવૃત્તિ કરતો નથી. હે ભગવન્! શ્રમણોપાસકે પૂર્વે વનસ્પતિના વધનું પ્રત્યાખ્યાન કર્યું હોય, તે પૃથિવીને ખોદતા કોઈ એક વૃક્ષના મૂળને છેદી નાંખે તો તેને તે વ્રતનો અતિચાર લાગે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. [332] એ ભગવન્! તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને પ્રાસક અને એષણીય મશન, પાન, સ્વાદિમ અને ખાદિમ આહારવડે પ્રતિલાબેતા- શ્રમણોપાસકને શો લાભ થાય ? હે ગૌતમ ! તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને યાવતું પ્રતિલાભતો શ્રમણોપાસક તેવા પ્રકારના શ્રમણ યા બ્રાહ્મણને સમાધિ ઉત્પન્ન કરે છે, અને સમાધિ કરનાર (શ્રાવક) તે સમાધિને પ્રાપ્ત કરે છે. હે ભગવન્! તથારૂપ શ્રમણને યાવતુ પ્રતિલાભતો. શ્રમણોપાસક શેનો ત્યાગ કરે ? હે ગૌતમ ! જીવિતનો (જીવનનિવહિના કારણભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy