SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 113 શતક-૫, ઉદેસી-૭ સપ્રદેશ નથી. હે ભગવનું ! બે પ્રદેશવાળો સ્કંધ, શું સાધ સમધ્ય અને પ્રદેશ છે કે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશ છે? હે ગૌતમ ! તે બે પ્રદેશવાળો સ્કંધ, સાર્ધ છે, સપ્રદેશ છે અને મધ્ય રહિત છે પણ અનર્ધ નથી, સમધ્ય નથી અને અપ્રદેશ નથી. હે ભગવન્! ત્રણ પ્રદેશવાળો સ્કંધ (એ વિષે) એ પ્રમાણે પ્રશ્ન કરવો. હે ગૌતમ! તે ત્રણ પ્રદેશવાળો. સ્કંધ અનઈ છે, સમધ્ય છે અને પ્રદેશ છે પણ સાધ નથી, અમધ્ય નથી અને અપ્રદેશ નથી. જેમ, બે પ્રદેશવાળા સ્કંધને માટે સાધદિ વિભાગ દર્શાવ્યો છે, તેમ જેઓ સમ સ્કંધો છે એટલે સમસંખ્યાવાળા- કંધો માટે જાણી લેવું અને જેઓ વિષમ કંધો છે. તેને માટે, એમ ત્રણ પ્રદેશવાળા સ્કંધ સંબંધે કહ્યું તેમ જાણવું. હે ભગવન્! સંખ્યયપ્રદેશવાળો સ્કંધ શું સાધ છે? હે ગૌતમ! કદાચ સાર્ધ હોય, અમધ્ય હોય અને અપ્રદેસ હોય, કદાચ અનઈ હોય, સમૃધ્ય હોય અને પ્રદેશ હોય. ની જેમ સંખ્યય પ્રદેશવાળા સ્કંધ તે અસંખ્યય અને અનંત પ્રદેશવાળા સ્કંધ જાણવો. લેવો. [26] હે ભગવન્! પરમાણુપુદ્ગલને સ્પર્શ કરતો પરમાણુ પુદ્ગલ, શું એક ભાગવડે એક ભાગનો સ્પર્શ કરે, એક ભાગવડે ઘણા ભાગોનો સ્પર્શ કરેએક ભાગવડે સર્વનો સ્પર્શ કરે, ઘણા ભાગો દ્વારા એક દેશને સ્પર્શે, ઘણા દેશોદ્વારા ઘણા દેશોને સ્પ, ઘણા દેશો દ્વારા સર્વને સ્પર્શે સર્વવડે એક ભાગને સ્પર્શ, સર્વવડે ઘણા ભાગોને સ્પર્શે, કે સર્વવડે સર્વને સ્પર્શે? હે ગૌતમ એકદેશથી એકદેશને ન પશે, એકદેશથી ઘણા દેશોને ન સ્પર્શે એક દેશથી સર્વને ન સ્પર્શે ઘણા દેશોથી એકને ન સ્પર્શે, ઘણા દેશોથી ઘણા દેશને ન સ્પર્શે, ઘણા દેશોથી સર્વને ન સ્પ, સર્વથી એક દેશને ન સ્પશે. સર્વથી ઘણા દેશોને ન સ્પ, પણ સર્વથી સર્વને સ્પર્શે. એ પ્રમાણે બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતો પરમાણુપુદ્ગલ સાતમા અને નવમા વિકલ્પવડે સ્પર્શે વળી, ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતો પરમાણુ-પુદ્ગલ છેલ્લા ત્રણ, વિપવડે સ્પ પ્રકારે ત્રણ પ્રદેશવાળા સ્કંધને પરમાણુપુદ્ગલનો સ્પર્શ કરાવ્યો તે પ્રકારે ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા યાવતુ -અનંત પ્રદેશવાળા સ્કંધની સાથે પરમાણુપદુગલનો સ્પર્શ કરાવવો. હે ભગવન્! પરમાણુપુદ્ગલને સ્પર્શતો બે પ્રદેશવાળો સ્કંધ કેવી રીતે સ્પર્શે ? એ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! ત્રીજા અને નવમા વિકલ્પવડે સ્પર્શે. એવી રીતે બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતો ઢિપ્રદેશિકઢંધ પ્રથમ, તૃતીય, સપ્તમ અને નવમા વિકલ્પવડે સ્પશે. ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતો દ્વિપ્રશિકન્કંધ પેલા ત્રણ વિકલ્પોવડ અને છેલ્લા ત્રણ વિકલ્પોવડે સ્પર્શે અને વચલા ત્રણે પણ વિકલ્પોવડે પ્રતિષેધ કરવો, જેમ દ્વિપ્રદેશિકસ્કંધને ત્રણ પ્રદેશવાળા સ્કંધની સ્પર્શના કરાવી એ પ્રમાણે ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા વાવતુ-અનંત-પ્રદેશવાળા સ્કંધની સ્પર્શના કરાવવી. હે ભગવન્! પરમાણુપુદ્ગલને સ્પર્શ કરતો ત્રણ પ્રદેશવાળો સ્કંધ કેવી રીતે સ્પર્શે એ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! ત્રીજા છઠ્ઠા અને નવમા વિકલ્પવડે સ્પર્શે, ઢિપ્રદેશિકને સ્પર્શ કરતો ત્રિપ્રદેશિ- કર્કંધ, પ્રથમ તૃતીય, ચતુર્થ. ષષ્ઠ, સપ્તમ અને નવમા વિકલ્પવડે સ્પ, ત્રિપ્રદેશિકને સ્પર્શ કરતો ત્રિપ્રદેશિક સ્કંધ સર્વ સ્થાનોમાં સ્પર્શે એટલે નવે વિકલ્પવડે સ્પર્શે. જેમ ત્રિપ્રદેશિકનો સ્પર્શ કરાવ્યો એ પ્રમાણે ત્રિપ્રદેશિકને ચાર પ્રદેશિક, પાંચ પ્રદેશિક વાવતું અનંત પ્રદેશિક સુધીના બધા સ્કંધો સાથે સંયોજવો અને જેમ ત્રિપ્રદેશિક સ્કંધ પરત્વે કહ્યું તેમ યાવતુ-અનંતપ્રદેશિક સુધીના સ્કંધ પરત્વે કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy