SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 102 ભગવાઈ-પપ૩/૨૨૩ (ઉદેશક:-) [223] હે ભગવન્! અન્યતીર્થિકો એમ કહે છે, ભાષે છે, જણાવે છે અને પ્રરુપે છે કે, જેમ કોઈ એક જાળ હોય, તે જાળમાં ક્રમપૂર્વક ગાંઠો દીધેલી હોય. એક પછી એક એમ વગર આંતરે તે ગુંથેલી હોય, પરંપરાએ ગુંથેલી હોય, પરસ્પર ગુંથેલી હોય એવી તે જાળજેમ વિસ્તારપણે પરસ્પર ભારપણે પરસ્પર વિસ્તાર તથા ભારપણે અને પરસ્પર સમુદાયપણે રહે છે અર્થાત જાળ તો એક છે પણ તેમાં જેમ અનેક ગાંઠો પરસ્પર વળગી રહેલી છે તેમ ક્રમે કરીને અનેક જન્મો સાથે સંબંધ ધરાવનારાં એવાં ઘણાં આઉખાઓ ઘણા જીવો ઉપર પરસ્પર ક્રમે કરીને ગુંથાએલાં છે-ચાવતુ-રહે છે અને તેમ હોવાથી તેમાંનો એક જીવ પણ એક સમયે બે આયુષ્યને અનુભવે છે. તે આ પ્રમાણે એકજ જીવ આ ભવનું આયુષ્ય અનુભવે છે તેમ તેજ જીવ પર ભવનું પણ આયુષ્ય અનુભવે છે જે સમયે આ ભવનું પણ આયુષ્ય અનુભવે છે, તે જ સમયે પરભવનું પણ આયુષ્ય અનુભવે છે. યાવત્ હે ભગવન્! એ તે કેવી રીતે? હે ગૌતમ! તે અન્યતીથિંકો જે કાંઈ કહે છે તે બધું તેઓ અસત્ય કહે છે. હે ગૌતમ! હું તો વળી એમ કહું છું યાવત્ઝરુપું કે, જેમ કોઈ એક જાળ હોય અને તે યાવતઅન્યોઅન્ય સમુદ્રયપણે રહે છે એ જ રીતે ક્રમે કરીને અનેક જન્મો સાથે સંબંધ ધરાવનારાં એવાં ઘણાં આઉખાંઓ એક એક જીવ ઉપર સાંકળીના મકોડાની પેઠે પરસ્પર ક્રમે કરીને ગુંથાએલાં હોય છે અને એમ હોવાથી એક સમયે એક આયુષ્યને અનુભવે છે. તે આ રીતે જે જીવ આ ભવનું આયુષ્ય અનુભવે છે અથવા તો પરભવનું આયુષ્ય અનુભવે છે પણ જે સમયે આ ભવનું આયુષ્ય અનુભવે છે તે સમયે પરભવનું આયુષ્ય અનુભવતો નથી અને જે સમયે પરભવનું આયુષ્ય અનુભવે છે તે સમયે આ ભવનું આયુષ્ય અનુભવતો નથી આ ભવના આયુષ્યને વેદવાથી પરભવનું આયુષ્ય વેદાતું નથી અને પરભવના આયુષ્યને વેદવાથી આ ભવનું આયુષ્ય વેદાતું નથી એ પ્રમાણે એક જીવ એક સમયે એક આયુષ્યને અનુભવે છે તે આ પ્રમાણે - આ ભવનું આયુષ્ય અનુભવે છે કે પરભવનું આયુષ્ય અનુભવે છે. [24] હે ભગવનું જે જીવ નરકે જવાને યોગ્ય હોય. હે ભગવન્! શું તે જીવ, અહીંથી આયુષ્ય સહિત થઈને નરકે જય? હે ગૌતમ ! નરકે જવાને યોગ્ય જીવ અહીંથી આયુષ્ય સહિત થઈને નરકે જાય, પણ આયુષ્ય વિનાનો ન જાય. હે ભગવન્! તે જીવે, તે આયુષ્ય ક્યાં બાંધ્યું અને તે આયુષ્ય સંબંધી આચરણો ક્યાં આચય? હે ગૌતમ ! તે જીવે, તે આયુષ્ય પૂર્વ ભવમાં બાંધ્યું અને તે આયુષ્ય સંબંધી આચરણો પણ પૂર્વ ભવમાં આચય. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી દંડક કહેવો. હે ભગવન્! જે જીવ, જે યોનિમાં ઉપજવાને યોગ્ય હોય, તે જીવ, તે યોનિ સંબંધી આયુષ્ય બાંધે? જેમકે, નરક યોનિમાં ઉપજવાને યોગ્ય જીવ નરક યોનિનું આયુષ્ય બાંધે વાવ-દેવયોનિમાં ઉપજવાને યોગ્ય જીવ દેવયોનિનું આયુષ્ય બાંધે ? હે ગૌતમ ! હા, તેમ કરે અથતિ જે જીવ, જે યોનિમાં ઉપવવાને યોગ્ય હોય, તે જીવ. તે યોનિ સંબંધી આયુષ્ય બાંધે. જો નરકનું આયુષ્ય બાંધે તો તે, સાત પ્રકારના નરકમાંથી કોઈ એક પ્રકારના નરક સંબંધી આયુષ્ય બાંધે-રત્નપ્રભાપૃથિવી-નરકનું આયુષ્ય કે વાવતુ- અધ સપ્તમ- પૃથિવીસાતમી નરકનું આયુષ્ય બાંધે. જો તે. તિર્યંચનું આયુષ્ય બાંધે તો પાંચ પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy