SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવઇ-પ૧/૨૧૭ હોય. જ્યારે સોળ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ચૌદ મુહૂર્તની રાત્રી હોય. જ્યારે સોળ મુહૂર્ત કરતાં કાંઇક ઓછો દિવસ હોય ત્યારે ચૌદ મુહૂર્ત કરતાં કાંઈ વધારે રાત્રી હોય. જ્યારે પનર મુહૂર્તનો દિવસ હોય ત્યારે પનર મુહૂર્તની રાત્રી હોય. જ્યારે પન્નર મુહૂતી કરતાં કાંઇક ઓછો દિવસ હોય ત્યારે પનર મુહૂર્ત કરતાં કાંઈક વધારે રાત્રી હોય. જ્યારે ચૌદ મુહૂર્તનો દિવસ હોય ત્યારે સોળ મુહૂર્તની રાત્રી હોય. જ્યારે ચૌદ મુહૂર્ત કરતાં કાંઈક ઓછો દિવસ હોય છે ત્યારે સોળ મુહૂર્ત કરતાં કાંઈક વધારે રાત્રી હોય છે. જ્યારે તેર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે તેર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે તેર મુહૂર્ત કરતાં કાંઈક ઓછો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્ત કરતાં કાંઈક વધારે રાત્રી હોય છે. હે ભગવન્! જ્યારે જબૂદીપમાં દક્ષિણાર્ધમાં નાનામાં નાનો બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં તેમ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે. પશ્ચિમે મોટામાં મોટી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે? હે ગૌતમ! હા, એજ રીતે હોય છે- હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે નાનામાં નાનો બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દક્ષિણે મોટામાં મોટી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે? હે ગૌતમ! હા. એજ રીતે હોય છે * [218] હે ભગવન્! જ્યારે દક્ષિણાર્ધમાં વષ ની મોસમનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ વષનો પ્રથમ સમય હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ વરસાદનો. પ્રથમ સમય હોય ત્યારે જંબૂદીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે વષનો પ્રથમ સમય અનંતર પુરસ્કૃત સમયમાં હોય અથતિ જે સમયે દક્ષિણાર્ધમાં વરસાદની શરૂઆત થાય છે તેજ સમય પછી તરતજ બીજા સમયે મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે વરસાદની શરૂઆત થાય ? હે ગૌતમ! હા એજ રીતે થાય છે જ્યારે જબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ચોમાસાનો પ્રથમ સમય હોય ત્યારે તે પ્રમાણે જ યાવતુ-થાય છે. હે ભગવન્! જ્યારે મંદર પર્વતની. પૂર્વે ચોમાસાનો પ્રથમ સમય હોય છે ત્યારે પશ્ચિમમાં પણ ચોમાસાનો પ્રથમ સમય હોય છે અને જ્યારે પશ્ચિમમાં પણ ચોમાસાનો પ્રથમ સમય હોય છે ત્યારે યાવતુ-મંદર પર્વતની ઉત્તર દક્ષિણે વર્ષનો પ્રથમ સમય, અનંતર પશ્ચાદ્ભૂત સમયમાં હોય અથતું મંદર પર્વતની પશ્ચિમે વર્ષ શરુ થયાના પ્રથમ સમય પહેલાં એક સમયે ત્યાં ઉત્તરે દક્ષિણે વર્ષ શરુ થાય? હે ગૌતમ! હા, એજ રીતે થાય જ્યારે જબૂદ્વીપમાં મંદર પર્વતની. પૂર્વે વરસાદની શરૂઆત થાય તે પહેલાં એક સમયે અહીં (ઉત્તર દક્ષિણે) વરસાદની શરુઆત થાય. એ પ્રમાણે યાવતુ-બધું કહેવું. જેમ વરસાદના પ્રથમ સમય માટે કહ્યું તેમ વરસાદની શરૂઆતની પ્રથમ આવલિકા માટે પણ જાણવું અને એ પ્રમાણે આનપાન, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, એ બધાં સંબંધે પણ સમયની પેઠે જાણવું. હે ભગવનું ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં હેમંત ઋતુનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હેમંતનો પ્રથમ સમય હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે હેમંતનો (પ્રથમ સમય અનંતર પુરસ્કૃત સમયે હોય ?) ઈત્યાદિ પૂછવું. હે ગૌતમ ! એ સંબંધોનો બધો ખુલાસો વર્ષની પેઠેજ જાણવો અને એજ પ્રકારે ગ્રીષ્મ . તુનો પણ ખુલાસો સમજવો. તથા હેમંત અને ગ્રીખના પ્રથમ સમયની પેઠે તેની પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy