SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-જ, ઉદેસી-૪ 305 કિંઈક કઠોર હૃદયવાળો હોય છે. એક પુરૂષ ગોળાની સમાન કંઈક અધિક કઠોર દયવાળો હોય છે. એક પુરૂષ માટીના ગોળાની સમાન કંઈક વધારે અધિક કઠોર દયી હોય છે. ગોળા ચાર પ્રકારના હોય છે :- લોખંડનો ગોળો, કલબનો ગોળો. ત્રાંબાનો ગોળ, અને સીસાનો ગોળો. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના કહેલ છે. લોખંડના ગોળા સમાન એક પુરૂષના કમભારે હોય છે. કલઈના ગોળા સમાન એક પુરૂષના કર્મ કંઇક અધિક ભારે હોય છે. ત્રાંબાના ગોળાની સમાન એક પુરૂષના કર્મ તેનાથી પણ અધિક ભારે હોય છે. સીસાના ગોળાની સમાન એક પુરૂષના કર્મ અત્યાધિક ભારે હોય છે. ગોળા ચાર પ્રકારના હોય છે. જેમકે- ચાંદીનો ગોળો, સોનાનો ગોળો. રત્નોનો ગોળો. અને હીરાનો ગોળો. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના કહેલ છે, જેમકે- ચાંદીના ગોળાની સમાન એક પુરુષ જ્ઞાનાદિ શ્રેષ્ઠ ગુણયુક્ત હોય છે. સોનાના ગોળાની સમાને એક પુરુષ કંઈક અધિક શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણથી યુક્ત છે. રત્નોના ગોળાની સમાન એક પુરુષ વધારે અધિક શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણયુક્ત હોય છે. હીરાના ગોળાની સમાન એક પુરુષ અત્યાધિક શ્રેષ્ઠ ગુણોથી યુક્ત હોય છે. ચાર પ્રકારના પત્ર કહેલ છે.- તલવારની ધાર સમાન તીક્ષણ ધારવાળા પત્ર. કરવતની ધાર સમાન તીક્ષણ દાંતવાળા. અસ્તરાની ધાર સમાન તીક્ષ્ણ ધારવાળા પત્ર કદંબચીરિકા ની ધાર સમાન તીક્ષ્ણ ધારવાળા. એ પ્રકારે પુરુષ પણ ચાર પ્રકારના છે. એક પુરુષ તલવારની ધારની સમાન તીર્ણ વૈરાગ્યમય વિચારધારાથી મોહપાશનું શીધ્ર છેદન કરે છે. એક પુરુષ કરવતની ધારની સમાન વૈરાગ્યમય વિચારોથી મોહપાશને ધીમે ધીમે કાપે છે, એક પુરુષ અસ્ત્રાની ધારની સમાન વૈરાગ્યમય વિચારોથી મોહપાશને વિલંબથી છેદે છે, એક પુરુષ કંદબચરિકાની સમાન વૈરાગ્યમય વિચારથી, મોહપાશને અતિવિલમ્બથી છેદે છે. કટ ચાર પ્રકારની છે- ઘાસથી બનાવેલી વાંસની સળિઓથી બનાવેલી, ચર્મથી દોરીથી બનાવેલી અને કંબલની ચટાઈ. એ પ્રકારે પુરુષ ચાર પ્રકારના છે. જેમકે- ઘાસની. ચાઇની સમાન એક પુરૂષ અલ્પરાગ વાળો હોય છે. વાંસની ચટાઈ ની સમાન એક પુરુષ વિશેષ રાગ ભાવવાળો હોય છે. ચામડાની ચટાઈની સમાન એક પુરુષ વિશિષ્ટતર રાગ ભાવવાળો હોય છે. કંબલની ચટાઈની સમાન એક પુરુષ વિશિષ્ટતમ્ રાગભાવ વાળો હોય છે. [377 ચાર પ્રકારના ચતુષ્પદો પશુ કહેલ છે- એક ખુરવાળા- અશ્વાદિ, બેખર વાળા તે ગાય- પ્રમુખ. ચંડીપદ * એરણ જેવા પગવાળા હાથી. પ્રમુખ સનખપદા - નહોરવાળા. સિંહાદિ પક્ષી ચાર પ્રકારના હોય છે જેમકે- ચામડાની પાંખો વાળા વાગોળાદિ, લોમપક્ષી રૂંવાટાવાળી પાંખવાળા. હંસાદિ. સમુદ્રગપક્ષી બીડાયેલી પાંખવાળા- વિતત પક્ષી - ખુલ્લા પાંખવાળા. ચાર પ્રકારના ક્ષદ્ર પ્રાણીઓ કહેલા છે. જેમકે- બેઇન્દ્રિયો તેઈન્દ્રિયો ચતુરિન્દ્રિયો. અને સંમૂર્છાિમ પંચેન્દ્રિયતિર્ય. [378] ચાર પ્રકારના પક્ષી કહેલા છે જેમકે- એક પક્ષી માળાની બહાર નીકળે છે પરંતુ બહાર ફરવા અને ઉડવામાં સમર્થ હોતું નથી. એક પક્ષી ફરવાને સમર્થ છે પણ માળાની બહાર નીકળતું નથી. એક પક્ષી માળાની બહાર પણ નીકળે છે અને ફરવામાં પણ સમર્થ હોય છે. એક પક્ષી ન માળાની બહાર નીકળે છે ન ફરવામાં સમર્થ હોય. એ Jarducation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy