SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-જ, ઉસો-૨ 289 ઉપકરણ સંયમ. ત્યાગ ચાર પ્રકારના છે, જેમકે- મનત્યાગ, વચનત્યાગ, કાત્યાગ અને ઉપકરણ ત્યાગ. અકિંચનતા ચાર પ્રકારની છે. જેમકે- મનકિંચનતા, વચન અકિંચનતા, કાય-અકિંચનતા, ઉપકરણ અકિંચનતા. | સ્થાનઃ૪ ઉદેસોઃ 2 મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સ્થાનઃ૪-ઉદેસો 3) [૩૩]રેખાઓ ચાર પ્રકારની છે. પર્વતની રેખા, પૃથ્વીની રેખા, વાલુની રેખા અને, પાણીની રેખા. ચાર રેખાઓની જેમ ક્રોધ ચાર પ્રકારના છે. પર્વતની રેખા સમાન, પૃથ્વીની રેખા સમાન, વાલુની રેખા સમાન, પાણીની રેખા સમાન, પર્વતની રેખા સમાન ક્રોધ કરનાર મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. પૃથ્વીની રેખા સમાન ક્રોધ કરનાર જીવ મરીને તીર્થંચ યોનિમાં ઉત્પન્ન થાય છે. વાલની રેખાની સમાન ક્રોધ કરવાવાળો જીવ મરીને મનુષ્ય યોનિમાં ઉત્પન થાય છે. પાણીની રેખા સમાન ક્રોધ કરવાવાળો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. ઉદક (પાણી) ચાર પ્રકારના છે. કર્દમોદક ,સમાન, ખંજનોદક,વાલુકોદક શૈલોદક એ પ્રમાણે ભાવ પણ ચાર પ્રકારના છે જેમકે કર્દમોદક સમાન આદિ કર્મમોદક સમાન ભાવ રાખવાવાળો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. યાવતું શૈલોક સમાન ભાવ રાખવાવાળો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. [૩૩૪પક્ષી ચાર પ્રકારના છે, એક પક્ષી સ્વરસંપન્ન છે પરંતુ રૂપ સમાન્ન નથી એક પક્ષી રૂપ સંપન્ન છે પરંતુ સ્વર સમ્પ નથી એક રૂપ સમ્પન્ન પણ છે. અને સ્વરસમ્પન્ન પણ છે. એક પક્ષી સ્વરસમ્પન્ન પણ નથી અને રૂપ સંપન્ન પણ નથી. એ પ્રકારે પુરુષ વર્ગ પણ ચાર પ્રકારના છે પુરુષ વર્ગ ચાર પ્રકારનો છે. જેમકે- કોઈ પુરુષ પોતાના પ્રત્યે પ્રીતિ રાખે છે અન્ય તરફ પ્રીતિ રાખતો નથી. કોઈ પુરુષ પર પ્રત્યે પ્રીતિ રાખે પણ પોતાના પ્રત્યે પ્રીતિ રાખતો નથી. કોઈ પુરુષ પોતાના પ્રત્યે અને પર બન્ને પ્રત્યે પ્રીતિ રાખે છે અને કોઈ બંને પ્રત્યે પ્રીતિ રાખતો નથી. પુરુષના આ પ્રમાણે પણ ચાર પ્રકારો હોય છે. એક પુરુષ પોતે ભોજનાદિથી તૃપ્ત થઈ આનંદિત થાય છે. પણ બીજાને તૃપ્ત કરતો નથી. એક પુરુષ બીજાને ભોજનાદિથા તૃપ્ત કરે છે પણ પોતે તૃપ્ત થતો નથી. એક પુરુષ પોતે પણ ભોજનાદિથી તૃપ્ત થાય છે. અને અન્યને પણ તૃપ્ત કરે છે અને એક બંનેને તપ્ત કરતો નથી. અન્ય રીતે પુરુષ ચાર પ્રકારના છે. એક પુરુષ વિચારે છે કે પોતાના સદ્દ વ્યવહારથી અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન કરું અને વિશ્વાસ ઉત્પન્ન કરે છે. એક પુરુષ વિચારે છે કે પોતાના સદવ્યવહારથી અમુકમાં વિશ્વાસ ઉત્પન કરૂ પણ તેમ કરી શકતો નથી. કોઈ પુરુષ વિચારે છે કે અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન નથી કરી શકતો પરંતુ વિશ્વાસ કરવામાં સફળ થાય છે. કોઈ પુરુષ અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન નહિ કરી શકું એમ વિચારે છે અને વિશ્વાસ ઉત્પન્ન કરી શકતો પણ નથી. પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પડે છે- કોઈ પોતે વિશ્વાસ કરે છે પણ પરમાં વિશ્વાસ ઉત્પન્ન કરી શકે નહિ. કોઈ પ૨માં વિશ્વાસ ઉત્પન્ન કરી શકે પણ પોતે વિશ્વાસ કરતો નથી. કોઈ પોતાના અને પરમાં બન્નેમાં વિશ્વાસ સ્થાપિત કરી શકે છે. કોઈ પોતાના અને પરમાં બન્નેમાં વિશ્વાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy