________________ સ્થાન-૭ ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકર થશે. -મિત્ર- વાહન, સુભીમ, સુબંધુ. વિમલવાહન કુલકરના કાલમાં સાત પ્રકારના કલ્પવૃક્ષો ઉપ- ભોગમાં આવતા હતા. જેમકે મઘાંગ, મૃગાંગ, ચિત્રાંગ, ચિત્રરસ, મયંગ, અનગ્ન, કલ્પવૃક્ષ. [5] દંડ નીતિ સાત પ્રકારની છે. જેમકે - હકાર - પહેલા બીજા કુલકરના સમયમાં અપરાધીને ફક્ત હા' એટલું જ કહેવામાં આવતું તેથી યુગલીઓ અત્યંત લજ્જિત થતા હતા. મકાર - ત્રીજા ચોથા કુલકરના સમયમાં વિશેષ અપરાધમાં “માં” કહેવામાં આવતું. તે “પકાર' દંડનીતિ. ધિક્કાર - પાંચમાં, છઠ્ઠા અને સાતમાં કુલકરના. સમયમાં ઉત્કૃષ્ટ અપરાધને વિષે ધિક્ કહેવામાં આવતું તે ધિક્કાર' દંડનીતિ. પરિભાષણ - અપરાધી પ્રત્યે કોપના આવેશપૂર્વક કહેવું કે - “તું અહિં આવીશ નહિ.” મંડલબંધ-“આ સ્થાનથી તું બહાર જઈશ નહિ, એવો દંડ આપવો. ચારક - કેદખાનામાં નાખવું. છવિચ્છેદ-હસ્ત, પાદ વિગેરેનું છેદવું. [57] પ્રયત્ન ચક્રવર્તીના સાત એકેન્દ્રિય રત્ન કહેલ છે. જેમકે - ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દડરન, અસિરત્ન, મણિરત્ન, કાકિણીરત્ન. પ્રયત્ન ચક્રવર્તીના સાત. પંચેન્દ્રિય રત્ન કહેલ છે. જેમકે - સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વાર્ધકીરત્ન, પુરોહિતરત્ન, સ્ત્રીરત્ન, અરવરત્ન, હસ્તીરત્ન. [58] દુષમકાળના સાત લક્ષણ છે. અકાલમાં વષ થવી, વષકાલમાં વર્ષ ન થવી, અસાધુજનોની પૂજા થવી.સાધુ જનોનીપૂજા ન થવી, માતા-પિતા અને ધર્મચાયાદિ પ્રત્યે વિનયના અભાવરૂપ મિથ્યાભાવ થવો, માનસિક દુઃખ, વાણીનું દુઃખ. સુષમકાલના સાત લક્ષણો આ પ્રમાણે છે- અકાલમાં વષ થતી નથી. વર્ષાકાલમાં વર્ષ થાય છે. અસાધુની પૂજા થતી નથી સાધુની પૂજા થાય છે. માતા-પિતા ગુરૂજનોને વિષે સમ્યગ્ ભાગ થાય છે. માનસિક સુખ, વાણીનું સુખ. [59] સંસારી જીવ સાત પ્રકારના કહેલ છે. જેમકે - નરયિક, તિર્યંચ, તિર્યંચણી, મનુષ્ય મનુષ્યણી દેવ, અને દેવી. [60-61] આયુનું ભેદન સાત કારણોથી થાય છે. જેમકે - અધ્યવસાયથી, નિમિત્ત (દંડ, શાસ્ત્રાદિથી આહાર-અધિક આહારથી અથવા આહારના અભાવથી, વેદના-શૂલાદિ પીડારૂપ વેદનાથી, પરાઘાત (કૂવામાં પડવું આદિ અકસ્માતથી) સ્પર્શ - (સર્પ વિગેરેના ડંખ)થી, શ્વાસોશ્વાસના અવરોધથી. [62] બધા જીવ સાત પ્રકારના છે. જેમકે - પૃથ્વીકાયિક, અલ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક, અકાયિક. બધા જીવ સાત પ્રકારના છે. જેમકે - કૃષ્ણ લેશ્યાવાળા યાવત્ શુકલ લેશ્યાવાળા, અલે. [63] બ્રહ્મદત્ત સાત ધનુષ્ય ઉંચા હતા, સાતસો વર્ષનું આયુ ભોગવીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નૈવિક પણે ઉત્પન્ન થયા. [૬૪]મલ્લીનાથ અહંત સ્વયં સાતમા મુંડિત થયા અને ગૃહસ્થાવાસ ત્યાગી અણગાર-દ્વાજિત થયા. મલ્લી-નામની વિદેહ દેશના કુંભરાજાની ઇકન્યા. પ્રતિબુદ્ધિ નામનો ઇન્ક્વાકુરાજ સાકેતપુરનો પતિ. ચન્દ્રછાય નામનો અંગદેશનો રાજા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org