SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 326 ઠાશ-પર૪૭પ કોઇ નિગ્રંથ નિર્ગથીને નાવ પર ચઢાવવામાં તથા ઉતારવામાં મદદ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. વિક્ષિપ્ત ચિત્તવાળી, દર્પયુક્ત ચિત્તવાળી, યક્ષાદિદેવના આવેશવાળી, ઉન્માદ પામેલી ઉપસર્ગને પામેલી, કલહ માટે તૈયાર થયેલી, પ્રાયશ્ચિતને પામેલી યાવત્ ભક્ત પાનના પ્રત્યાખ્યાનને કરેલી. મૂચ્છ વડે પડતી અથવા યતિ કે ચોર વડે ચલાયમાન કરાતી સાધ્વીને સાધુ ગ્રહણ કરે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. [47] આચાર્ય અને ઉપાધ્યાયમાં પાંચ ઉપાશ્રયમાં પ્રવેશ કરીને ધૂળ ભરેલા પગોને બીજા સાધુઓથી લૂછાવતા-ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર મળમૂત્રનો ઉત્સર્ગ કરે અથવા તેની શુદ્ધિ કરે, આચાર્ય-ઉપાધ્યાય ઇચ્છા હોય તો કોઇની વૈયાવૃત્ય કરે, ઈચ્છા ન હોય તો ન કરે, આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રયમાં એક અથવા બે રાત એકલા રહે,અથવા આચાર્ય ઉપાધ્યાય એક -બે રાત્રી ઉપાશ્રયની બહાર રહે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. [૪૭૭]પાંચ કારણ વડે આચાર્ય અથવા ઉપાધ્યાય ગચ્છથી પૃથફ થઈ જાય છે, જેમકે-ગચ્છમાં આચાર્ય ઉપાધ્યાયની આજ્ઞા અથલા ધારણાનું સમ્યક પ્રકારે પાલન ન થતું હોય તો, ગચ્છમાં વયસ્થવિર અને જ્ઞાનસ્થવિરને વંદનાદિ વ્યવહાર સમ્યક પ્રકારે પાલન ન કરાવી શકે તો, ગચ્છમાં શ્રુતવાચના યથોચિત રૂપે ન આપી શકે તો. આચાર્ય ઉપાધ્યાય સ્વચ્છ સંબંધી પરગચ્છ સંબંધી સાધ્વીને વિષે ખરાબ લેશ્યાવાળો થઈ જાય તો. મિત્ર, જ્ઞાતિ, સ્વજન ગચ્છને છોડીને ચાલ્યો ગયો હોય, ફરી ગચ્છમાં સ્થાપિત કરવાને માટે પોતાના ગચ્છને છોડીને ચાલ્યા જાય તો. [૪૭૮]પાંચ પ્રકારના મનુષ્યો ઋદ્ધિવંત કહેવાય છે, જેમકે અહત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ અને ભાવિતાત્મા અણગાર. સ્થાન ૫-ઉદ્દેશો-રની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સ્થાનઃપ-ઉદેસ૩) ૪િ૭૯/પાંચ અસ્તિકાય છે, જેમકે- ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય જીવાસ્તિકાય, પગલાસ્કિાય. ધમસ્તિકાય અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ, અરૂપી, અજીવ, શાશ્વત અને અવસ્થિત સમગ્ર લોકવ્યાપી દ્રવ્ય છે તે પાંચ પ્રકારના છે, જેમકે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી ગુણથી. દ્રવ્યથી–ધમસ્તિકાય એક દ્રવ્ય છે. ક્ષેત્રથી-લોક પ્રમાણ છે, કાલથી-અતીતમાં કયારે ન હતો એમ નથી વર્તમાનમાં નથી, એમ નથી. ભવિષ્યમાં હશે. એવી રીતે ત્રિકાળવર્તી હોવાથી ધ્રુવ છે. શાશ્વત, અક્ષય, અવ્યય અવસ્થિત અને નિત્ય છે. ભાવથી-વર્ણરહિત, ગંધરહિત રસરહિત અને સ્પર્શ રહિત છે ગુણથી- જીવ-યુદ્દગલોના ગમનમાં સહાયક નિમિત્ત) ગુણવાળો છે. અધમસ્તિકાય ધમસ્તિકાયની જેમ પાંચ પ્રકારનો છે, વિશેષ એ કે ગુણથી સ્થિતિ સહાયક નિમિત્ત ગુણવાળો છે. આકાશાસ્તિકાય ધમસ્તિકાયની સમાન પાંચ પ્રકારનો છે. વિશેષ ક્ષેત્રથી આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ છે ગુણથી અવગાહના. ગુણવાળો છે. જીવાસ્તિકાય-ધમસ્તિકાયની સમાન પાંચ પ્રકારનો છે. વિશેષ-દ્રવ્યથી જીવાસ્તિકાય એક બીજાથી ભિન્ન અનંત જીવ દ્રવ્યો છે. ગુણથી-ઉપયોગ ગુણવાળો છે. પુલાસ્તિકાય-પાંચવર્ણ, પાંચરસ, બેગંધ, અને આઠસ્પર્શયુક્ત છે રૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy