________________ 315 સ્થાન-૫, ઉદેસી-૧ 4i28] અવધિદર્શન ઉત્પન્ન થવાની ઈચ્છાવાળું હોવા છતાં પણ પોતાની ઉત્પત્તિના પ્રથમ સમયમાં નીચેના પાંચ કારણોને લીધે ચલાયમાન છે. પ્રથમ સમયમાં અવધિદર્શન અલ્પસંખ્યક પ્રાણીઓવાળી ભૂમિને જોઈને. ભૂમિને બહુસંખ્યક સૂક્ષ્મ જીવોથી વ્યાપ્ત જોઈને. મહાન અજગરના શરીરને જોઈને. મહાન ઋદ્ધિવાળા દેવને અત્યંત સુખી જોઈને. પ્રાચીન, અતિવિશાલ, જેમના સ્વામી નાશ પામી ગયા છે. જેમની વૃદ્ધિ કરનાર કોઈ રહ્યું નથી, જેમના વંશમાં કઇ રહ્યું નથી, જેમના સ્વામીનો સમૂળ ઉચ્છેદ થઈ ગયો છે. સ્વામીના વંશનો પણ ઉચ્છેદ થઈ ગયો છે અને જે ગ્રામ આકર, નગર, ખેડા, કબૂટ, દ્રોણમુખ, વહન, સંબધ અથવા સન્નિવેશોમાં. શૃંગારક, ત્રિક, ચોક, ચત્વર, ચતુર્મુખ, પથ અને મહાપથોમાંનગરોની ગટરોમાં અથવા સ્મશાન, શૂન્યગૃહ, ગિરિકન્દરા, શાન્તિગૃહ, શૈલગૃહ, ઉપસ્થાપન- ગૃહ આદિ સ્થાનોમાં દાટેલા છે. એવા મહાનિધાનો ને જોઈને. આ જ પાંચ કારણોથી અવધિજ્ઞાન પણ ચલિત થઈ જાય છે. પરંતુ આ પાંચ કારણોથી ઉત્પન્ન થયેલ કેવળ જ્ઞાન-કેવળ દર્શન ચલિત ક્ષુબ્ધ થતું નથી, પૃથ્વીને નાની મોટી જોઈને યાવતુ રૂપ ગ્રામ નગરમાં દાટેલા ખજાનાને જોઇને. 4i29] નૈયરિકોનું શરીર પાંચ વર્ણવાળું અને પાંચ રસવાળું કહેલ છે. જેમકેકૃષ્ણા યાવતું શુક્લવર્ણ. તીખો યાવતું મધુર. આ પ્રમાણે વૈમાનિક દેવ સુધી 24 દડક સુધીના શરીરોના વર્ણ અને રસ કહેવા. પાંચ શરીર કહેલ છે, જેમકે- ઔદારિક શરીર વૈક્રિયશરીર,આહારકશરીર, તૈજસશરીર, કામણ શરીર. ઔદારિક શરીરમાં પાંચ વર્ણ અને પાંચ રસ કહેલ છે. જેમકે- કૃષ્ણા યાવત્ શુક્લ. તિકત યાવતુ મધુર. એ પ્રમાણે કાર્પણ શરીર સુધી વર્ણ અને રસ કહેવા જોઈએ. બધા સ્કૂલ દેહધારિઓના શરીર, પાંચ વર્ણ, પાંચરસ બે ગંધ અને આઠ સ્પર્શયુક્ત હોય છે. [430] પહેલા અને છેલ્લા તીર્થકરોના શિષ્યોને નીચેના પાંચ કારણોથી ઉપદેશ સમજવામાં મુશ્કેલી પડે છે. દુરાગ્યેય - પ્રથમ તીર્થંકરોના શિષ્યો આજુ- જડ અને અંતિમ તીર્થંકરના શિષ્યો વક્ર જડ હોવાથી વસ્તુતત્વને મુશ્કેલીથી પ્રતિપાદિત કરી શકાય છે. દુવિભાજ્ય- વિભાજન કરવામાં કષ્ટ થાય છે. દુર્દર્શ - વસ્તુત્વને મુશ્કેલીથી દેખાડી શકાય છે. દુઃસહ-પરિષહ સહન કરવામાં કઠિનતા થાય છે. દુરનુચર - જિનાજ્ઞા અનુસાર આચરણ કરવામાં મુશ્કેલી થાય છે. પાંચ કારણોથી મધ્યના બાવીશ તીર્થંકરના શિષ્યોને ઉપદેશ સમજવો સુગમ થાય છે. સુ ખેય - વ્યાખ્યા સરળતાપૂર્વક કરે છે, સુવિભાજ્ય - વિભાગ કરવામાં કોઇ પણ પ્રકારનું કષ્ટ થતું નથી. સુદર્શ - સરળતા પૂર્વક સમજે છે. સુસહ - શાંતિપૂર્વક સહન કરે છે. સુચર - પ્રસન્નતાપૂર્વક જિનાજ્ઞા પાળે છે. ભગવાનું મહાવીરના શ્રમણ નિગ્રંથોને માટે પાંચ સદ્ગણ સદા વર્ણન કરેલ છે, કીર્તન કરેલ છે. પ્રકટ વાણીથી કહેલ છે, ગ્લાધ્ય બતાવેલ છે. અને આચરણ યોગ્ય કહેલ છે. જેમકે ક્ષમા, નિલભતા, સરળતા મૃદુતા, લઘુતા. ભગવાન મહાવીરના શ્રમણ નિગ્રંથોને માટે પાંચ સદ્ગણ સદા યાવતુ પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે. જેમકેસત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે. - ઉક્ષિપ્તચારી - જો ગૃહસ્થ રાંધવાના પાત્રમાંથી જમવાના પાત્રમાં પોતાના ખાવાને માટે આહાર લે અને તે આહારમાંથી આપે તો લઈશ. એવો અભિગ્રહ કરવાવાળા મુનિ. નિક્ષિપ્તચારી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org