________________ ભૂત-૨, અધ્યયન-૩, ઉદેસો-૧ રાજાના મરી જવા પર અરાજકતા હોય, જ્યાં કોઈ રાજા જ ન હોય, જ્યાં ઘણા રાજા હોય. જ્યાં યુવરાજ જ હોય-રાજ્યાભિષેક ન થયો હોય, જ્યાં બે રાજ્યોમાં વેર હોય અથવા જ્યાં વિરોધિઓનું રાજ્ય હોય. સાધુ કે સાધ્વી ભલે ચક્કર ખાઈને જય પરંતુ એવા પ્રદેશની વચ્ચેથી ન જાય. કેવળી ભગવાન કહે છે કે ત્યાં જવાથી કર્મબંધનની સંભાવના છે. ત્યાંના જ્ઞાનીજન મુનિને “આ ચોર છે. ઈત્યાદિ પહેલાની જેમ જ કહેવું જોઈએ. તેથી મુનિ એવો દેશ છોડી બીજ નિરૂપદ્ધવ દેશમાં વિહાર કરે. [૫૧]એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં લાંબી અટવી આવી પડે તો તેને જાણવું જોઈએ કે આ અટવી એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસમાં પાર કરી શકાશે, અથવા પાર નહિ કરી શકાય? જે બીજો માર્ગ હોય તો આ પ્રકારની અનેક દિનોમાં પાર કરી શકાય તેવી અટવીમાં થઈને જવું ન જોઈએ. કેવળી કહે છે કે ત્યાં જવું તે કર્મબંધનનું કારણ છે. ત્યાં જતાં વચ્ચે વાસ કરવો પડે કારણ કે વર્ષ આવી જાય તો પ્રાણી લીલ ફુગ, બીજ, હરિત અને સચિત્ત જલ તથા કીચડ થઈ જશે. તેથી સાધુઓનો આ પૂર્વોપદ્રષ્ટિ આચાર છે કે એવી અનેક દિનોમાં પાર કરી શકાય તેવી અટવીમાં થઈને ગમન ન કરે, પણ બીજા માર્ગથી યતના પૂર્વક વિચરે. [૪૫]સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે માર્ગમાંથી નૌકાથી પાર કરી શકાય તેટલું પાણી હોય. - એવી સ્થિતિમાં સાધુ જે નૌકાના વિષયમાં એમ સમજે કે આ નૌકા ગૃહસ્થ સાધુના નિમિત્તે ખરીદેલી, કે ઉધાર લીધેલી, કે નૌકા બદલે નૌકા લીધેલી, કે સ્થળમાંથી જળમાં ઉતારેલી છે, કે જલમાંથી સ્થળમાં કાઢી છે, ભરેલીને પાણી ઉલેચી ખાલી કરેલ છે. ફસાયેલીને બહાર ખેંચી કાઢી છે, એવા પ્રકારની નૌકા ભલે પછી ઉપર કે નીચે કે તીછીં ચાલવાવાળી હોય, તે પછી ભલે એક યોજન, અર્ધયોજન અથવા તેનાથી ઓછી કે વધારે જવાવાળી હોય, તો પણ તેવી નૌકા પર સાધુ-સાધ્વીએ આરૂઢ થવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જાણે કે આ નૌકા પહેલે પાર જવાની છે એમ જાણીને પોતાના ઉપકરણ લઈને એકાંતમાં જાય, એકાંતમાં જઈને પોતાના ઉપકરણનું પ્રતિલેખન કરે, પ્રતિલેખન કરીને તે એકત્ર કરે, એકત્ર કરીને મસ્તકથી લઈ પગ પયત સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરે. ત્યારબાદ આગાર રાખી આહારના પ્રત્યાખ્યાન કરે અને પછી એક પગ જલમાં અને એક પગ સ્થળમાં રાખી. યતનાપૂર્વક નૌકા ઉપર ચઢે. ૫૩સાધુ કે સાધ્વી નૌકા પર ચઢે ત્યારે નૌકાના આગલા ભાગથી ન ચઢે અથવા નૌકામાં સૌથી આગળ ન બેસે. પાછળના ભાગથી નૌકા પર ન ચઢે અને મધ્યમાંથી પણ ન ચઢે. પરંતુ ચઢવાના રસ્તેથી જ ચઢે. ત્યારબાદ નૌકા બાજુના ભાગને પકડી-પકડીને. આંગળીથી વારંવાર સંકેત કરીને, શરીરને ઉંચુ-નીંચું કરીને જુએ નહી. તે નૌકા પર સ્થિત કોઈ નૌકામાં બેઠેલો સાધુને કાચિત આ પ્રમાણે કહે કે હે આયુષ્માન શ્રમણ ! આ નૌકાને આગળ ખેંચો કે પાછળ ખેંચો કે ચલાવો અથવા દોરડાઓ ખેંચો. આ સાંભળીને મુનિ લક્ષ ન આપે, મૌન રહે. નૌકામાં બેઠેલા મુનિને નાવિક કે નૌકાપથિક કોઈ કહે તમે નૌકાને આગળ પાછળ ખેંચવામાં કે ફેંકવામાં અથવા દોરડાથી ખેંચવામાં સમર્થ ન હો તો નૌકાનું દોરડું લાવી આપો. અમે પોતે જ નૌકાને આગળ પાછળ ખેંચી લેશું તેવા પ્રકારના કથનનું મુનિ અનુમોદન ન કરે અને મૌન રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org