________________ આયારો -રારારજ૧૦ ગંજીઓ ઈડા, સચિત પાણી, સચિત્ત પૃથ્વી, કીડી આદિ જીવજંતુઓ સહિત છે. તો તેવા ઉપાશ્રયમાં સ્થિતિશય્યાદિ ન કરે. સાધુ કે સાધ્વી કોઈ ઉપાશ્રયને એવો જાણે કે જેમાં ઘાસ, પરાળની ગંજીઓમાં ઈંડા, વાવતુ જીવજંતુઓ વિગેરે નથી, તો તેવા ઉપાશ્રયમાં પ્રતિલેખન-પ્રમાર્જન કરીને તેનાથી નિવાસાદિ કરે. [૪૧૧-૪૧૩મુનિને ધર્મશાળા, મુસાફરખાના, ઉદ્યાનગૃહો કે ગૃહસ્થના ઘરો કે મઠોમાં, જ્યાં વારંવાર સાધર્મિક સાધુ આવી વસે છે તેવા સ્થાનમાં ઉતરવું ન જોઈએ. ધર્મશાળાદિ સ્થાનોમાં જે મુનિ તબદ્ધ-શીત કે ગ્રીષ્મ કાળમાં માસ કલ્પ સ્થિર રહીને, ફરી ત્યાં ચાતુર્માસ કરે છે તેઓને હે આયુખનું શ્રમણો ! કાલાતિક્રમ દોષ લાગે છે. જે ભિક્ષ ધર્મશાળા મુસાફરખાનાદિમાં જેટલો સમય રહ્યા હોય, તેટલો સમય કરતાં બીજા સ્થાને બમણો, ત્રણ ગણો સમય વ્યતીત કર્યા વિના ત્યાં ચોમાસુ કરે, અથવા માસકા કરે તો હું આયુષ્યનું શ્રમણો, તેને ઉપસ્થાન ક્રિયા દોષ લાગે છે. [૪૧૪]આ જગતમાં પૂવદિ દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ હોય છે, જેમ કે ગૃહસ્થ, ગૃહસ્થપત્ની, પુત્રવધૂ, કર્મચારિણી આદિ, તેઓએ સાધુના આચાર- વિચાર સારી રીતે સાંભળેલ હોવાથી તેઓને સમ્યગુ જાણપણું હોતું નથી. તે શ્રદ્ધા પ્રતીતિ અને પ્રીતિ રાખતાં સામાન્યતઃ બધા પ્રકારનો શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, ભિક્ષકો અને દરિદ્રીઓ વિગેરેને રહેવા માટે સ્થાનાદિ તૈયાર કરાવે છે. જેમ કે- લુહારશાળા દેવમંદિરની બાજુમાં ઓરડામાં દેવકુળ, સભાઓ, પરબો, દુકાનો, વખારો, ગોદામો, વાહનઘરો, વાહનશાળાઓ, ગુનાના કામ માટેની જગ્યા, દર્ભશાળા, ચમલિયો, વલ્કલ શાળાઓ, અંગારાના કારખાનાઓ-કોલસા પાડવાનું કારખાનું, લાકડાના કારખાના ઓ, શમશાનઘર, શૂન્યાગાર, પર્વતના શિખર પર બનાવવામાં આવેલ ઘરો, પર્વતની ગુફા પાષાણ મંડપ વગેરે વગેરે. આવા તૈયાર કરાવેલા સ્થાનોમાં જો શાક્યાદિ કે બીજા શ્રમણ બ્રાહ્મણાદિ પહેલા આવીને રહી જાય અને ત્યાર પછી સાધુ નિવાસાદિ ક્રિયા કરે તો હે આયુષ્મન શ્રમણો! તેને “અભિક્રાંત ક્રિયા ઉપાશ્રય કહેવાય છે. ૪િ૧પીઆ લોકમાં પૂવદિ ચારેય દિશામાં કોઈ શ્રદ્ધાળુ ગૃહસ્થ વસતી હોય છે. (શેષ પૂર્વ સુત્રાનુસાર સઘળું કહેવું) વિશેષમાં એટલે કે એવા બનાવેલા સ્થાનોમાં શાક્યાદિએ વાસ કર્યો ન હોય, તેનો ઉપભોગ પણ કર્યો ન હોય તે પહેલા જ સંયમશીલ સાધુઓ નિવાસાદિ કરે તો તે “અનભિક્રાન્ત વસતિ' કહેવાય છે. ૪િ૧૬આ લોકમાં પૂર્વ આદિ ચારેય દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ વ્યક્તિ રહે છે. જેમ ગૃહસ્થ યાવત્ કર્મચારિણિઓ તેઓનું કહેવું એમ છે કે આ શ્રમણ છે, શ્રેષ્ઠ છે, થાવતું મૈથુનસેવનના ત્યાગી છે. આ મુનિઓને તેના ઉદ્દેશથી બનાવેલા ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી માટે જે ગૃહો અમારા માટે બનાવ્યા છે, જેમકે-લુહારશાળા વગેરે પૂર્વોક્ત સઘળા ઘર, તે સઘળા ઘરો અમે તે મુનિઓને રહેવા માટે દઈએ છીએ અને અમે અમારા માટે પૂર્વોક્ત શાળા વગેરે પછી નવા બનાવી લેશું આવી રીતના તેના શબ્દો સાંભળી સમજીને જે મુનિ તે શાળા યાવતુ ઘરોમાં નિવાસ કરે અથવા તેવી રીતે બીજાના આપેલા મકાનમાં રહે તો તે આયુષ્મન ! તે વર્ષક્રિયા વસતિ છે. ૪િ૧૭આ જગતમાં પૂર્વ આદિ ચારેય દિશાઓમાં કેટલાંક શ્રદ્ધાળુ હોય છે. તેઓને સાધુના આચાર-ગોચરનું જાણ પણું નથી હોતું. તે યાવત્ સાધુ પર શ્રદ્ધા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org